ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રાજકુમાર જાટ કેસની ફાઈલ કરી રી-ઓપન, હવે નવા એંગલથી તપાસ શરૂ

ગુજરાત / રાજકુમાર જાટ કેસની ફાઈલ કરી રી-ઓપન, હવે નવા એંગલથી તપાસ શરૂ

Published By: Priyankka Triveddi

Last Updated: 11:30 AM, 23 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkumar Jat Case: રાજકુમાર જાટના કેસમાં તમામ ફરિયાદ ફાઈલ ફરીથી ખોલી સુરેન્દ્રનગર પોલીસે નવી તપાસ શરૂ કરી છે.

ADVERTISEMENT

Rajkumar Jat Case: શંકાસ્પદ પરિસ્થિતિમાં મળેલા રાજકુમાર જાટના મોત મામલે હવે પોલીસ ફરી સક્રિય બની છે. હાઇકોર્ટના આદેશ બાદ કેસના ઘણા રહસ્યો ફરી બહાર આવવાની શક્યતા વધી ગઈ છે.

હાઇકોર્ટના આદેશ બાદ કેસની ફાઈલો ફરી ખોલાઈ

રાજકુમાર જાટના રહસ્યમય મોતને લઈને સુરેન્દ્રનગર પોલીસ ફરી સક્રિય થઈ ગઈ છે. હાઇકોર્ટ દ્વારા બનેલી વિશેષ કમિટીએ કેસની નવી તપાસ કરવાનો આદેશ આપતાં જ તમામ પોલીસ ફરિયાદોની ફાઈલો રિ-ઓપન કરવામાં આવી છે. જાણકારી મુજબ રાજકુમાર જાટનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળ્યો હતો, જેના કારણે કેસ વધુ ગંભીર બની ગયો છે. રાજકોટમાં એક અને ગોંડલ B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે ફરિયાદ નોંધાઈ હતી, જે હવે ફરીથી તપાસ માટે ખોલાઈ છે.

RAJKUMAR-JAT

SPની દેખરેખ હેઠળ બહુદિશામાં તપાસ શરૂ

સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુએ કેસની તપાસની સંપૂર્ણ જવાબદારી સંભાળી છે અને તેમણે તમામ એંગલથી તપાસ શરૂ કરી છે. તેમની સાથે DySP જે.ડી. પુરોહિત અને અન્ય અનુભવી પોલીસકર્મીઓ પણ જોડાયા છે. પોલીસે મોડી રાત સુધી ગણેશ ગોંડલ સહિત કુલ 13 લોકોની પૂછપરછ કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જો તપાસમાં જરૂર પડશે તો ગણેશ ગોંડલની ફરીથી પૂછપરછ પણ કરી શકાય છે. તપાસ ટીમ વિવિધ શંકાસ્પદ મુદ્દાઓ, જૂના નિવેદનો અને નોંધાયેલી ફરિયાદોની વિગતોને ફરી ખંગાળી રહી છે.

10 ડિસેમ્બરે હાઇકોર્ટમાં રિપોર્ટ સોંપાશે

હાઇકોર્ટને 10 ડિસેમ્બર સુધીમાં સુરેન્દ્રનગર પોલીસે વિગતવાર તપાસ રિપોર્ટ રજૂ કરવો છે. હાલ પોલીસ તમામ તકનીકી માહિતી, મેડિકલ રિપોર્ટ અને ફરિયાદોની વિગતોને એક સાથે જોડીને તપાસનો અંતિમ દોર પૂરો કરી રહી છે. કેસ સાથે જોડાયેલા ઘણા મુદ્દાઓનું પુન: મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે અને તપાસ અધિકારીઓ આ કેસમાં કોઈ પણ દિશાને અવગણવાના પક્ષમાં નથી. રાજકુમાર જાટના પરિવાર અને સ્થાનિક લોકો હવે આ કેસમાં સત્ય બહાર આવશે તેવી આશા રાખી રહ્યા છે.

આ પણ વાંચો: મહિલા ડૉક્ટર આપઘાત કેસમાં નવો વળાંક, પોસ્ટમોર્ટમ સેમ્પલમાં ગંભીર બાબત સામે આવી

vtv app promotion

જાણો શું હતો મામલો ?

ગોંડલના (Gondal) ગાયત્રીનગરમાં રહેતા અને પાઉંભાજીનો ધંધો કરતા રતનલાલ શંકરલાલ જાટે આક્ષેપ કર્યા હતા કે, 'ગત બીજી માર્ચે હું અને મારો પુત્ર રાજકુમાર સાથે ઘરે જવા બાબતે મોટે-મોટેથી બોલતા-બોલતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા સામેથી પસાર થયા હતા. ત્યારે અટકાવીને પુત્ર ગણેશ જાડેજા તથા 7-10 માણસોએ માર માર્યો હતો. બાદમાં અમે બન્ને ઘરે જતાં રહ્યા હતા. જો કે બાદમાં ખોટી રીતે માર મારવામાં આવ્યો હોવાથી પુત્ર રાજકુમાર એ જ દિવસે રાત્રે ફરી પૂર્વ ધારાસભ્યના બંગલે ફરિયાદ કરવા ગયો હતો, પરંતુ તે બાદ તે રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો. આ બાબતે સ્થાનિક ગોંડલ પોલીસને જાણ કરાઈ હતી. ત્યાર બાદ રાજકોટ એસ.પી. ને લેખિત ફરિયાદ અરજી આપી હતી, તે પછી ગોંડલ પોલીસે તપાસ શરૂ કરી હતી.' દરમિયાન પોલીસને ત્રણ માર્ચના દિવસે મધ્યરાત્રિએ 3 વાગ્યે કુવાડવા નજીક વાહન અડફેટે ઈજા પામ્યા બાદ મૃત્યુ પામેલા અજાણ્યા યુવાન અને ગોંડલનાં લાપત્તા યુવાન વચ્ચે સામ્યતા જણાતા એ દિશામાં તપાસ શરૂ કરી હતી. જે પછી મૃત્યુ પામનાર યુવક રાજકુમાર હોવાનો સામે આવતા કેસમાં નવો વળાંક આવ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ganesh Gondal Surendranagar Police Rajkumar Jat Case

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ