ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આમોદની શમા હોટલમાં ટ્રક ડ્રાઇવરનું હાર્ટ એટેકથી મોત, CCTVમાં ઘટના કેદ

આઘાતજનક / આમોદની શમા હોટલમાં ટ્રક ડ્રાઇવરનું હાર્ટ એટેકથી મોત, CCTVમાં ઘટના કેદ

Last Updated: 08:21 PM, 23 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મૃતકનું નામ કિસ્મઅલી સહેજાદઅલી શેખ છે, જે ઉત્તરપ્રદેશના બસ્તી જિલ્લાના મનિકૌર ગામનો રહેવાસી હતો. કિસ્મઅલી પોતાની MH06 AQ-9654 નંબરની ટ્રક હોટલની બહાર પાર્ક કરીને અંદર સોડા લેવા માટે આવ્યો હતો.

ADVERTISEMENT

Bharuch news : ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આવેલી જાણીતી શમા હોટલમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં ઉત્તરપ્રદેશના રહેવાસી એક ટ્રક ડ્રાઇવરનું અચાનક હાર્ટ એટેક આવતા મોત થયું છે. સમગ્ર ઘટના હોટલના CCTV કેમેરામાં કેદ થતાં ઘટનાની પુષ્ટિ વધુ સ્પષ્ટ બની છે.

કિસ્મતઅલી સહેજાદ અલી શેખનું મોત

માહિતી મુજબ, મૃતકનું નામ કિસ્મઅલી સહેજાદઅલી શેખ છે, જે ઉત્તરપ્રદેશના બસ્તી જિલ્લાના મનિકૌર ગામનો રહેવાસી હતો. કિસ્મઅલી પોતાની MH06 AQ-9654 નંબરની ટ્રક હોટલની બહાર પાર્ક કરીને અંદર સોડા લેવા માટે આવ્યો હતો. તે કાઉન્ટર પાસે ઊભો હતો અને સોડા લઈ ચૂક્યો હતો. સોડાનો ગ્લાસ હાથમાં લઈને પાછળ વળતાં જ અચાનક તેને હાર્ટ એટેક આવ્યો અને તે હોટલના ફ્લોર પર ધરાશાયી થઈ ગયો.

હોટલનો મેનેજર પણ સમજી ન શક્યો

ઘટના એટલી અચાનક બની કે હોટલમાં હાજર લોકો એકદમ ગભરાઈ ગયા. હોટલના માલિક ઇમરાનભાઈએ તરત જ બુદ્ધિમત્તા દર્શાવતા 108 એમ્બ્યુલન્સને જાણ કરી. હોસ્પિટલ ટીમ થોડા જ સમયમાં સ્થળ પર પહોંચી અને ડ્રાઈવરને આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો.

આ પણ વાંચો: 'કામગીરી તો કરવી જ પડશે..', કામનાં ભારણ વચ્ચે મંત્રીએ આપ્યું મોટું નિવેદન

ફરજ પરનાં તબીબે મૃત જાહેર કર્યો

પરંતુ ફરજ પરના તબીબે તપાસ બાદ કિસ્મઅલીને મૃત જાહેર કર્યો. સોડા લેવા આવેલા ક્ષણોમાં જ શરૂ થયેલી હૃદયની તકલીફને કારણે થઇ ગયેલું આ મૃત્યુ સૌ માટે અત્યંત દુઃખદ બન્યું. હોટલમાં લાગેલા CCTV ફૂટેજમાં ડ્રાઇવરનું સામાન્ય રીતે અંદર આવવું, સોડા લેવું અને પળવારમાં ધરાશાયી થવાનો દ્રશ્ય સ્પષ્ટપણે દેખાય છે. આ ફૂટેજ આમોદ પોલીસને પણ સોંપવામાં આવ્યું છે.

આમોદ પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી

આમોદ પોલીસએ ઘટના અંગે આગળની કાર્યવાહી શરૂ કરી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી વધુ વિગતો બહાર આવશે. અચાનક થયેલા આ મોતથી ટ્રાન્સપોર્ટ જગતમાં પણ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Truck driver heart attack Amod Amod Shama Hotel incident Bharuch Amod news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ