બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'કામગીરી તો કરવી જ પડશે..', કામનાં ભારણ વચ્ચે મંત્રીએ આપ્યું મોટું નિવેદન

ગુજરાત / 'કામગીરી તો કરવી જ પડશે..', કામનાં ભારણ વચ્ચે મંત્રીએ આપ્યું મોટું નિવેદન

Vidhata Gothi

Last Updated: 02:35 PM, 23 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

SIRની કામગીરીને લઈને BLOને મંત્રીએ સૂચના આપી છે. મંત્રી ઈશ્વરસિંહ પટેલે કહ્યું - કામગીરી તો કરવી જ પડશે. અત્યારે ધીમી ગતિએ કામગીરી ચાલે છે. મંત્રીએ કહ્યું આ તમારી ફરજ છે અને કામ કરવું જ પડશે.

તાજેતરમાં જ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામમાં ફરજ બજાવતા સરકારી શિક્ષક અને BLOએ માનસિક તણાવ તેમજ કામગીરીના ભારણને કારણે આત્મહત્યા કરી લીધી. તો વડોદરામાં SIRની કામગીરી વચ્ચે એક વધુ કર્મચારીની તબિયત લથડી ગઈ. જેને તાત્કાલિક હોસ્પિટલે લઈ જવામાં આવ્યા, જ્યાં ડૉકટરે કર્મચારીને મૃત જાહેર કર્યા હતા. ત્યારે હાલમાં BLOની કામગીરી અંગે ઘણો વિવાદ ઉભો થયો છે અને સાથે જ વિપક્ષ પણ સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યું છે. એવામાં રાજપીપળામાં મંત્રી ઈશ્વરસિંહ પટેલે BLOની કામગીરી અંગે નિવેદન આપ્યું છે.

BLOના વિરોધ વચ્ચે મંત્રી ઈશ્વરસિંહ પટેલે BLOની વર્તમાન કામગીરીને ધીમી ગણાવી છે અને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે કામગીરી તો કરવી જ પડશે, કારણ કે આ દરેકની ફરજ છે. રાજ્યના મંત્રીએ જણાવ્યું કે BLO હોય કે અન્ય કોઈ કર્મચારી – ચૂંટણી પંચની કામગીરીમાં સૌએ સહકાર આપવો જ પડે છે. રાજપીપળામાં આપવામાં આવેલા આ નિવેદનથી BLO કામગીરીને લઈને ઉભા થઈ રહેલા વિવાદને વેગ મળ્યો છે.

vtv app promotion

ઈશ્વરસિંહ પટેલે BLOને ઝડપી કામ કરવા સૂચના આપી છે. રાજપીપળામાં મીડિયા સાથે વાતચીત કરતા જ્યારે મંત્રી ઈશ્વરસિંહ પટેલને પૂછવામાં આવ્યું કે BLOની કામગીરીથી શિક્ષકો નારાજ છે અને આત્મહત્યા પણ કરી છે તો તેમણે કહ્યું, "આમાં એવું કઈ છે નહીં. જે કામગીરી છે એ કામગીરી આપણે કરવી જ પડતી હોય છે. એ આપણી કામગીરીનો એક ભાગ છે. એટલે BLO હોય કે આપણે બધા લોકો હોય, આ કામગીરી જયારે સમયમર્યાદામાં પૂર્ણ કરવાની હોય ત્યારે એ કામગીરી કરવી જ પડતી હોય છે.

આ પણ વાંચો: રાજકુમાર જાટ કેસની ફાઈલ કરી રી-ઓપન, હવે નવા એંગલથી તપાસ શરૂ

કામના ભારણને કારણે એક BLOએ આત્મહત્યા કરી લીધી, તો આ પછી રાજ્યભરમાં BLOનો વિરોધ ફાટી નીકળ્યો છે. આ પરિસ્થિતિમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલે સ્પષ્ટ સૂચના આપી કે કોઈપણ પરિસ્થિતિમાં ફરજ બજાવવી જ પડે. BLOના વિરોધોની વચ્ચે જ્યારે તેમને કામની જવાબદારી વિશે પૂછવામાં આવ્યું, ત્યારે મંત્રીએ ફરી એકવાર ભારપૂર્વક જણાવ્યું કે 'કામ તો કરવું જ પડે, આ તમારી ફરજ છે.' આવી સ્પષ્ટતા સાથે મંત્રીએ BLO કર્મચારીઓને આગામી દિવસોમાં કામગીરી ઝડપી કરવાનું પણ સૂચન આપ્યું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ishwarsinh Patel Election Commission BLO Work
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ