બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / winter mornings raise the risk of heart attacks

Health / શિયાળામાં વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો, કસરત કરતાં સમયે ક્યારેય ન કરવી જોઈએ આવી ભૂલો

Manisha Jogi

Last Updated: 09:38 PM, 5 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિયાળામાં હાર્ટ એટેક આવવાના કેસ વધી જાય છે. હાર્ટને લોહી પહોંચાડવામાં હાર્ટે વધુ મહેનત કરવી પડે છે, જેના કારણે બ્લડ પ્રેશર વધી જાય છે. શિયાળામાં વધુ કસરત કરવાથી પણ હાર્ટ એટેક આવવાનું જોખમ રહે છે.

  • શિયાળામાં હાર્ટ એટેક આવવાનું જોખમ વધુ
  • વધુ કસરત કરવાથી પણ હાર્ટ પર વધુ પ્રેશર આવે છે
  • 45 વર્ષ પછી હાર્ટ એટેક આવવાનું જોખમ વધુ

શિયાળામાં હાર્ટ એટેક આવવાના કેસ વધી જાય છે. ભારે ભોજન પચાવવામાં લોકોએ ખૂબ જ મહેનત કરવી પડે છે. શિયાળામાં ફિઝિકલ એક્ટિવિટી ઓછી થવાને કારણે રક્તધમનીઓ સંકુચિત થઈ જાય છે. હાર્ટને લોહી પહોંચાડવામાં હાર્ટે વધુ મહેનત કરવી પડે છે, જેના કારણે બ્લડ પ્રેશર વધી જાય છે. શિયાળામાં વધુ કસરત કરવાથી પણ હાર્ટ એટેક આવવાનું જોખમ રહે છે. 

હાર્ટ એટેક મોટાભાગે સવારે 04:00 વાગ્યાથી 10:00 વાગ્યા સુધીમાં આવે છે. તે સમયે શરીરમાં એપિનેફ્રિન, નોરપેનેફ્રિન અને કોર્ટિસોલ જેવા હોર્મોનનું સ્તર વધવાને કારમે બ્લડ પ્રેશર વધી જાય છે. જેથી શરીરને ઓક્સિજનની વધુ જરૂર રહે છે. જેના કારણે હાર્ટ પર સીધી અસર થાય છે. મોટાભાગના લોકો આ સમયે જ કસરત કરતા હોય છે. જેના કારણે હાર્ટબીટ ફાસ્ટ ચાલવાને કારણે હાર્ટ પર વધુ પ્રેશર આવવાને કારણે હાર્ટ એટેક આવે છે. 

અન્ય લોકોની સરખામણીએ મેદસ્વીતા, હાઈ બીપી અને ડાયાબિટીસના દર્દીઓને હાર્ટ એટેક આવવાનું જોખમ વધુ રહે છે. પુરુષોને 45 વર્ષ પછી અને મહિલાઓને 55 વર્ષ પછી હાર્ટ એટેક આવવાનું જોખમ રહે છે. 45 વર્ષ પછી વધુ કસરત કરવાથી પણ હ્રદયરોગ થઈ શકે છે. આ કારણોસર 45 વર્ષ પછી વર્કઆઉટ ઓછું કરી દેવું જોઈએ. 

ભારે કસરત ના કરવી
મોટાભાગના યંગસ્ટર્સ ઉઠીને તરત જ જીમમાં જાય છે અને ભારે કસરત કરવા લાગે છે. નિષ્ણાંતો અનુસાર કસરત કરવી જોઈએ, પરંતુ સવારે ઉઠતાવેંત કસરત ના કરવી જોઈએ. સવારે ઉઠો ત્યારે થોડી વાર સુધી રિલેક્સ કરવું જોઈએ. કસરત શરૂ કરતા પહેલો વોર્મઅપ કરવું જોઈએ. સવારે ઉઠીને તરત ભારે કસરત ના કરવી જોઈએ. શિયાળામાં નાની નાની બાબતોનું ધ્યાન રાખવાથા હાર્ટ એટેક આવવાનું જોખમ રહેતું નથી. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ