બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 6 વર્ષમાં બની ભ્રષ્ટાચાર ક્વીન! ઘરમાં નોટના ઢગલા કર્યા, મુખ્યમંત્રીએ કહ્યું 6 મહિનાથી નજરમાં હતી

આસામ / 6 વર્ષમાં બની ભ્રષ્ટાચાર ક્વીન! ઘરમાં નોટના ઢગલા કર્યા, મુખ્યમંત્રીએ કહ્યું 6 મહિનાથી નજરમાં હતી

Published By: Priykant Shrimali

Last Updated: 12:01 PM, 16 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Assam Land Scam : તો શું આ મહિલા અધિકારીએ અનેક હિન્દુ પરિવારોની જમીન ગેરકાયદેસર રીતે કથિત મુસ્લિમ વ્યક્તિઓના નામે ટ્રાન્સફર કરી દીધી ? જાણો ચોંકાવનારો આર્ટીકલ

Assam Land Scam : આસામથી એક મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આસામના બારપેટા જિલ્લામાં બનેલો કરોડો રૂપિયાનું જમીન કૌભાંડ રાજ્યની રાજકારણ અને પ્રશાસન બંનેમાં ભૂકંપ લાવતું જણાઈ રહ્યું છે. આ સમગ્ર વિવાદના કેન્દ્રમાં છે 2019 બેચના આસામ સિવિલ સર્વિસીસ (ACS) અધિકારી નુપુર બોરા. સરળ ભાષામાં સમજીએ તો હાલ ACS અધિકારી નુપુર બોરાને તેમની નિમણૂક દરમિયાન સરકારી અને ધાર્મિક ટ્રસ્ટની જમીન ગેરકાયદેસર રીતે ટ્રાન્સફર કરવાના ગંભીર આરોપોનો સામનો કરવો પડી રહ્યો છે.

સૌથી પહેલા જાણો કોણ છે આ નુપુર બોરા?

નુપુર બોરા એક યુવાન અને અનુભવી ACS અધિકારી છે, જેમણે બારપેટા અને કાર્બી આંગલોંગ જેવા વિસ્તારોમાં સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવી છે. તેમના કારકિર્દીના શરૂઆતથી જ તેઓ ચર્ચામાં રહ્યા છે, પરંતુ તાજેતરમાં આવેલા આ જમીન વિવાદ બાદ તેઓ વઘુ વિવાદાસ્પદ બની ગયા છે.

નુપુર બોરા પર ગંભીર આક્ષેપો

2019 બેચના આસામ સિવિલ સર્વિસીસ (ACS) અધિકારી નુપુર બોરા પર આરોપ છે કે, બારપેટા ખાતેના કાર્યકાળ દરમિયાન તેમણે અનેક હિન્દુ પરિવારોની જમીન ગેરકાયદેસર રીતે કથિત મુસ્લિમ વ્યક્તિઓના નામે ટ્રાન્સફર કરી દીધી હતી. જોકે અહીં સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે, તપાસમાં ખુલાસો થયો છે કે, કેટલીક જમીનો સરકારી હોવા છતાં પણ તેમને શંકાસ્પદ રીતે ખાનગી હસ્તકોએ હસ્તગત કરી હતી. આથી મામલો માત્ર ભ્રષ્ટાચાર પૂરતો રહી ન જતાં સામાજિક અને ધાર્મિક સંવેદનશીલતામાં પણ ફેરવી ગયો છે.

વિજિલન્સના દરોડા અને મોટા ખુલાસા

આ બધાની વચ્ચે તાજેતરમાં આ કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માની ખાસ તકેદારી ટીમે નુપુર બોરાના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. જેમાં આશરે 90 લાખ રૂપિયાની રોકડ રકમ અને 1 કરોડ રૂપિયાથી વધુના સોનાના દાગીના જપ્ત કરવામાં આવ્યા છે. કુલ મૂલ્ય આશરે 2 કરોડ રૂપિયા હોવાનું અનુમાન છે. હાલમાં નુપુર બોરા પોલીસ કસ્ટડીમાં છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે. આ તરફ નુપુર બોરાની સાથે કામ કરતા અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ સામે પણ તપાસની સુઈ દોડાવી દેવાઈ છે. બાગબાર રેવન્યુ સર્કલના લાટ મંડલ સુરજીત ડેકાના ઘરમાંથી પણ અનેક શંકાસ્પદ દસ્તાવેજો મળ્યા છે. ડેકા પર પણ બારપેટામાં મોટી માત્રામાં જમીન ખરીદવામાં બોરાની મદદ કરવાનો આરોપ છે.

આ પણ વાંચો : સહસ્ત્રધારા, માલદેવતા, ટપકેશ્વરમાં વિનાશ જોતાં PM મોદી ચિંતામાં, CMને ઘુમાવ્યો ફોન

મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ જાહેરમાં સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે, અસામમાં ભ્રષ્ટાચાર અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કોઈપણ સંજોગોમાં બરદાસ્ત કરવામાં નહીં આવે. તેમણે વધુમાં ઉમેર્યું કે, બોરા પર છેલ્લા છ મહિનાથી નજર રાખવામાં આવી રહી હતી. સરકારે દરેક સામે કડક કાયદાકીય કાર્યવાહી કરશે. સરકારનું કહેવું છે કે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈપણ આરોપીને રાહત મળશે નહીં.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Assam Nupur Bora case land scam

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ