બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / સહસ્ત્રધારા, માલદેવતા, ટપકેશ્વરમાં વિનાશ જોતાં PM મોદી ચિંતામાં, CMને ઘુમાવ્યો ફોન

દહેરાદૂન / સહસ્ત્રધારા, માલદેવતા, ટપકેશ્વરમાં વિનાશ જોતાં PM મોદી ચિંતામાં, CMને ઘુમાવ્યો ફોન

Published By: Priykant Shrimali

Last Updated: 10:41 AM, 16 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dehradun Cloudburst : ઉત્તરાખંડના દહેરાદૂનમા વાદળ ફાટ્યું, PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહે સ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈને રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે ફોન પર વાત કરી, જાણો શું કહ્યું ?

Dehradun Cloudburst : ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદના કારણે પરિસ્થિતિ વિકટ બની ગઈ છે. અનેક વિસ્તારોમાં ભૂસ્ખલન, પૂર અને રસ્તાઓ બંધ થવાના કારણે સ્થાનિક જનતાને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને દહેરાદૂનના સહસ્ત્રધારા વિસ્તારમાં વાદળ ફાટવાના બનાવે પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી છે. આ સંકટ વચ્ચે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે સ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈને રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે ફોન પર વાત કરી. તેમણે રાજ્યમાં ચાલી રહેલી પરિસ્થિતિ વિશે વિગતે જાણકારી મેળવી અને દરેક રીતે મદદ માટે કેન્દ્ર સરકારના સંકલ્પને પુષ્ટિ આપી.

PM મોદી અને અમિત શાહે મુખ્યમંત્રીને આશ્વાસન આપ્યું કે, રાહત અને બચાવ કામગીરીમાં કોઇ કમી નહીં રહે. આ માટે NDRF તેમજ SDRFની ટીમોને તાત્કાલિક અસરથી સક્રિય કરવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને તાત્કાલિક ખોરાક, પાણી તથા તબીબી સેવા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે.

મુખ્યમંત્રીએ પણ કેન્દ્ર સરકારને રાજ્ય સરકારે હાથ ધરેલા પગલાંની વિગત આપી છે. એક 'ડબલ એન્જિન' સરકાર તરીકે, ઉત્તરાખંડ સરકારે આફત સમયે કેન્દ્રના સહયોગથી ઝડપી અને સુદૃઢ કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનામાં કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચેનો તાત્કાલિક સંકલન ખૂબ જ નોંધપાત્ર છે. વડા પ્રધાન અને ગૃહમંત્રીનું ત્વરિત પ્રતિસાદ એ બતાવે છે કે, કુદરતી આપત્તિઓ સામે લડવા માટે સરકાર સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે.

આ પણ વાંચો : VIDEO: પ્રસિદ્ધ પર્યટન સ્થળ પર વાદળું ફાટ્યું! અંધારામાં ચારેયકોર તબાહી, મંજર ડરામણું

દહેરાદૂનના સહસ્ત્રધારા વિસ્તારમાં વાદળ ફાટવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે. અત્યારની સૌથી મોટી જરૂરિયાત એ છે કે, રાહત કામગીરીમાં ગતિ લાવવી અને લોકોને વહેલી તકે સહાય પહોંચાડવી. આગામી દિવસોમાં જો વાતાવરણ સ્થિતિ વધારે બગડે તો સરકારને હજુ વધુ મજબૂત અને યોગ્ય પગલાં લેવા પડશે. હવે જોવાનું એ રહે છે કે રાજ્ય સરકાર કેન્દ્રની મદદથી આ સંકટનો સામનો કેવી રીતે કરે છે અને લોકોને કેટલી ઝડપથી સામાન્ય જીવનમાં પાછા લાવવામાં સક્ષમ છે.

આ પણ વાંચો : મંદિર ડૂબ્યું! હોટલોનો સત્યાનાશ, હાઈવે ધોવાયો, સહસ્ત્રધારામાં આભ ફાટ્યું, જુઓ VIDEO

દેહરાદૂનના પ્રસિદ્ધ પર્યટન સ્થળ સહસ્ત્રધારામાં ગઈકાલે મોડી રાત્રે ભારે વરસાદ બાદ વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. ધોધમાર વરસાદ અને વાદળ ફાટવાથી સહસ્ત્રધારાની ઘણા દુકાનો ધોવાઈ ગઈ છે અને પુર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ અકસ્માતમાં હાલમાં સુધી ઓછામાં ઓછા બે લોકો ગુમ છે. રાહત અને બચાવ કાર્ય સતત ચાલુ છે. જિલ્લા વહીવટીતંત્ર, SDRF (સ્ટેટ ડિસાસ્ટ રિસ્પોન્સ ફોર્સ) અને પોલીસ તંત્ર સ્થળ પર પહોંચીને રાતભર કામગીરીમાં જોડાયેલા છે. સ્થાનિક લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કાર્યવાહી પૂર્ણ થવાની કગારે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dehradun Sahasradhara Uttarakhand

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ