ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આજે કચ્છની મુલાકાતે, 500 કરોડથી વધુના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ
Last Updated: 08:11 AM, 23 November 2025
ADVERTISEMENT
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આજે કચ્છ જિલ્લાની વિકાસ યાત્રાને વધુ ગતિ આપવા માટે વિશેષ મુલાકાતે જશે. આ પ્રસંગે તેઓ કુલ ₹500 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ તથા શિલાન્યાસ કરશે.
ADVERTISEMENT
મુખ્યમંત્રી સૌથી પહેલા ગાંધીધામ પહોંચશે, જ્યાં તેઓ શહેરની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને મનપા દ્વારા હાથ ધરવામાં આવેલા ₹176 કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરશે.
કચ્છની આ ઐતિહાસિક મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ પણ કરશે. સમાજના અખંડ એકતા અને સમરસતાને પ્રેરણા આપતા આ અનાવરણ પ્રસંગે તેઓ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પશે અને ડૉ. આંબેડકરના વિચારોને યાદ કરશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ રાજકુમાર જાટ કેસમાં એક્શનમાં તપાસ ટીમ, SP કચેરીમાં ગણેશ જાડેજાની પૂછપરછ
કચ્છ માટે છેલ્લા કેટલાય વર્ષોમાં કરોડો રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સને મંજૂરી મળી છે, જેની અસર આજે સમગ્ર જિલ્લામાં વિકાસની નવી સૂર્યકિરણ સમી ઝળહળે છે. આજની મુલાકાતથી કચ્છના વિકાસને વધુ બળ મળશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ