બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / એન્ટિબાયોટિકના વધારે પડતા ઉપયોગથી તેની અસરકારકતા ઘટી, બીમારી સામે પ્રતિકારનો રેશિયો 42% જેટલો નીચે આવ્યો

જાણી લેજો / એન્ટિબાયોટિકના વધારે પડતા ઉપયોગથી તેની અસરકારકતા ઘટી, બીમારી સામે પ્રતિકારનો રેશિયો 42% જેટલો નીચે આવ્યો

Last Updated: 09:40 AM, 23 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે જાતે જ ડોક્ટર બની સામાન્ય બીમારીમાં મેડિકલ સ્ટોર પર થી એન્ટીબાયોટીક દવા લઈ લો છો તો ચેતી જજો કારણ કે હવે એન્ટી બાયોટીક દવાનો રેઝિસ્ટન્ટ વધ્યો છે જેના કારણે હવે એન્ટી બાયોટીક પ્રતિકારનો રેશિયો 42% પર પહોંચ્યો છે .

જો તમે ડોક્ટર ની સલાહ વગર શરદી તાવ કે માથાના દુખાવા માટે એન્ટિબાયોટિક દવા લો છો તો ચેતી જજો નહીં તો ભારે પડશે ..સર્વે મુજબ એન્ટિ બાયોટિક પ્રતિકાર 42% પર પહોંચ્યો છે જેના કારણે હવે ICU દાખલ દર્દી ને દવા અસર નથી કરી રહી ..

ગુજરાતની તમામ સરકારી મેડિકલ કોલેજો અને હોસ્પિટલોમાં 18 નવેમ્બરથી 24 નવેમ્બર સુધી ‘વિશ્વ એન્ટિમાઇક્રોબાયલ જાગૃતિ સપ્તાહ’ની ઉજવણી ચાલી રહી છે. આનો મુખ્ય ઉદેશ્ય એન્ટિબાયોટિકનો ખોટો અને વધારે ઉપયોગ ન કરવાનો છે. રાજ્યમાં તાજેતરમાં જ બહાર પાડવામાં આવેલા ગુજરાત રાજ્ય એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ સર્વેલન્સ નેટવર્કના રિસર્ચમાં જાણવા મળ્યું કે, ઈ.કોલાઈ અને ક્લેબ્સિયેલા જેવા ખતરનાક બેક્ટેરિયામાં કાર્બાપેનેમ સામે 42% સુધી પ્રતિકાર વધી ગયો છે. એટલે કે ગંભીર દર્દીઓને બચાવવા માટે હવે કોઈ દવા કામ નહીં કરે. આ અંગે સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડૉ.રાકેશ જોશીએ જણાવ્યું કે, એઝીથ્રોમાઇસીન , એમોક્સીસિલિન, સેફિકસીમ, મેટ્રોનીડાઝોલ અને ડોક્સીસાયક્લિન જેવી દવા દર્દીઓ વધુ લઈ રહ્યા છે. આ દવાઓ ડૉક્ટરના પ્રિસ્ક્રીપ્શન વિના લેવાથી નુકસાન થઈ શકે છે. અને જો ડૉક્ટર આ દવા લખે તો તેનો પૂરો કોર્સ લેવો જોઈએ. આપણી આદત છે કે બે-ત્રણ દિવસમાં તાવ ઓછો થાય એટલે દવા બંધ કરી દઈએ છીએ.

એક રિસર્ચ પ્રમાણે નાગરિકો એન્ટી બાયોટીક દવા ના આદિ બની ગયા છે ..જ્યારે પણ તાવ શરદી કે ખાંસી જેવી બીમારી થાય તો ડૉક્ટર ના પ્રિસ્કીપ્રસન્ન વગર જ એન્ટીબાયોટીક દવાનું સેવન કરી લેતા હોય છે જેના કારણે એન્ટી બાયોટીક પ્રતિકાર ઘટી જાય છે અને જ્યારે ગંભીર બીમારીમાં ICUમાં દાખલ થાય ત્યારે દવા તેમને અસર કરતી નથી ..

આ પણ વાંચોઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આજે કચ્છની મુલાકાતે, 500 કરોડથી વધુના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ

એઝીથ્રોમાઇસીન , એમોક્સીસિલિન , સેફિકસીમ , મેટ્રોનીડાઝોલ, ડોક્સીસાયક્લિન જેવી દવા દર્દીઓમાં વધુ લેવાઈ રહી છે ..આવી દવાઓ લોકો ડોક્ટરના પ્રસ્ક્રિપ્શન વગર જ લઈ રહ્યા છે. આ દવા લેતા પહેલા નાગરિકોએ ડોક્ટર પાસે જવું જરૂરી છે ..નાની બીમારીમાં એન્ટી બાયોટીક દવા લેવાનું દર્દીઓ એ ટાળવું જોઈએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Misuse of Antibiotics AMR Awareness Week Antibiotic Resistance
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ