બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / VTV વિશેષ / Why property disclosure' order made for class-3 employees, will malpractice stop

મહામંથન / ભ્રષ્ટાચારીનું આવી બન્યું: વર્ગ-3ના કર્મચારીઓ માટે કેમ કરાયો 'મિલકત જાહેર'નો આદેશ, ગેરરીતિ અટકશે?

Dinesh

Last Updated: 09:21 PM, 14 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સરકારનો એક આદેશ છે કે, રાજ્યના વર્ગ-3ના નિયમિત અને કરાર આધારીત બંને કર્મચારીઓએ પોતાની સ્થાવર અને જંગમ મિલકતની તમામ માહિતી કર્મયોગી સોફ્ટવેર ઉપર ઓનલાઈન મુકવાની રહેશે

આદર્શ સમાજ ત્યારે બને જ્યારે વ્યક્તિગત નિતિમતાનું ધોરણ અતિશય ઉંચુ હોય. ગુજરાત સરકારનો એક આદેશ ચર્ચામાં છે, આદેશનું મહત્વ એટલા માટે છે કે આ સરકારના જ વર્ગ-3ના કર્મચારીઓ માટે છે. હવે રાજ્યના વર્ગ-3ના નિયમિત અને કરાર આધારીત બંને કર્મચારીઓએ પોતાની સ્થાવર અને જંગમ મિલકતની તમામ માહિતી કર્મયોગી સોફ્ટવેર ઉપર ઓનલાઈન મુકવાની રહેશે અને જો તેમા બેદરકારી દાખવવામાં આવશે તો સરકાર કાયદાકીય પગલા પણ લઈ શકશે. સરકારના આદેશ બાદ કર્મચારીઓમાં ગણગણાટ સ્વભાવિક હશે પણ સરકારના આ આદેશ પાછળના હેતુને સમજવો જરૂરી છે. છેલ્લા થોડા વર્ષોનો હિસાબ માંડીએ તો ACBના છટકામાં લાંચ લેતા જેટલા પણ કર્મચારી પકડાયા તેમા વર્ગ-3ના કર્મચારીઓ જ સૌથી વધુ હતા. આઝાદી પછીનો સમયગાળો હતો જ્યારે લાંચ-રૂશ્વતનું પ્રમાણ નહીંવત હતું. કોઈપણ સરકારી કર્મચારી અનૈતિક આચરણ કરતા સો વાર વિચાર કરતો હતો. આપણા સમાજમાં એવા સંનિષ્ઠ સરકારી કર્મચારીઓના અનેક ઉદાહરણ છે જેમની જન્મ કે મરણ મૂડી તેમની નિતિમત્તા જ હતી. પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. કેટલાય કર્મચારીઓ છે કે જેની પાસે આવક કરતા અનેકગણી મિલકત મળી આવી. થોડા સમય પહેલા વિધાનસભામાં ધારાસભ્યએ જ ખુલાસો કર્યો હતો કે ગાંધીનગરના વર્ગ-3ના એક કર્મચારી પાસેથી 2 હજાર કરોડની મિલકત મળી છે, એટલુ જ નહીં પણ એ કર્મચારીએ કોઈ તબીબની કરોડોની જમીન પણ પચાવી પાડી છે. આજે કોઈપણ સામાન્ય માણસ હશે એ પોતાના સરકારી કામકાજ માટે સીધો ક્લાસ-1 અધિકારી પાસે નહીં જાય, સામાન્ય માણસના અને અન્ય સરકારી કર્મચારીઓના કામકાજની ફાઈલ પણ મોટેભાગે વર્ગ-3ના કર્મચારીઓ પાસે જ આવતી હોય છે પરંતુ એક એક કામની મંજૂરી મેળવવા માટે જે કટકી નક્કી થયેલી હોય છે તેના કિસ્સા આપણે અનેકવાર સાંભળીએ છીએ. મિલકત જાહેર કરવાનો સરકારનો આદેશ સારો છે અને વર્ગ-1 અને વર્ગ-2ના કર્મચારીઓની જેમ વર્ગ-3ના કર્મચારીઓએ પણ તેનો અમલ કરવો જ રહ્યો પણ મૂળ પ્રશ્ન છે કે લાંચ માગવી, ગેરરીતિ આચરવી, ભ્રષ્ટાચાર કરવો આ બધી બાબતો અટકશે ખરી? 

સરકારનો કર્મચારીઓને આદેશ
વર્ગ-3ના કર્મચારીઓ માટે સરકારનો મહત્વનો આદેશ છે. રાજ્ય સરકારના વર્ગ-3ના કર્મચારીઓએ મિલકત જાહેર કરવી પડશે તેમજ 15મે સુધીમાં કર્મયોગી સોફ્ટવેર ઉપર ઓનલાઈન વિગત આપવાની રહેશે. કરાર આધારીત કર્મચારીઓને પણ આ નિયમ લાગુ પડશે. મિલકત સમયસર જાહેર ન કરે તો સરકાર જરૂરી પગલા લઈ શકશે. કર્મચારીઓએ સ્થાવર અને જંગમ મિલકતની માહિતી મુકવી પડશે. અગાઉ વર્ગ-1 અને 2ના કર્મચારી માટે મિલકતની માહિતી ફરજિયાત હતી. હવે વર્ગ-3ના કર્મચારીએ પણ મિલકતની માહિતી આપવી પડશે

2023ના આંકડા શું કહે છે?
વર્ગ-1ના 7 અધિકારી લાંચ લેતા પકડાયા
વર્ગ-2ના 28 અધિકારી લાંચ લેતા પકડાયા
વર્ગ-3ના 130 કર્મચારી લાંચ લેતા ઝડપાયા
વર્ગ-4ના 7 કર્મચારી લાંચ લેતા ઝડપાયા
104 વચેટિયા પણ લાંચના કેસમાં ઝડપાયા
લાંચ લેનારા 276 આરોપીની ધરપકડ

2023માં ક્યા વિભાગ સામે વધુ ફરિયાદ?
ગૃહ વિભાગ- 66
પંચાયત-ગ્રામ ગૃહનિર્માણ- 35
મહેસૂલ- 25

ACBની ટ્રેપમાં ફસાયા ભ્રષ્ટાચારી
2023માં લાંચ લેતા 276 લોકો ACBના હાથે ઝડપાયા છે. ACBએ 1 કરોડ 15 લાખ 69 હજાર 690 જેટલી રકમ જપ્ત કરી છે.

વાંચવા જેવું:  લોકસભા ચૂંટણી પહેલા 8 IPSની નિમણૂક, 65 Dy.sp બદલી, જુઓ લિસ્ટ

મિલકતનો હિસાબ કેમ જરૂરી?
લાંચ લેવાના કેસમાં વર્ગ-3ના સૌથી વધુ કર્મચારી પકડાયા છે. આવકની સામે સંપતિનું પ્રમાણ નક્કી થઈ શકે છે. આવકની સામે અપ્રમાણસર મિલકત હોય તો હિસાબ લઈ શકાય તેમજ સ્થાવર કે જંગમ મિલકતમાં નોંધપાત્ર વધારો થાય તો હિસાબ માગી શકાય. 2022 અને 2021માં પણ અનુક્રમે 114 અને 173 કર્મચારી લાંચના કેસમાં પકડાયા છે. સરકારે મિલકતમાં ફેરબદલની નોંધણીની જાણકારી આપવા પણ આદેશ કર્યો છે

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ