ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / માતા પર નશાની હાલતમાં હુમલો કરનાર પિતા સામે પુત્રનું ઝનુન, હાથમાંથી છરી છીનવીને પિતાની છાતીમાં હુલાવી દીધી

ક્રાઇમ / માતા પર નશાની હાલતમાં હુમલો કરનાર પિતા સામે પુત્રનું ઝનુન, હાથમાંથી છરી છીનવીને પિતાની છાતીમાં હુલાવી દીધી

Last Updated: 08:59 PM, 22 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોતાની માતા પર દારૂડિયા પિતાએ હાથમાં છરી સાથે કરેલા હુમલાને લઇને માતાને બચાવવા જતા પુત્રએ આવેશમાં આવી પિતાની જ હત્યા કરી નાંખી.

ADVERTISEMENT

રાજકોટના કોઠારીયા રોડ વિસ્તારમાં એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે.. જેમાં પોતાની માતા પર દારૂડિયા પિતાએ હાથમાં છરી સાથે કરેલા હુમલાને લઇને માતાને બચાવવા જતા પુત્રએ આવેશમાં આવી પિતાની જ હત્યા કરી નાંખી. આ ઘટનામાં નશાની હાલતમાં પિતાએ પત્ની પર છરી વડે હુમલો કર્યો હતો. ઘટનામાં રોષથી ભરેલા પુત્રએ પોતાની માતાને બચાવવા વચ્ચે પડતા પિતા પર હુમલો કરી પિતાને મોતને ઘાટ ઉતારી દીધા.

પોલીસે જાણવા મુજબ, મૃતક પિતાનું નામ નરેશ વ્યાસ છે અને આરોપી પુત્રનું નામ હર્ષ વ્યાસ છે. નરેશ વ્યાસ નશામાં ઘરમાં બબાલ કરી રહ્યા હતા અને માથાપચાવ કરતા માતા પર છરી વડે હુમલો કર્યો હતો. આ દરમિયાન પુત્ર હર્ષ વ્યાસ ઉશ્કેરાયો અને પિતાને શારીરિક નુકસાન પહોંચાડતા હત્યાનું બનાવ સર્જાયો.

આ પણ વાંચોઃ સુરતના સાયણમાં લીફ્ટ તૂટતા 2 શ્રમિકોના મોત, માલ ચઢાવતી વખતે ઘટી દુર્ઘટના

ભક્તિનગર પોલીસ સ્ટેશને ઘટનાની જાણ થતાં જ તપાસ શરૂ કરી અને હર્ષ વ્યાસને ઝડપીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ પારિવારિક હિંસાની ગંભીરતા અને નશાની અસર અંગે ચેતવણીરૂપ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot murder Alcohol-related violence Son kills father
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ