બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ચોમાસાના વિદાય ટાણે મુશળધાર વરસાદની ચેતવણી, ગુજરાત પર પણ અસર, IMDની 'ત્રાટકતી' આગાહી

હવામાન અપડેટ / ચોમાસાના વિદાય ટાણે મુશળધાર વરસાદની ચેતવણી, ગુજરાત પર પણ અસર, IMDની 'ત્રાટકતી' આગાહી

Published By: Priykant Shrimali

Last Updated: 07:28 AM, 16 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rain Forecast : હવામાન વિભાગે આગામી 72 કલાક માટે મુશળધાર વરસાદની ચેતવણી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ, આજે આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

Rain Forecast : 2025માં ચોમાસાની વિદાયની પ્રક્રિયા ત્રણ દિવસ વહેલી શરૂ થઈ ગઈ છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 14 સપ્ટેમ્બરથી રાજસ્થાનના શ્રીગંગાનગર, નાગૌર, જોધપુર અને બાડમેરમાંથી ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે. આગામી દિવસોમાં આ પ્રક્રિયા કચ્છ (ગુજરાત), પંજાબ, જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના પર્વતીય વિસ્તારો સુધી પહોંચી શકે છે.

વિદાય પહેલા વરસાદનો કહેર

ચોમાસાની વિદાય પહેલાં ઘણા રાજ્યોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. બિહાર અને ઝારખંડમાં સતત વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે બિહાર માટે આગામી 72 કલાક માટે મુશળધાર વરસાદની ચેતવણી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. રાજ્યના ઓછામાં ઓછા 9 જિલ્લામાં ભારે વરસાદ અને વાવાઝોડા સાથે વીજળી પડવાની શક્યતા છે. મંગળવારે પવનની ગતિ 40-50 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. બિહારમાં સોમવારે સરેરાશ 12.1 મીમી વરસાદ નોંધાયો હતો, જે આજે વધુ વધે તેવી શક્યતા છે. બંગાળની ખાડીમાં સક્રિય ચક્રવાતી પરિભ્રમણને કારણે 19 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે ગુજરાતમાં અહીં પડશે વરસાદ

હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આજે એટલે કે, મંગળવારે (16 સપ્ટેમ્બર) ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, ભરુચ, નર્મદા, વડોદરા, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવે જોઈએ અન્ય રાજ્યોની સ્થિતિ

  • ઉત્તર પ્રદેશ, ઝારખંડ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને આસામમાં પણ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
  • ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર અને ગોવા સહિત અનેક વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવના છે.
  • અરુણાચલ પ્રદેશમાં 21 સપ્ટેમ્બર સુધી વરસાદ ચાલુ રહી શકે છે.
  • મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને સિક્કિમમાં 18 સપ્ટેમ્બર સુધી વરસાદ ચાલે તેવી શક્યતા છે.

દિલ્હી-NCRમાં હળવો વરસાદ શક્ય

દિલ્હી અને એનસીઆર વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી વરસાદ નહોતો નોંધાયો, જેના કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. જો કે, 17-18 સપ્ટેમ્બરે હળવો વરસાદ પડી શકે છે. પૂર્વી ઉત્તર પ્રદેશ અને બિહાર પર બનનારી ચક્રવાતી પરિસ્થિતિની પૂર્વ-પશ્ચિમ ટ્રફ લાઇનના કારણે આ અસર જોવા મળી શકે છે. જોકે, આ વરસાદ તાપમાનમાં મોટા ફેરફાર લાવશે નહીં. દિલ્હીનું મહત્તમ તાપમાન લગભગ 35°C અને લઘુત્તમ 25°C જેટલું રહે તેવી સંભાવના છે.

આ પણ વાંચો : સ્ટેજ પર PM મોદી પાસે પહોંચ્યા પપ્પુ યાદવ, કાનમાં કઈક કહ્યું અને બંને હસવા લાગ્યા, વીડિયો VIRAL

હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલ વિસ્તારોમાં લોકોને સલામત રહેવા, અનાવશ્યક મુસાફરીથી બચવા અને સ્થાનિક સંસ્થાઓની સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે. ખેડૂતો અને માછીમારો માટે પણ આવનારા દિવસો ખૂબ જ અગત્યના રહેશે, જેથી તેઓ હવામાન પર નજર રાખે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

monsoon departure Weather update rain forecast

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ