ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં મહિલાએ ફ્લેટના ત્રીજા માળેથી લગાવી મોતની છલાંગ, જુઓ કંપાવતા CCTV
Last Updated: 11:27 PM, 23 November 2025
ADVERTISEMENT
અમદાવાદ: શહેરના ચાંદખેડા વિસ્તારમાં એક હૃદય વિદારી બનાવ સામે આવ્યો છે જેમાં એક મહિલા ત્રીજા માળેથી નીચે પડી હતી. આ આખી ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના આધારે પોલીસ ઘટનાક્રમની વિગતવાર તપાસ કરી રહી છે.
ADVERTISEMENT

પ્રાથમિક માહિતી પ્રમાણે ઘટનાની જાણ થતાં જ ચાંદખેડા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. મહિલાના નીચે પડવાના કારણ અંગે હજી સ્પષ્ટતા થઈ નથી અને આ બાબત પોલીસ માટે તપાસનો મુખ્ય વિષય છે. પોલીસે અકસ્માતમોતનો ગુનો નોંધી વધુ પૂછપરછ શરૂ કરી દીધી છે.
ADVERTISEMENT

પોલીસ દ્વારા CCTV ફૂટેજનું વિશ્લેષણ પડોશીઓ તેમજ પરિજનોના નિવેદનો અને અન્ય પરિસ્થિતિ તેમજ પુરાવાઓના આધારે ઘટનાની હકીકત બહાર લાવવામાં આવશે એવી માહિતી પ્રાપ્ત થઈ છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ આમોદની શમા હોટલમાં ટ્રક ડ્રાઇવરનું હાર્ટ એટેકથી મોત, CCTVમાં ઘટના કેદ
ચાંદખેડા વિસ્તારમાં આ ઘટના બાદ સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે, અને સાચી હકીકત જાણવા સૌની નજર પોલીસની તપાસ તરફ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.