બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / સુરત / Worker threatened by putting up posters in Oriya language in Anjani industrial area in Surat

કામ ઠપ્પ / 'સુરત':કામદારોને પોસ્ટર દ્વારા ખુલ્લી ધમકી, 'ભાવ વધારા વગર કારખાનામાં જશો તો માર પડશે', ઉડિયા ભાષામાં ઉપદ્રવીઓની હરકત

Vishnu

Last Updated: 11:13 PM, 18 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંજની ઈન્ડસ્ટ્રી વિભાગ-2ના પ્રમુખ વિજય માંગુકિયાએ કહ્યું કેટલાક કામદારો ઘણી વખત આવી હરકત કરતાં હોય છે, હાલ કામ ઠપ્પ

  • સુરતમાં ઓડિશાના કારીગરોને ઉશ્કેરવાનો પ્રયાસ
  • ઓડિયા ભાષામાં લાગ્યા પોસ્ટર
  • ઓડિશાના કારીગરોને આપી ધમકી

સુરતમાં ફરી એક વખત ઓડિશાના કારીગરોને ઉશ્કેરવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે. સાયણ અંજની ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ઉડિયા ભાષામાં પોસ્ટર લાગ્યા છે. જેમાં કામ પર જનારા કારીગરને માર મારવાની ધમકી અપાઈ છે. ગયા વર્ષે પણ પોસ્ટર્સ લાગ્યા બાદ ઓડિશાના કારીગરોએ વિરોધ કર્યો હતો. 

ઓડિશાના કારીગરોને કોણ ઉશ્કેરી રહ્યું છે?
ગયા વર્ષે મજૂરી દર વધારવાના મુદ્દાને લઈ તોફાનો થયા હતા. ત્યારે આ વર્ષે ફરી એકવખત ઓડિશાના કારીગરોને ઉશ્કેરવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે. ત્યારે સવાલો ઉઠી રહ્યાં છે કે ઓડિશાના કારીગરોને કોણ ઉશ્કેરી રહ્યું છે?. નોકરીએ ન જવા માટે ઓડિશાના શ્રમિકોને કોણે ધમકી આપી?. ગુજરાતમાં કોણ ઉભી કરી રહ્યું છે અસમાનતા?. શું આવી અસમાનતા ઉભી કરનારાઓને દંડવા જરૂરી નથી?. ગુજરાતીઓ અને બિન ગુજરાતીઓમાં ભેદ કરનારા અસામાજિક તત્વો કોણ છે?

શું છે કારીગરોની માંગ?
ઉડિયા કારીગરોમાંથી ઉપદ્રવી તત્વો પોસ્ટર લગાવી ધમકી આપી માંગ મનાવવા અવનવા પેતરા કરી રહ્યા છે . અંજની ઇન્ડસ્ટ્રીમાં હાલ અન્ય ઇન્ડસ્ટ્રીયલ કરતા 15થી 25 પૈસા મીટર પર વધારે આપવામાં આવે છે. તેમ છતાં પણ હજુ વધારાની આશાએ દબાણ ઊભું કરવા આવી હરકત કરવામાં આવી છે. પોતાની માંગ પર વિરોધ કરવાનો અધિકાર તમામને છે પણ કોઈને ધમકી આપી રોકવા અને અસમાનતા ઊભી કરવી એક ગુનો છે હાલ તો 30 થી 32 હજાર કામદારો સહિત અંજની ઈન્ડસ્ટ્રીના સંચાલકો મુઝવણમાં મુકાયા છે.        

VTV ગુજરાતીના સળગતા સવાલ

  • નોકરીએ ન જવા માટે ઓડિશાના શ્રમિકોને કોણે ધમકી આપી?
  • ગુજરાતમાં કોણ ઉભી કરી રહ્યું છે અસમાનતા?
  • શું આવી અસમાનતા ઉભી કરનારાઓને દંડવા જરૂરી નથી?
  • ગુજરાતીઓ અને બિન ગુજરાતીઓમાં ભેદ કરનારા અસામાજિક તત્વો કોણ છે?

કેટલાક કામદારો આવી હરકત કરતાં હોય છે: વિજય માંગુકિયા, પ્રમુખ, અંજની ઈન્ડસ્ટ્રી વિભાગ-2
અંજની ઈન્ડસ્ટ્રી વિભાગ-2ના પ્રમુખ વિજય માંગુકિયા સમગ્ર ઘટના બાબતે પ્રતિક્રિયા આપી છે. તેમના જણાવ્યા મુજબ અંજની ઇન્ડસ્ટ્રીમાં કાપડનું ઉત્પાદન હાલ સાવ રીતે બંધ પડ્યું છે. કેટલાક કામદારો અહીં સમયે સમયે આવી હરકત કરતાં હોય છે. તેઓમાંથી જ કોઈએ અલગ-અલગ કારખાનાઓના ગેટ ઉપર ઉડિયા ભાષામાં લખાણ લખ્યું છે કે, ભાવ વધારો જ્યાં સુધી આપે નહીં ત્યાં સુધી અહીં કામ પર આવવું નહીં.અંજની ઇન્ડસ્ટ્રીઝ 1 અને 2ની અંદર અંદાજે 400 થી 500 જેટલા કારખાના આવેલા છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ