બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Politics / Sharad Pawar announces his partys first candidate Supriya Sule is the party's candidate from Baramati seat.

મહારાષ્ટ્ર / સુપ્રિયા સુલે બારામતીથી લડશે લોકસભા ચૂંટણી, શરદ પવારનું એલાન, NCPનો ગઢ છે આ બેઠક

Vishal Dave

Last Updated: 11:03 PM, 9 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ નામની જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે એવી અટકળો ચાલી રહી છે કે અજિત પવાર તેમની પત્ની સુનેત્રા પવારને બારામતીથી ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (SP)ના વડા શરદ પવારે શનિવારે લોકસભા ચૂંટણી માટે તેમના પ્રથમ ઉમેદવારના નામની જાહેરાત કરી હતી. પવારે ફરી એકવાર તેમની પુત્રી સાંસદ સુપ્રિયા સુલેને મહારાષ્ટ્રની બારામતી લોકસભા બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા. આ નામની જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે એવી અટકળો ચાલી રહી છે કે નાયબ મુખ્યમંત્રી અજિત પવાર તેમની પત્ની સુનેત્રા પવારને બારામતીથી ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે.

મહાવિકાસ આઘાડીની રેલીમાં જાહેરાત

એંસી વર્ષીય પવારે પુણે જિલ્લાના ભોર તાલુકામાં વિપક્ષી જૂથ મહા વિકાસ અઘાડી દ્વારા આયોજિત રેલી દરમિયાન સુપ્રિયાના નામની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમમાં MVA ઘટક શિવસેના (UBT) રાજ્યસભાના સભ્ય સંજય રાઉત પણ હાજર હતા. શરદ પવારે કહ્યું કે ચૂંટણી પંચ 14 કે 15 માર્ચે લોકસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરશે. ચૂંટણી પંચે તેમની પાર્ટીને ચૂંટણી ચિહ્ન "તુરાહા વગાડતો માણસ (પરંપરાગત ટ્રમ્પેટ)" ફાળવ્યો છે.


આ પણ વાંચોઃ ચૂંટણી કમિશનર અરુણ ગોયલનું અચાનક રાજીનામું, લોકસભા ચૂંટણી પહેલા મોટું સરપ્રાઈઝ


મહાવિકાસ આઘાડીની રેલીમાં જાહેરાત

શરદ પવાર બારામતી સીટથી 6 વખત સાંસદ બન્યા હતા, ત્યારબાદ તેમની પુત્રી સુપ્રિયા સુલે સતત 3 વખત અહીંથી લોકસભા સાંસદ રહી ચુક્યા છે. શરદ પવારના ભત્રીજા અજિત પવાર પણ એક વખત આ બેઠક પરથી સાંસદ બની ચૂક્યા છે. છેલ્લા 27 વર્ષથી આ બેઠક પર પવાર પરિવારનું સંપૂર્ણ શાસન છે.

બીજી તરફ એવી અટકળો છે કે શરદ પવારના ભત્રીજા અજિત પવાર તેમની પત્ની સુનેત્રા પવારને બારામતી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડાવી શકે છે. આ દરમિયાન એક રસપ્રદ ઘટના બની છે. સુપ્રિયા સુલે અને સુનેત્રા પવાર બારામતીમાં ન માત્ર એકબીજાને મળ્યા પરંતુ એકબીજાને ગળે લગાવીને અભિનંદન પણ પાઠવ્યા હતા. સુપ્રિયા સુલે અને સુનેત્રા પવાર બારામતી નજીક જલોચી ગામમાં કાલેશ્વરી મંદિરની મુલાકાત લેવા માટે ભેગા થયા હતા.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ