ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રાજકુમાર જાટ કેસમાં એક્શનમાં તપાસ ટીમ, SP કચેરીમાં ગણેશ જાડેજાની પૂછપરછ

કાર્યવાહી / રાજકુમાર જાટ કેસમાં એક્શનમાં તપાસ ટીમ, SP કચેરીમાં ગણેશ જાડેજાની પૂછપરછ

Last Updated: 09:36 PM, 22 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જિલ્લાના પોલીસ વડા પ્રેમસુખ ડેલુના નેતૃત્વ હેઠળ સુરેન્દ્રનગર SP કચેરીમાં ગણેશ જાડેજાની પૂછપરછ શરૂ કરાઇ છે

ADVERTISEMENT

રાજકુમાર જાટ કેસમાં તપાસની કાર્યવાહી આગળ વધી રહી છે. જિલ્લાના પોલીસ વડા પ્રેમસુખ ડેલુના નેતૃત્વ હેઠળ સુરેન્દ્રનગર SP કચેરીમાં ગણેશ જાડેજાની પૂછપરછ શરૂ કરાઇ છે.

હાઇકોર્ટના છેલ્લા હુકમ મુજબ કેસની તપાસ રાજકોટ જિલ્લાના બહારના અધિકારીને સોંપવા સંદર્ભે સરકારી વકીલે  સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુ અને Dysp જે.ડી.પુરોહિતનું નામ હાઇકોર્ટ સમક્ષ આપ્યું હતું. પ્રેમસુખ ડેલુ, અજિત રાજીયાન ,ઓમ પ્રકાશ જાટ, રવિ મોહન સૈની, નીતેશ પાંડે જેવા નામ અરજદારે કોર્ટ સમક્ષ મુક્યા હતા. સરકારી વકીલે પ્રેમસુખ ડેલુનું નામ આપ્યું હતું. આખરે સિનિયોરીટી અને બંનેના કોમન સજેશનને આધારે પ્રેમસુખ ડેલુંને તપાસ સોંપાઈ હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે, ગણેશ જાડેજાની પૂછપરછ કાયદેસર પ્રક્રિયા હેઠળ થઈ રહી છે, અને કેસની તથ્યોથી વધુ સ્પષ્ટતા મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

જિલ્લા પોલીસ દ્વારા હાથ ધરાતી તપાસમાં તમામ માહિતીનો વિસ્તારથી અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આ પ્રકિયા હજી ચાલુ છે, અને અધિકારીઓએ જણાવ્યું છે કે કેસમાં આગળની તપાસ અને અન્ય સંબંધી પક્ષોની પૂછપરછ આગામી દિવસોમાં પણ જારી રહેશે.

શું છે સમગ્ર મામલો ?

ગોંડલના ગાયત્રીનગરમાં રહેતા અને પાઉંભાજીનો ધંધો કરતા રતનલાલ શંકરલાલ જાટે આક્ષેપ કર્યા હતા કે, 'ગત બીજી માર્ચે હું અને મારો પુત્ર રાજકુમાર સાથે ઘરે જવા બાબતે મોટે-મોટેથી બોલતા-બોલતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા સામેથી પસાર થયા હતા. ત્યારે અટકાવીને પુત્ર ગણેશ જાડેજા તથા 7-10 માણસોએ માર માર્યો હતો. બાદમાં અમે બન્ને ઘરે જતાં રહ્યા હતા. જો કે બાદમાં ખોટી રીતે માર મારવામાં આવ્યો હોવાથી પુત્ર રાજકુમાર એ જ દિવસે રાત્રે ફરી પૂર્વ ધારાસભ્યના બંગલે ફરિયાદ કરવા ગયો હતો, પરંતુ તે બાદ તે રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો.

આ પણ વાંચોઃ માતા પર નશાની હાલતમાં હુમલો કરનાર પિતા સામે પુત્રનું ઝનુન, હાથમાંથી છરી છીનવીને પિતાની છાતીમાં હુલાવી દીધી

આ બાબતે સ્થાનિક ગોંડલ પોલીસને જાણ કરાઈ હતી. ત્યાર બાદ રાજકોટ એસ.પી. ને લેખિત ફરિયાદ અરજી આપી હતી, તે પછી ગોંડલ પોલીસે તપાસ શરૂ કરી હતી.' દરમિયાન પોલીસને ત્રણ માર્ચના દિવસે મધ્યરાત્રિએ 3 વાગ્યે કુવાડવા નજીક વાહન અડફેટે ઈજા પામ્યા બાદ મૃત્યુ પામેલા અજાણ્યા યુવાન અને ગોંડલનાં લાપત્તા યુવાન વચ્ચે સામ્યતા જણાતા એ દિશામાં તપાસ શરૂ કરી હતી. જે પછી મૃત્યુ પામનાર યુવક રાજકુમાર હોવાનો સામે આવતા કેસમાં નવો વળાંક આવ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajkumar Jat case Ganesh Jadeja Police interrogation
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ