બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Why India abandoned Vikram Samvat and adopted a foreign calendar

જાણવા જેવું / વિક્રમ સંવત છોડીને ભારતે કેમ અપનાવ્યું વિદેશી કેલેન્ડર? કોણે કરી હતી આની શરૂઆત, જાણો રોચક તથ્ય

Sanjay Vibhakar

Last Updated: 08:39 AM, 1 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં ગ્રેગોરીયન કેલેન્ડર અંગ્રેજોની ભેટ છે. આઝાદી પછી, ગ્રેગોરિયન કેલેન્ડરને નકારવામાં ઘણી સમસ્યાઓ થઈ હતી, તેથી દેશમાં વિક્રમ સંવત કેલેન્ડરની સાથે ગ્રેગોરીયન કેલેન્ડરને પણ અપનાવવામાં આવ્યું છે.

  • ગ્રેગોરિયન કેલેન્ડરને લઈને થતી દલીલો  
  • સૂર્ય અને ચંદ્ર અનુસાર ગણતરી 
  • ગ્રેગોરિયન કેલેન્ડર વિશ્વના ઘણા દેશો માટે વધુ અનુકૂળ

નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે. લોકો નવા વર્ષને લઈને ખુબજ ખુશ છે. પરતું ઘણા લોકો દલીલ કરતાં હોય છે કે આ નવું વર્ષ તો પશ્ચિમી કેલેન્ડર મુજબ છે. જ્યારે ભારતની અંદર આજે પણ સ્થાનીય કેલેન્ડરનો ઉપયોગ થાય છે. આ કેલેન્ડર પ્રમાણે જ તહેવારની તારીખ નક્કી કરવામાં આવે છે. ભારતમાં વિક્રમ સવંત કેલેન્ડર લોકપ્રિય કેલેન્ડર છે. ઇસ્લામ અને અન્ય ધર્મોનાં તહેવાર પણ આ ગ્રેગોરિયલ કેલેન્ડર પ્રમાણે નથી તો પછી ભારતની અંદર આ ગ્રેગોરિયલ કેલેન્ડર કેમ ચાલી રહ્યું છે. એક દલીલ એવી પણ થાય છે કે ભારતમાં વિક્રમ સંવત અપનાવવામાં આવ્યું છે પરંતુ તેને સત્તાવાર રીતે અપનાવી શકાયું નથી. આઝાદી સમયે એવી કોઈ શરતો ન હતી કે અંગ્રેજો દ્વારા લાદવામાં આવેલા ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ પહેલાથી જ ચાલતા તમામ સરકારી કામો નવા કેલેન્ડર મુજબ બદલી શકાય.

સૂર્ય અને ચંદ્ર અનુસાર ગણતરી 

ગ્રેગોરિયન કેલેન્ડરની અંદર ગણતરી સૂર્ય અનુસાર કરવામાં આવે છે, જ્યારે વિક્રમ સંવત કેલેન્ડરની અંદર ગણતરી ચંદ્ર અનુસાર કરવામાં આવે છે. વર્ષની લંબાઈ, જે સૂર્યની આસપાસ પૃથ્વીનાં પરિભ્રમણનાં સમયગાળાને અનુરૂપ છે, તે ગ્રેગોરિયન કેલેન્ડરમાં વધુ સારી છે, જ્યારે રસપ્રદ રીતે, વિક્રમ સંવતમાં ગણતરીઓ વધુ સચોટ છે. વિક્રમ સંવત કેલેન્ડરમાં, તારીખોના સમન્વય માટે વધુ મહિનાઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ જ કારણ છે કે વિક્રમ સંવતની એક તિથિ એક વર્ષ પછી બરાબર નથી આવતી, તેમાં થોડા દિવસોનો તફાવત હોય છે. જ્યારે ગ્રેગોરિયન કેલેન્ડરમાં, આ સંકલન ફક્ત લીપ વર્ષ સાથે જ થાય છે. ગ્રેગોરિયન કેલેન્ડરના હિમાયતીઓ દાવો કરે છે કે આ તફાવત આયોજનમાં સમસ્યા ઊભી કરી શકે છે.

વાંચવા જેવું: નવા વર્ષના પહેલા સાત દિવસ તમારા કેવા રહેશે? જુઓ તમામ 12 રાશિઓનું સાપ્તાહિક રાશિફળ

આ કારણથી ભારતે ગ્રેગોરિયન કેલેન્ડરને અપનાવ્યું 

ભારતે ગ્રેગોરિયન કેલેન્ડર અપનાવ્યું તેનું માત્ર આ જ કારણ નથી. ગ્રેગોરિયન કેલેન્ડર વિશ્વના ઘણા દેશો માટે વધુ અનુકૂળ હતું, જેના કારણે તેઓએ તેને અપનાવવાનું શરૂ કર્યું. જ્યારે વિક્રમ સંવત માત્ર હિંદુ બહુમતીવાળા દેશોમાં જ ચાલે છે.  આજે પણ નેપાળમાં વિક્રમ સંવતનું કેલેન્ડર સત્તાવાર છે. આખરે, આંતરરાષ્ટ્રીય સ્તરે, ગ્રેગોરિયન કેલેન્ડરનો ઉપયોગ વ્યવસાય અને અન્ય કામો માટે ચાલુ રાખવામાં આવ્યો છે. આ જ કારણ છે કે ભારતમાં વિક્રમ સંવત અપનાવવામાં આવ્યું છે પરંતુ સરકારી કામકાજ માટે ગ્રેગોરિયન કેલેન્ડર ચાલુ રાખવામાં આવ્યું છે. આજે ભારતની અંદર બંને કેલેન્ડરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જ્યાં વિક્રમ સંવત મુજબ તહેવારોની તારીખો નક્કી કરવામાં આવે છે તો ગ્રેગોરિયન કેલેન્ડરનો ઉપયોગ સરકારી કાર્યો માટે થાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Astronews New Year 2024 ગ્રેગોરિયન કેલેન્ડર નવું વર્ષ 2024 ભારત વિક્રમ સંવત Dharma
Sanjay Vibhakar

Sanjay Vibhakar is a journalist with VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ