બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / Why did houseworkers go on strike in Ahmedabad? tension Increased of working women during New Year holidays

રજાની મજા બગડી! / અમદાવાદમાં કેમ હડતાળ પર ઉતર્યા ઘરકામ કરતાં બહેનો? અને વર્કિંગ વુમન્સનું વધ્યું ટેન્શન, ન્યૂયર પાર્ટીના રંગમાં પડ્યો ભંગ

Megha

Last Updated: 09:20 AM, 31 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ઘરકામ કરનારાઓએ ગૃહિણીઓ માટે મુશ્કેલી ઉભી કરી છે. કામવાળા બહેનો હડતાળ પર ઉતરી જતા ગૃહિણીઓની રજાની મજા બગડી છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો..

  • અમદાવાદમાં ઘરકામ કરનારાઓએ ગૃહિણીઓ માટે મુશ્કેલી ઉભી કરી છે.
  • કામવાળા બહેનો હડતાળ પર ઉતરી જતા ગૃહિણીઓની રજાની મજા બગડી. 
  • શું છે કામવાળા બહેનોની હડતાળનું કારણ ચાલો જાણીએ.. 

આજે વર્ષ 2023નો છેલ્લો દિવસ છે અને આવતીકાલથી નવા વર્ષ 2024 ની શરૂઆત થશે. અમદાવાદ સહિત રાજ્યભરમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી અને નવા વર્ષને આવકારવા સૌ કોઈમાં થનગનાટ છે. પરંતુ થર્ટી ફર્સ્ટની ઉજવણી પહેલા જ અમદાવાદમાં કામવાળા બહેનોએ ગૃહિણીઓની મુશ્કેલી વધારી દીધી છે.

વાત એમ છે કે અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં આવેલા ઓર્ચિડ એલીગન્સ અને ગાલા મારવેલાના કામવાળાઓ હડતાળ પર ઉતરી ગયા છે. અહીં 110 જેટલા કામવાળા બહેનો એક સાથે હડતાળ પર ઉતરી જતા ગૃહિણીઓ મુંઝવણમાં મુકાઈ છે. પણ આ હડતાળ પાછળનું કારણ શું છે?

કામવાળા બહેનોની માગ છે કે, તેને ચૂકવાતા મહેનતાણામાં વધારો કરવામાં આવે. હાલમાં તેઓને એક કામના 800 રૂપિયા આપવામાં આવી રહ્યા છે અને આ મહેનતાણુ વધારીને હજાર રૂપિયા કરવાની માગણી કરવામાં આવી છે. આ માંગ સાથે તેઓનું કહેવું છે કે, મોંઘવારી સાથે ભાવમાં વધારો થવો જોઈએ, જે નથી થઇ રહ્યો. ઘરના ભાડા મોંઘા થયા છે, આવી સ્થિતિમાં પરિવારનું ગુજરાન ચલાવું મુશ્કેલ બન્યુ છે. 

વાંચવા જેવુ: ઉત્તરાયણ પર પતંગના શોખીન ગુજરાતીઓ : ધાબું ભાડે લેવા માટે 1 લાખ રૂપિયા પણ આપવા તૈયાર, અમદાવાદની પોળમાં એવું તો શું છે ખાસ 

હવે પરિસ્થિતિ કઇંક એવી છે કે એક તરફ કામવાળાઓની હડતાળ તો બીજી તરફ ઘર માલિકો પરેશાન થઈ રહ્યાં છે. રજાના દિવસોમાં જ કામવાળા બહેનો હડતાળ પર ઉતરી જતા રજાની મજા બગડી છે. જોકે પોતાનો પક્ષ રજૂ કરતાં ઘર માલિકોનું કહેવું છે કે, કામવાળાની રજાઓમાં તેનો પગાર નથી કપાવામાં આવતો. તેમજ તહેવારમાં બોનસ પણ આપતા હોવાનો ઘર માલિકો દાવો કરી રહ્યાં છે.

આમ છતાં કામવાળા બહેનોની એક જ માગ છે કે તેનું મહેનતાણું વધારવામાં આવે. જો કે હાલ અચાનક જ કામવાળા બહેનો હડતાળ પર ઉતરી જતાં ખાસ કરીને વર્કિગ વૂમનની મુશ્કેલીમાં વધારો થયો છે. ત્યારે હવે આ સમસ્યાનો ઉકેલ ક્યારે આવે છે તે જોવું રહ્યું.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ