બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / સુરત / Within 24 hours, 3 murders in Surat caused commotion, many questions were raised on the police system.

ખૂની ખેલ / 24 કલાકની અંદર સુરતમાં 3 હત્યાની ઘટના ઘટતા ખળભળાટ, પોલીસ તંત્ર પર ઉઠ્યા અનેક સવાલ

Priyakant

Last Updated: 08:31 AM, 9 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૃહમંત્રી હર્ષ સંઘવીના હોમટાઉનમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ-ત્રણ હત્યાની ઘટના સામે આવતા ખળભળાટ

  • પોલીસ નિષ્ક્રિયતાના કારણે અસામાજીક તત્વો બન્યા બેફામ
  • ડીંડોલી વિસ્તારમાં વધુ એક હત્યા, ફિરોઝ નામના શખ્સની કરાઇ હત્યા 
  • આજ સવારે પણ બન્યો હતો લિંબાયત વિસ્તારમાં હત્યાનો બનાવ
  • 24 કલાકમાં  3 હત્યાના બનાવ, પોલીસે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી

સુરતમાં ફરી ખુની ખેલ ખેલાતાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, છેલ્લા 24 કલાકમાં સુરતમાં ત્રણ-ત્રણ હત્યાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં ડિંડોલી વિસ્તારમાં બે અને લીંબાયત વિસ્તારમાં હત્યાની ઘટના ઘટી છે. મહત્વનું છે કે, પોલીસ નિષ્ક્રિયતાના કારણે અસામાજીક તત્વો બેફામ બન્યા છે. 

ડાયમંડ નગરી સુરતમાં ગુનાખોરીની પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. વિગતો મુજબ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હોમટાઉન સુરતમાં છેલ્લા 24 કલાકમાં હત્યાની એક નહીં પણ 3-3 ઘટના સામે આવી છે. વિગતો મુજબ સુરતના ડીંડોલી વિસ્તારમાં રમેશ રાઠોડ નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક યુવકના ગળાને ભાગે તીક્ષ્ણ હથિયાર મારી તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો.

હત્યાની બીજી ઘટના સુરતના લીંબાયત વિસ્તારમાં બની છે. લિંબાયતમાં જૂની અદાવત રાખી હત્યાને અંજામ આપ્યો હતો. યુવકની હત્યા કરવામાં આવી હતી. દશરથ કાણિયા નામના શખ્સે જૂની અદાવત રાખી યુવકની હત્યા કરી હતી. 

આ સાથે સુરતમાં હત્યાની ત્રીજી ઘટના ફરી ડિંડોલીમાં ઘટી છે. જેમાં ભેસ્તાન આવાસમાં યુવકની કરપીણ હત્યા કરવામાં આવી છે. મહત્વનું છે કે,  ડીંડોલી વિસ્તારમાં રમેશ રાઠોડ નામના યુવકના ગળાને ભાગે તીક્ષ્ણ હથિયાર મારી તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસ નિષ્ક્રિયતાના કારણે અસામાજીક તત્વો બેફામ બન્યા હોઇ છેલ્લા 24 કલાકમાં હત્યાની 3 ઘટના સામે આવી છે. અસામાજિક તત્વો બેફામ બનતા પોલીસની સક્રિયતા સામે પણ સવાલ ઊભા થયા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ