ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / આતંકવાદીઓના જનાજામાં પાકિસ્તાની આર્મી કેમ હાજર હતી? ભારતની ડિપ્લોમેટિક લપડાક

માસ્ટર સ્ટ્રોક / આતંકવાદીઓના જનાજામાં પાકિસ્તાની આર્મી કેમ હાજર હતી? ભારતની ડિપ્લોમેટિક લપડાક

Last Updated: 08:05 PM, 8 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Operation Sindoor Press Briefing 2nd Day : વિદેશ મંત્રાલયે ગુરૂવારે 8 મેની સાંજે સતત બીજા દિવસે પત્રકાર પરિષદ કરતા માહિતી આપી હતી. આ દરમિયાન વિદેશ સચિવ વિક્રમ મિસરીએ પાકિસ્તાનમાં આતંકવાદીઓના જનાજાની તસ્વીરો દેખાડીને પુછ્યું કે, જો હુમલામાં માત્ર નિર્દોષ નાગરિકોનાં મોત થયા હતા તો લશ્કર એ તોયબાના કમાન્ડર હાફિઝ અબ્દુલ રઉફની સાથે સાથે સેનાના અધિકારીઓ શું કરી રહ્યા હતા. ?

ADVERTISEMENT

Operation Sindoor Press Briefing 2nd Day : વિદેશ મંત્રાલયે ગુરૂવારે 8 મેની સાંજે સતત બીજા દિવસે પત્રકાર પરિષદ કરતા માહિતી આપી હતી. આ દરમિયાન વિદેશ સચિવ વિક્રમ મિસરીએ પાકિસ્તાનમાં આતંકવાદીઓના જનાજાની તસ્વીરો દેખાડીને પુછ્યું કે, જો હુમલામાં માત્ર નિર્દોષ નાગરિકોનાં મોત થયા હતા તો લશ્કર એ તોયબાના કમાન્ડર હાફિઝ અબ્દુલ રઉફની સાથે સાથે સેનાના અધિકારીઓ શું કરી રહ્યા હતા. ?

પાકિસ્તાન વૈશ્વિક આતંકવાદ કેન્દ્ર

વિદેશી સેક્રેટરી વિક્રમ મિસરીએ આગળ કહ્યું- જો અમે પાકિસ્તાનના સિવીલિયનના મોત થયા હતા તો પછી આતંકવાદીઓને પાકિસ્તાની ઝંડાઓમાં લપેટવામાં કેમ આવ્યા? તેમણે દુશ્મનની ઝાટકણી કાઢતા કહ્યું કે, પાકિસ્તાનની ઇમેજ સમગ્ર વિશ્વમાં આતંકવાદના એપી સેન્ટરની છે. પાકિસ્તાનના એબટાબાદમાં જ ઓસામા બિન લાદેનને સંઘરી રાખ્યો હતો. જે બાદમાં અમેરિકાએ ગુપ્ત ઓપરેશન કરીને તેને ઠાર માર્યો હતો.

અમે પહેલગામ હુમલાનો જવાબ આપ્યો

વિક્રમ મિસરીએ પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું કે, સીમા પારથી અમારી વિરુદ્ધ ઘણી ખોટી માહિતી ફેલાવાઇ રહી છે. જો કે કેટલીક બાબતો ધ્યાન પર રાખવી જરૂરી છે. પહેલી વાત છે કે, પહેલગામમાં થયેલા હુમલાને કારણે તણાવ વધ્યો હતો. ભારતી સેનાએ તેનો જવાબ આપ્યો છે. ધ રેજિસ્ટેંન્સ ફ્રંટ જેમાં પહેલગામ હુમલાની જવાબદારી લીધી, તે આતંકવાદી સંગઠન લશ્કર એ તોયબાનો જ હિસ્સો છે.

ભારતે અનેક પુરાવા આપ્યા પરંતુ પાકિસ્તાન

વિદેશ સચિવે જણાવ્યું કે, પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી અને પૂર્વ વિદેશમંત્રીએ પોતે સ્વિકાર્યું કે, પાકિસ્તાન આતંકવાદીઓનો ગઢ બની ચુક્યું છે અને તેમની સાથે સંબંધો છે. ભારતે પાકિસ્તાનને 26/11 અને પઠાણકોટ જેવા આતંકવાદી હુમલાનાં પુરાવાઓ આપ્યા હતા. જો કે તેણે તપાસમાં ક્યારેય સહકાર આપ્યો નથી. અમે પઠાણકોટ હુમલામાં જૈશ એ મોહમ્મદનો હાથ હોવાના પુરાવા આપ્યા પરંતુ તેઓ હંમેશા આતંકવાદીને બચાવતા જ રહે છે.

આતંકવાદીઓ માટે ઢાલ બને છે પાકિસ્તાન

વિક્રમ મિસરીએ કહ્યું કે, અમે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને તમામ માહિતી આપી રહ્યા છીએ. ટીઆરએફ અંગે પણ સતત અપડેટ આપી રહ્યા છીએ. UNSC ના નિવેદનમાં ટીઆરએફના નામનો પણ સમાવેશ થાય છે. માત્ર પાકિસ્તાને જ તેનો વિરોધ કર્યો છે. જે સ્પષ્ટ રીતે દર્શાવે છે કે, પાકિસ્તાન હજી પણ આતંકવાદી જુથોની ઢાલ બનીને તેમને પાળી-પોષી રહ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Pahalgam attack evidence Pakistan terrorism support terrorist funeral Pakistan army
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ