બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:13 AM, 16 September 2025
Dehradun Cloud burst : દેહરાદૂનથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. સોમવાર મોડી રાત્રે ઉત્તરાખંડના સહસ્ત્રધારા અને મસૂરી વિસ્તારોમાં વાદળ ફાટવાથી ભારે હડકંપ મચ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ સહસ્ત્રધારાના કાર્ડિગડ ગામ અને આસપાસના વિસ્તારોમાં થયેલી આ કુદરતી આફતે અનેક હોટલ અને દુકાનોને નુકસાન પહોંચાડ્યું છે, જ્યારે મસૂરીના ઝાડીપાની વિસ્તારમાં એક મજૂરનું મોત અને એકના ગંભીર રીતે ઘાયલ થવાના સમાચાર છે.
ADVERTISEMENT
BREAKING: A major cloudburst has hit near Dehradun, Uttarakhand, India. Heavy rain has triggered a flash flood in the Sahastradhara area, and at least two people are reported missing. pic.twitter.com/OrBHzgkDXC
— Volcaholic 🌋 (@volcaholic1) September 16, 2025
સહસ્ત્રધારામાં ભારે નુકસાન: કાટમાળ હેઠળ ફસાયા લોકો
ADVERTISEMENT
કાર્ડિગડના ગામના વડા રાકેશ જાવડીએ જણાવ્યું કે, મુખ્ય બજારમાં રાત્રે અંદાજે 11:30 વાગ્યે વાદળ ફાટતાં ભીષણ કાટમાળ પડ્યો. બે થી ત્રણ મોટી હોટલો તથા 7 થી 8 દુકાનો સંપૂર્ણ રીતે ધરાશાયી થઈ ગઈ.
BREAKING: Major cloudburst near Dehradun, Uttarakhand; a massive landslide and heavy rain reported from the Sahastradhara area. Two people are believed to be missing so far.#Uttarakhand #UttarakhandRain pic.twitter.com/odKkqxG5u1
— Vani Mehrotra (@vani_mehrotra) September 16, 2025
ADVERTISEMENT
આ ઘટનામાં લગભગ 100 જેટલા લોકો કાટમાળ વચ્ચે ફસાઈ ગયા હતા, જેમને સ્થાનિક ગ્રામજનોએ ભારે પ્રયત્નો પછી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. હજુ સુધી 1-2 લોકો ગુમ હોવાનું મનાય છે, પરંતુ આ અંગે સત્તાવાર પુષ્ટિ હજુ થવાની બાકી છે. તેમના શોધી કાઢવાની કામગીરી સતત ચાલી રહી છે.
Extremely heavy rainfall overnight mainly in northern parts of Dehradun
— Weatherman Shubham (@shubhamtorres09) September 16, 2025
Malsi (Zomato AWS) in Dehradun recorded 325mm rainfall since yesterday 8pm
Video from Vijay Gaur Ji (Sahastradhara) and Riya Mishra Ji (IT Park, Sahastradhara road) pic.twitter.com/rZf9gIPuM1
ADVERTISEMENT
ડિઝાસ્ટર કંટ્રોલ રૂમથી શું મળી માહિતી ?
રાત્રે 2 વાગ્યે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ તરફથી મળેલી માહિતી અનુસાર SDRF અને ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે મોકલાઈ હતી, પરંતુ રસ્તા પર પડેલા ભારે કાટમાળના કારણે તેઓ તરત પહોંચી શક્યા ન હતા. જાહેર બાંધકામ વિભાગની JCB ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને રસ્તો ખોલવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.
ADVERTISEMENT
देहारादून - सहस्रधारा में देर रात फटा बादल
— Ritika Rajora (@Rrajora07) September 16, 2025
मुख्य बाजार में मलबा घुसा, हड़कंप मचा
कई होटल और दुकानों को भारी नुकसान
जिला प्रशासन का रेस्क्यू ऑपरेशन जारी #Dehradun #Cloudburst #Sahastradhara #Uttarakhand #BreakingNews #Disaster #RescueOperation pic.twitter.com/g3tK1RNxCt
IT પાર્ક નજીક પણ ભીષણ સ્થિતિ, નદીનું સ્તર વધ્યું
ADVERTISEMENT
સહસ્ત્રધારા નજીકના IT પાર્ક વિસ્તારમાં પણ અચાનક ભારે કાટમાળ પડ્યો. રાત્રે લગભગ 12:30 થી 1 વાગ્યાની વચ્ચે આ ઘટના બની. કાટમાળના કારણે સોંગ નદીનું પાણીનું સ્તર નોંધપાત્ર રીતે વધી ગયું છે.
Major #cloudburst in the outskirts of #Dehradun.
— Chaudhary Parvez (@ChaudharyParvez) September 16, 2025
Massive landslide and heavy downpour reported from #Sahastradhara area.
2 persons missing so far. SDRF, NDRF teams rushed for rescue ops.#Flood #India #uttrakhand pic.twitter.com/uHBWnSEoaJ
રાયપુર પોલીસ સ્ટેશનના વડા ગિરીશ નેગીએ જણાવ્યું કે, આ વિસ્તારમાં તાત્કાલિક પોલીસ દળ તૈનાત કરી દેવામાં આવ્યું છે અને લોકોને સલામત સ્થળે જવાની ચેતવણી આપવામાં આવી છે. NDRF અને SDRFની ટીમોને પણ ઘટના સ્થળે તાત્કાલિક બોલાવવામાં આવી છે. હાલે પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું અધિકારીઓનું કહેવું છે. સદનસીબે અહીંથી કોઈ જાનહાનિની સત્તાવાર માહિતી સામે આવી નથી.
#WATCH | Uttarakhand | Tamsa river in spate and Tapkeshwar Mahadev temple inundated as heavy rainfall lashes Dehradun.
— ANI (@ANI) September 16, 2025
Temple priest Acharya Bipin Joshi says, "The river started flowing heavily since 5 AM, the entire temple premises were submerged... This kind of situation had… pic.twitter.com/4E6PhKBM6K

આ પણ વાંચો : ચોમાસાના વિદાય ટાણે મુશળધાર વરસાદની ચેતવણી, ગુજરાત પર પણ અસર, IMDની 'ત્રાટકતી' આગાહી
મસૂરીમાં કાટમાળ: એક મજૂરનું મૃત્યુ, બીજો ઘાયલ
મસૂરીના ઝાડીપાની વિસ્તારમાં પણ ભારે વરસાદને કારણે એક દુખદ ઘટના બની. અહીં મજૂરોના કાચા રહેઠાણ પર કાટમાળ પડતાં એક મજૂરનું મૃત્યુ થયું અને બીજો ગંભીર રીતે ઘાયલ થયો છે. સિટી કોટવાલ સંતોષ કુંવરે જણાવ્યું કે, ભારે વરસાદના કારણે પાણી સાથે કાટમાળ તેમના રહેઠાણ પર આવી પડ્યો હતો, જેના કારણે એક મજૂર કાટમાળ નીચે દટાઈ ગયો અને તેનું સ્થળ પર જ મૃત્યુ થયું, જ્યારે બીજાને ગંભીર ઇજા પહોંચી છે. સ્થાનિક લોકોએ અને પોલીસની ટીમે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી અને ઘાયલ મજૂરને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.