બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / મંદિર ડૂબ્યું! હોટલોનો સત્યાનાશ, હાઈવે ધોવાયો, સહસ્ત્રધારામાં આભ ફાટ્યું, જુઓ VIDEO

દહેરાદૂન / મંદિર ડૂબ્યું! હોટલોનો સત્યાનાશ, હાઈવે ધોવાયો, સહસ્ત્રધારામાં આભ ફાટ્યું, જુઓ VIDEO

Published By: Priykant Shrimali

Last Updated: 10:10 AM, 16 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dehradun Cloudburst : ભારે વરસાદ અને વાદળ ફાટવાના પગલે ધોરણ 1 થી 12 સુધીની તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ, CMએ કહ્યું, હું સ્થાનિક વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છું અને પરિસ્થિતિ પર વ્યક્તિગત રીતે નજર રાખી રહ્યો છું.

Dehradun Cloudburst : દેહરાદૂનના પ્રસિદ્ધ પર્યટન સ્થળ સહસ્ત્રધારામાં ગઈકાલે મોડી રાત્રે ભારે વરસાદ બાદ વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. ધોધમાર વરસાદ અને વાદળ ફાટવાથી સહસ્ત્રધારાની ઘણા દુકાનો ધોવાઈ ગઈ છે અને પુર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ અકસ્માતમાં હાલમાં સુધી ઓછામાં ઓછા બે લોકો ગુમ છે. રાહત અને બચાવ કાર્ય સતત ચાલુ છે. જિલ્લા વહીવટીતંત્ર, SDRF (સ્ટેટ ડિસાસ્ટ રિસ્પોન્સ ફોર્સ) અને પોલીસ તંત્ર સ્થળ પર પહોંચીને રાતભર કામગીરીમાં જોડાયેલા છે. સ્થાનિક લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કાર્યવાહી પૂર્ણ થવાની કગારે છે.

ધોરણ 1 થી 12 સુધીની તમામ શાળાઓ બંધ

ભારે વરસાદ અને વાદળ ફાટવાના પગલે દહેરાદૂનમાં ધોરણ 1 થી 12 સુધીની તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. જિલ્લાધિકારીઓ દ્વારા જાહેર કરવામાં આવેલી આ આગાહી સ્થળ પર ગંભીર સ્થિતિની સૂચના આપે છે.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી એ ટ્વીટ કરીને જણાવ્યું કે, દેહરાદૂનનાં સહસ્ત્રધારા ખાતે ગઈકાલે મોડી રાત્રે ભારે વરસાદને કારણે કેટલીક દુકાનોને નુકસાન થયું છે. જિલ્લા વહીવટીતંત્ર, SDRF અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલા છે. હું સ્થાનિક વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છું અને પરિસ્થિતિ પર વ્યક્તિગત રીતે નજર રાખી રહ્યો છું.

કેન્દ્ર સરકાર પણ સતર્ક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રી ધામી સાથે ફોન પર વાત કરી અને ઉત્તરાખંડની સ્થિતિ અંગે માહિતી લીધી. તેમણે તમામ શક્ય સહાય ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી છે. મુખ્યમંત્રી ધામીએ કેન્દ્ર સરકારના સહયોગ માટે આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે, બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

આ પણ વાંચો : VIDEO: પ્રસિદ્ધ પર્યટન સ્થળ પર વાદળું ફાટ્યું! અંધારામાં ચારેયકોર તબાહી, મંજર ડરામણું

ટપકેશ્વર મહાદેવ મંદિર ડૂબી ગયું

ભારે વરસાદના કારણે તમસા નદીમાં પૂર આવતા પ્રસિદ્ધ ટપકેશ્વર મહાદેવ મંદિર પણ આવી ગયું છે. મંદિરના પૂજારી આચાર્ય બિપિન જોશીએ જણાવ્યું કે, “સવારે 5 વાગ્યાથી નદી જોરશોરથી વહેવા લાગી હતી. આખું મંદિર સંકુલ ડૂબી ગયું હતું. આવી પરિસ્થિતિ ઘણા વર્ષોથી નહીં જોવા મળી. લોકો માટે અનુરોધ છે કે તેઓ નદીઓની નજીક ન જાય. મંદિરનું ગર્ભગૃહ સુરક્ષિત છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dehradun Sahasradhara Uttarakhand

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ