બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / મહિલા ડૉક્ટર આપઘાત કેસમાં નવો વળાંક, પોસ્ટમોર્ટમ સેમ્પલમાં ગંભીર બાબત સામે આવી

સુરત / મહિલા ડૉક્ટર આપઘાત કેસમાં નવો વળાંક, પોસ્ટમોર્ટમ સેમ્પલમાં ગંભીર બાબત સામે આવી

Priyankka Triveddi

Last Updated: 10:17 AM, 23 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat Sarthana Physiotherapist Suicide: સુરતના સરથાણામાં 28 વર્ષીય મહિલા ફિઝિયોથેરાપી ડોક્ટરે આપઘાત કર્યો હતો તે કેસમાં એક નવી માહિતી સામે આવી છે. એક નવી વાતનો ખુલાસો થયો છે.

Surat Sarthana Physiotherapist Suicide: સુરતના સરથાણા વિસ્તારમાં 21 નવેમ્બર ગુરુવારે સાંજે એક મહિલાએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો હતો. 21 નવેમ્બરની સાંજે લગભગ 7:15 વાગ્યા આસપાસ સરથાણા બિઝનેસ હબના 9માં માળે આવેલા ચાય પાર્ટનર કેફેમાંથી 28 વર્ષીય ફિઝિયોથેરાપી ડોક્ટર રાધિકા જમનભાઈ કોટડીયાએ નીચે કૂદી આપઘાત કર્યો હતો. અને પ્રાથમિક માહિતી અનુસાર આ મહિલા તબીબના 2 મહિના પછી લગ્ન થવાના હતા. ત્યારે આ મહિલા તબીબે આવું પગલું કેમ લીધું હશે તેની તપાસનો દોર ચાલી રહ્યો છે એ વચ્ચે સુરત પોલીસને આ કેસમાં એક નવી કડી હાથ લાગી છે.

સુરત ડોક્ટર આપઘાત કેસમાં નવો વળાંક

સુરતના સરથાણા વિસ્તારમાં ફિઝિયોથેરાપી ડોક્ટર રાધિકા કોટડીયાના આપઘાત કેસમાં નવો વળાંક સામે આવ્યો છે. નવમા માળેથી કૂદી આપઘાત કરનારી રાધિકાના પોસ્ટમોર્ટમ દરમિયાન ગંભીર બાબત બહાર આવી છે કે તેણીએ કૂદકા પહેલા ઝેરી દવાઓ ખાધી હતી. તપાસમાં જાણવા મળ્યું કે રાધિકાએ ચાય પાર્ટનર કાફેમાં બેસીને ફૂડમાં મિક્સ કરવાની ઝેરી દવા લીધી હતી. મૃત્યુનું ચોક્કસ કારણ અને શરીરમાં ઝેરની અસર જાણી શકાય એ માટે ડોક્ટરના વિસેરા સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. પોલીસ હાલમાં રાધિકાના પરિવારજનો તેમજ મંગેતર કિશનથી પૂછપરછ કરી રહી છે. રાધિકાના 19 ફેબ્રુઆરીએ લગ્ન થવાના હતા, જેને કારણે કેસ વધારે ગંભીર બન્યો છે.

રાધિકા–કિશન વચ્ચે ઝઘડા અને WhatsApp ચેટ મળી

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે રાધિકા કોટડીયા અને તેના મંગેતર કિશન વચ્ચે નાની-નાની બાબતે ઝઘડો થતો હતો. રાધિકાએ WhatsApp ચેટમાં કિશનને લખ્યું હતું કે નાની બાબતે પેરેન્ટ્સને વાત ન કહેવાય, જે તેમના સંબંધમાં ચાલતા તણાવનું સંકેત આપે છે. સરથાણા પોલીસે ઘટનાસ્થળ અને બિલ્ડિંગના CCTV ફૂટેજ મેળવ્યા છે અને સમગ્ર ઘટનાક્રમની વધુ તપાસ ચાલી રહી છે. પોલીસને મળેલી ચેટ, ઝેરના રસાયણોની હાજરી અને કિશન-રાધિકા વચ્ચેના મતભેદને આધારે કેસ હવે વધુ ગંભીર દિશામાં આગળ વધી રહ્યો છે.

સરથાણામાં ચલાવતી હતી ફિઝિયો ક્લિનિક

મળતી માહિતી મુજબ રાધિકા મૂળ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટી ભેગડી ગામની વતની હતી અને હાલમાં સરથાણા વિસ્તારમાં વિશ્વા રેસિડેન્સીમાં માતા-પિતા અને એક ભાઈ સાથે રહેતી હતી. તેના પિતા હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે નોકરી કરે છે. રાધિકા સરથાણા જકાતનાકા નજીકના વિકાસ શોપર્સના પહેલા માળે પોતાનું શ્રીજી ફિઝિયો ક્લિનિક ચલાવતી હતી. 21 નવેમ્બરના રોજ પણ તે નિયમિત રીતે સવારે ક્લિનિક ગઈ હતી અને બપોરે જમવા માટે ઘરે આવીને ફરી ક્લિનિક જવા નીકળી ગઈ હતી. સાંજે તેણે ઓફિસ સ્ટાફને 'હું યોગી ચોક જઈ રહી છું' કહીને નીકળી ગઈ હતી.

આ પણ વાંચો: એન્ટિબાયોટિકના વધારે પડતા ઉપયોગથી તેની અસરકારકતા ઘટી, બીમારી સામે પ્રતિકારનો રેશિયો 42% જેટલો નીચે આવ્યો

vtv app promotion

શું છે સમગ્ર વિગત

રાધિકાની સગાઈ છ મહિના પહેલાં થઈ હતી અને આવતી 19 ફેબ્રુઆરી 2026ના રોજ તેના લગ્ન થવાના હતા. પરિવારજનોએ જણાવ્યું કે રાધિકા રોજ સવાર-સાંજ પોતાના મંગેતર સાથે વાતો કરતી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસને શંકા છે કે મંગેતર સાથેના કોઈ અણબનાવ અથવા તણાવને કારણે તેણે આ આપઘાતનું પગલું ભર્યું હોઈ શકે છે. માહિતી પ્રમાણે, 21 નવેમ્બરની સાંજે 7:15 વાગ્યાની આસપાસ તે સરથાણા બિઝનેસ હબમાં 9મા માળે આવેલા ચાય પાર્ટનર કાફેમાં ગઈ હતી. કેફેમાં તે કેટલાક મિનિટો બેઠી રહી હતી, ત્યાં અન્ય કપલ્સ પણ હતાં. દરમિયાન તે અચાનક ખુરશી પરથી ઊભી થઈ અને પાળી ઉપર ચડીને નીચે ઝંપલાવ્યું હતું. કંઈક જોરથી પત્કાયાનો અવાજ સાંભળીને આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. રાધિકાને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat Police Surat Sarthana Physiotherapist Surat Doctor Suicide
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ