બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Why did Arun Goyal leave the post of Election Commissioner?

લોકસભા ચૂંટણી 2024 / અરૂણ ગોયલે કેમ છોડી દીધું ચૂંટણી કમિશ્નરનું પદ, શું એક અધિકારી તમામ જવાબદારીઓ સંભાળી શકશે?

Vishal Khamar

Last Updated: 07:35 AM, 10 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચૂંટણી કમિશનર અરુણ ગોયલના તેમના પદ પરથી અચાનક રાજીનામું આપ્યા પછી, હવે લોકસભા ચૂંટણી કરાવવાની જવાબદારી મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના ખભા પર આવી ગઈ છે.

ચૂંટણી કમિશનર અરુણ ગોયલે લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા જ રાજીનામું આપી દીધું છે.તેમનો કાર્યકાળ ડિસેમ્બર 2027 સુધીનો હતો.તેમણે શા માટે પદ પરથી રાજીનામું આપ્યું તે કારણ હજુ સ્પષ્ટ થયું નથી.કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવારે તાત્કાલિક અસરથી તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે. 

ગોયલના રાજીનામા બાદ હવે ભારતના ચૂંટણી પંચમાં માત્ર મુખ્ય ચૂંટણી કમિશનર જ બચ્યા છે.હવે પંચમાં બે ચૂંટણી કમિશનરની જગ્યાઓ ખાલી પડી છે.ગયા મહિને અનુપ ચંદ્ર પાંડેની નિવૃત્તિને કારણે કમિશનમાં એક પદ ખાલી હતું.ગોયલ, એક નિવૃત્ત અમલદાર, પંજાબ કેડરના 1985 બેચના IAS અધિકારી હતા.નવેમ્બર 2022માં તેમને ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.અનુપ ચંદ્ર પાંડેની નિવૃત્તિ અને ગયા મહિને એટલે કે ફેબ્રુઆરીમાં ગોયલના રાજીનામા પછી, હવે માત્ર મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર ત્રણ સભ્યોની ECI પેનલમાં છે.

લોકસભા ચૂંટણી પર કોઈ અસર નહીં
સૂત્રોનું માનીએ તો, ચૂંટણી કમિશનર અરુણ ગોયલના રાજીનામાથીલોકસભાની ચૂંટણીનીજાહેરાતમાં કોઈ ફરક પડશે નહીં .નિષ્ણાતો કહે છે કે ECIના ચૂંટણી કમિશનરની બંને જગ્યાઓ પહેલેથી જ ખાલી થઈ ગઈ છે, પરંતુ તેનાથી ચૂંટણીની જાહેરાત પર કોઈ અસર નહીં થાય.એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે પંચમાં કોઈ નિર્ણય લેવા માટે ઔપચારિક રીતે કોઈ કોરમ પૂરો કરવાની જરૂર નથી.

ચૂંટણીઓ કરાવવાની જવાબદારી માત્ર મુખ્ય ચૂંટણી કમિશનર પર

ચૂંટણી કમિશનર અરુણ ગોયલે તેમના પદ પરથી અચાનક રાજીનામું આપ્યા બાદ હવે લોકસભા ચૂંટણી કરાવવાની જવાબદારી મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના ખભા પર આવી ગઈ છે.અગાઉ, મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનર અરુણ ગોયલ લોકસભાની ચૂંટણીની તૈયારીઓને લઈને વિવિધ રાજ્યોની મુલાકાત લઈ રહ્યા હતા અને ચૂંટણીને સુચારૂ રીતે હાથ ધરવા માટે માર્ગદર્શિકા જારી કરી રહ્યા હતા.

ગોયલની નિમણૂક પર વિવાદ
અરુણ ગોયલની ચૂંટણી કમિશનર પદ પર નિમણૂકને લઈને વિવાદ થયો હતો અને મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો.1985 બેચના IAS અધિકારી ગોયલે 18 નવેમ્બર, 2022ના રોજ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી અને બીજા જ દિવસે ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી.તેમની નિમણૂકને પણ સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી.સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ પદ પર તેમની નિમણૂકમાં ઉતાવળ પર સવાલ ઉઠાવ્યા હતા.જોકે, બાદમાં તેણે દરમિયાનગીરી કરવાનો ઇનકાર કર્યો હતો.

વધુ વાંચોઃ સુપ્રિયા સુલે બારામતીથી લડશે લોકસભા ચૂંટણી, શરદ પવારનું એલાન, NCPનો ગઢ છે આ બેઠક

ગોયલ એવા બીજા અધિકારી છે જેમણે પદ પરથી રાજીનામું આપ્યું

ચૂંટણી કમિશનરનું પદ સંભાળતી વખતે અરુણ ગોયલે સરકાર કે મુખ્ય ચૂંટણી કમિશનર સાથે કોઈપણ પ્રકારનો મતભેદ નહોતો રાખ્યો.છેલ્લા ચાર વર્ષમાં અરુણ ગોયલ બીજા ચૂંટણી કમિશનર છે જેમણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે.આ પહેલા અશોક લવાસાએ ચૂંટણી કમિશનર પદ પરથી રાજીનામું આપી દીધું હતું.ચૂંટણી કમિશનરનું પદ સંભાળતી વખતે, લવાસાના મુખ્ય ચૂંટણી કમિશનર અને તેમના સાથી ચૂંટણી કમિશનર વચ્ચે મતભેદ હોવાના દૈનિક અહેવાલો આવતા હતા.ઓગસ્ટ 2020 માં, અશોક લવાસાએ ચૂંટણી કમિશનર પદ પરથી રાજીનામું આપ્યું.આ પછી તેમને એશિયન ડેવલપમેન્ટ બેંકના વાઇસ પ્રેસિડેન્ટના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ