બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / અરવિંદ કેજરીવાલ જેલમાંથી આજે બહાર આવશે કે કાલે? જાણો કઈ શરતો પર મળ્યા જામીન

દારૂ કૌભાંડ / અરવિંદ કેજરીવાલ જેલમાંથી આજે બહાર આવશે કે કાલે? જાણો કઈ શરતો પર મળ્યા જામીન

Last Updated: 03:37 PM, 10 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળી ગયા છે. સુપ્રીમ કોર્ટે તેમને 1 જૂન સુધી વચગાળાના જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. કેજરીવાલની 21 માર્ચે કથિત દારૂ કૌભાંડમાં ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે તેમને વચગાળાના જામીન પર મુક્ત કરવાનો નિર્ણય સંભળાવ્યો છે. અરવિંદ કેજરીવાલ હાલ તિહાર જેલમાં બંધ છે.

સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. જો કે, તેના વકીલે 4 જૂન સુધી મુક્ત કરવાની વિનંતી કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી.

અરવિંદ કેજરીવાલની 21 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસમાં ED દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.

અરવિંદ કેજરીવાલે ચૂંટણી પ્રચાર માટે જામીન મેળવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. EDએ તેમને જામીન આપવાનો વિરોધ કર્યો હતો. EDએ કહ્યું કે ચૂંટણી પ્રચાર જામીન માટેનો આધાર ન હોઈ શકે, કારણ કે તે મૂળભૂત અથવા કાનૂની અધિકાર હોઈ શકે નહીં. EDએ એમ પણ કહ્યું હતું કે જામીન આપવાથી ખોટું દાખલો બેસશે.

કેજરીવાલ ક્યારે મુક્ત થશે?

  • સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા બાદ કેજરીવાલને તિહારમાંથી બહાર આવવા માટે થોડો સમય રાહ જોવી પડશે.
  • સુપ્રીમ કોર્ટના લેખિત આદેશને હવે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં મોકલવામાં આવશે. જામીનની શરતો રાઉઝ એવન્યુ કોર્ટમાં નક્કી કરવામાં આવશે અને જામીન બોન્ડ ભરવાના રહેશે.
  • આ પછી ટ્રાયલ કોર્ટ રીલીઝ ઓર્ડર તૈયાર કરીને તિહાર જેલ પ્રશાસનને મોકલશે. કેજરીવાલ રીલીઝ ઓર્ડર મળ્યા બાદ જ જેલમાંથી બહાર આવી શકશે.
  • કેજરીવાલના વકીલે કહ્યું કે, દરરોજ આવતા તમામ રિલીઝ ઓર્ડરનો લગભગ એક કલાકમાં નિકાલ થઈ જાય છે.

કેજરીવાલ કેટલો સમય બહાર રહેશે?

કેજરીવાલ તરફથી હાજર રહેલા સીનીયર વકીલ અભિષેક મનુ સિંઘવીએ 4 જૂન સુધીમાં મુક્ત કરવાની વિનંતી કરી હતી. જોકે કોર્ટે તેને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કેજરીવાલ 1 જૂન સુધી વચગાળાના જામીન પર રહેશે અને તેમણે 2 જૂને આત્મસમર્પણ કરવું પડશે.

કેટલી મોટી રાહત?

કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને ચૂંટણી પ્રચાર માટે જામીન પર મુક્ત થવાની વિનંતી કરી હતી. હવે તેમને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. કેજરીવાલ ત્રણ અઠવાડિયા સુધી જેલની બહાર રહેશે. આ દરમિયાન કેજરીવાલ આમ આદમી પાર્ટી માટે પ્રચાર કરી શકે છે. દિલ્હીની સાત લોકસભા સીટો માટે 25 મેના રોજ મતદાન થશે.

શરતો હજુ નક્કી કરવાની બાકી છે

અરવિંદ કેજરીવાલની જામીન શરતો હજુ નક્કી કરવામાં આવી નથી. જો કે, તેમની જામીન અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે જામીન મળ્યા પછી પણ કેજરીવાલ સત્તાવાર કામ કરી શકશે નહીં. એટલે કે જામીન પર બહાર આવ્યા બાદ કેજરીવાલ જ પ્રચાર કરી શકશે. આ સિવાય કેસ સંબંધિત વાત કરવા પર પણ પ્રતિબંધ મુકી શકે છે.

વધુ વાંચોઃ વેબ સીરિઝ જેવું રિયલ, RO રિપેર કરવા આવેલા મિકેનીકે રસોડામાં રુપાળી માલકણ સાથે કર્યું ખૌફનાક

ED આજે ચાર્જશીટ દાખલ કરી શકે છે

ઇડી દારૂ કૌભાંડ કેસ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ચાર્જશીટ ફાઇલ કરી શકે છે. આ પહેલીવાર હશે જ્યારે ED કેજરીવાલ સામે ચાર્જશીટ દાખલ કરશે. ચાર્જશીટમાં પહેલીવાર કેજરીવાલનું નામ આરોપી તરીકે લખવામાં આવશે. EDએ કેજરીવાલને કથિત દારૂ કૌભાંડના 'કિંગપિન' ગણાવ્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે તેઓ દારૂના વેપારીઓ પાસેથી લાંચ માંગવામાં સીધા સામેલ હતા

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ