બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:54 PM, 16 September 2025
સાચું જ કહેવાય છે કે જેને ભગવાન રક્ષા કરે છે તેને કોઈ નુકસાન પહોંચાડી શકતું નથી. ઝારખંડના રાંચી સહિત ઘણા શહેરોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. પભારે વરસાદ વચ્ચે દિવાલ તૂટી પડતાં એક મહિલનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયા બાદ, લોકો કહી રહ્યા છે કે નસીબે જ તેને બચાવી હતી.
ADVERTISEMENT
વાયરલ વીડિયોમાં, એક મહિલા પાણીથી ભરાયેલા રસ્તા પરથી ધીમે ધીમે ચાલતી જોવા મળે છે. જ્યારે તેની જમણી બાજુની દિવાલ જમીન પર પડી જાય છે. તે મહિલા તરત જ પાછળ હટી જાય છે. શું થયું તે સમજવા માટે તે થોભી જાય છે, થોડીક સેકન્ડ માટે સ્થિર રહે છે, પછી પાછળ હટી જાય છે અને સ્થળ પરથી ચાલી જાય છે.

ADVERTISEMENT
હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી
રાંચી સહિત ઝારખંડના ઘણા ભાગોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ રાજ્યના ઉત્તર-મધ્ય અને નજીકના ઉત્તરપશ્ચિમ ભાગોમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં કેટલાક સ્થળોએ વાવાઝોડા અને વીજળીના કડાકા સાથે ભારે પવન પણ આવી શકે છે. રવિવાર બપોરથી રાંચીમાં હળવો થી મધ્યમ વરસાદ પડી રહ્યો છે. હવામાન અધિકારીઓએ જણાવ્યું હતું કે રવિવારે સવારે 8.30 વાગ્યાથી 24 કલાકમાં શહેરમાં 40.8 મીમી વરસાદ પડ્યો છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ 6 વર્ષમાં બની ભ્રષ્ટાચાર ક્વીન! ઘરમાં નોટના ઢગલા કર્યા, મુખ્યમંત્રીએ કહ્યું 6 મહિનાથી નજરમાં હતી
ADVERTISEMENT
ઝારખંડમાં 20 ટકા વધુ વરસાદ નોંધાયો
સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, હવામાન અધિકારીઓએ જણાવ્યું હતું કે ઝારખંડમાં 1 જૂનથી 15 સપ્ટેમ્બર દરમિયાન 20 ટકા વધુ વરસાદ નોંધાયો હતો. આ સમયગાળા દરમિયાન, રાજ્યમાં સામાન્ય 920.8 મીમીની સરખામણીમાં 1,100.5 મીમી વરસાદ પડ્યો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે પૂર્વી સિંહભૂમ જિલ્લામાં સૌથી વધુ 59 ટકા વધુ વરસાદ નોંધાયો હતો, ત્યારબાદ સરાયકેલા ખારસાવનમાં 53 ટકા અને રાંચીમાં 49 ટકા વરસાદ પડ્યો હતો. જોકે, પાકુર જિલ્લામાં 15 સપ્ટેમ્બર સુધી 26 ટકા ઓછો વરસાદ નોંધાયો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.