બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Will GST be charged on train ticket cancellation or not? The government explained

મુસાફરો જાણી લેજો / ટ્રેન ટિકિટ કેન્સલ કરાવવા પર GST ચાર્જ લાગશે કે નહીં? સરકારે કર્યો ખુલાસો

Hiralal

Last Updated: 08:13 PM, 29 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટ્રેન ટિકિટ કેન્સલ કરાવવા પર જીએસટી ચાર્જ લાગશે કે નહીં તેને લઈને રેલવે મંત્રાલયે ખુલાસો જારી કર્યો છે.

  • ટ્રેન ટિકિટ કેન્સલને લઈને રેલવે મંત્રાલયની સ્પસ્ટતા
  • ટિકિટ કેન્સલ થવા પર રિફંડની જોગવાઈ 
  • એસી ક્લાસ અથવા ફર્સ્ટ ક્લાસની ટિકિટને જ લાગુ પડે છે નિયમ 

રેલવે મંત્રાલયે કહ્યું છે કે 23 સપ્ટેમ્બર 2017ના રોજ જારી કરવામાં આવેલી સૂચના મુજબ ટિકિટ કેન્સલ થવા પર જીએસટીની સાથે બુકિંગ સમયે લેવામાં આવેલી રકમ પરત કરવાની જોગવાઈ છે. રેલવેએ કહ્યું છે કે ટિકિટ કેન્સલેશન બાદ રિફંડના નિયમોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.મંત્રાલયે કહ્યું કે જ્યાં સુધી કેન્સલેશન / ક્લાર્કેજ ચાર્જ અને રિફંડના નિયમો મુજબ કેન્સલેશન / ક્લાર્કેજ ચાર્જ પર જીએસટીની રકમ પરત કરવાની વાત છે, તે ફક્ત એસી ક્લાસ અથવા ફર્સ્ટ ક્લાસની ટિકિટને જ લાગુ પડે છે.

વેઇટિંગ લિસ્ટ અને આરએસી ટિકિટ રિફંડ માટેનો નિયમ 
જો તમારી ટિકિટ ચાર્ટ બન્યા પછી પણ આરએસી અને વેઇટિંગ લિસ્ટમાં છે અને તમે તમારી ટિકિટ ટ્રેનના નિર્ધારિત ડિપાર્ચર ટાઇમના 30 મિનિટ પહેલા કેન્સલ કરાવો છો તો સ્લીપર ક્લાસમાં તમારે 60 રૂપિયા કેન્સલેશન ચાર્જ આપવો પડશે. જ્યારે એસી ક્લાસની ટિકિટમાં 65 રૂપિયાનો કાપ મૂકવામાં આવશે અને બાકીના પૈસા પરત મળી જશે.

ચાર કલાક અગાઉથી ટિકિટ કેન્સલ કરાવવાનો નિયમ શું છે?

જો તમારી ટિકિટ કન્ફર્મ થઈ ગઈ હોય અને મુસાફરી અચાનક જ કેન્સલ થઈ જાય તો રેલવે ટિકિટ કેન્સલ કરાવવાના નિયમ મુજબ ટિકિટ કેન્સલેશન દરમિયાન ટાઈમિંગનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ટિકિટ કન્ફર્મ છે અને જો તમે ટ્રેનના નિર્ધારિત પ્રસ્થાન સમયના ચાર કલાક પહેલા ટિકિટ કેન્સલ ન કરો તો તમને કોઈ રિફંડ નહીં મળે. 

કન્ફર્મ ટિકિટ કેન્સલ થવા પર કેટલું કપાશે?
કન્ફર્મ ટ્રેનની ટિકિટ કેન્સલ થવાના કિસ્સામાં જો 48 કલાકની અંદર અને નિર્ધારિત ડિપાર્ચર ટાઇમના 12 કલાક પહેલા ટિકિટ કેન્સલ કરવામાં આવે તો કુલ રકમના 25 ટકા સુધી કપાઇ જાય છે. જો તમે ટ્રેનના નિર્ધારિત પ્રસ્થાન સમયના 4 કલાકથી 12 કલાક પહેલા ટિકિટ કેન્સલ કરાવો છો તો ટિકિટના અડધા પૈસા એટલે કે 50 ટકા કપાઈ જાય છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ