ન્યૂઝ અપડેટ્સ
VTV / Winter's superfood
Last Updated: 03:55 PM, 8 January 2021
ADVERTISEMENT
ADVERTISEMENT

જો તમને ગળામાં કે ફેફસાંમાં ઇન્ફેક્શન થઇ ગયું હોય તો તમારે રોજ રાતે સૂતાં પહેલાં ગોળ અને ઘી ગરમ કરીને ખાવું જોઈએ, આનાથી તમારું ઇન્ફેક્શન મટી જશે. આ ઉપચાર હાલ કોરોનાકાળમાં ઘણો જ ઉપયોગી છે.
ADVERTISEMENT
સાંધામાં દુખાવો થતો હોય તો ગોળ અને આદું સાથે ખાવાથી ફાયદો થાય છે. સામાન્ય રીતે અનેક પરિવારોમાં શિયાળામાં ગોળ સૂંઠ અને ઘીની નાની નાની લાડુલી બનાવીને રોજ સવારે ખાવાની ટેવ હોય છે.
.jpg)
ADVERTISEMENT
ગોળ અને ઘી સાથે ખાવાથી શિયાળામાં તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. આ સાથે શરદી થાય ત્યારે અથવા તો આખા શિયાળામાં ગોળનો ઉપયોગ લાભદાયી સાબિત થાય છે. ગોળ ગુણમાં ગરમ હોવાથી શરદી, સળેખમ અને ખાસ તો કફમાં રાહત આપે છે. આ માટે તમે ઘી અને ગોળને સાથે ખાઈ શકો છો જો તમને ગેસ કે એસિડિટી થતી હોય તો જમ્યા પછી થોડો ગોળ ખાઓ. ઘણાં લોકોને ઠંડીને લીધે કાનમાં દુખાવો થતો હોય તો કાનમાં સરસિયા તેલનાં ટીપાં નાખો અને ગોળમાં ઘી મિક્સ કરીને ખાશો તો દુખાવો મટી જશે.
ગોળ મેગ્નેશિયમનો સારો સ્ત્રોત છે. ગોળ ખાવાથી માંસપેશી અને રક્તવાહિનીને રાહત મળે છે. ગોળમાં પોટેશિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે. જેનથી બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Daily Dose / શું ગરમ પાણી પીવાથી વજન ઘટે?
ADVERTISEMENT
ADVERTISEMENT