બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / ભારત / Election Commissioner Arun Goel Resigns Weeks Ahead Of Lok Sabha Polls

લોકસભા / BIG NEWS : ચૂંટણી કમિશનર અરુણ ગોયલનું અચાનક રાજીનામું, લોકસભા ચૂંટણી પહેલા મોટું સરપ્રાઈઝ

Hiralal

Last Updated: 07:35 AM, 10 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા ચૂંટણી પહેલા એક મોટો ફેરફાર જોવા મળ્યો છે. ચૂંટણી કમિશનર અરુણ ગોયલે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે.

લોકસભા ચૂંટણી પહેલા એક મોટી ઉથલપાથલ જોવા મળી હતી. ચૂંટણી કમિશનર અરુણ ગોયલે પોતાના પદથી રાજીનામું આપ્યું હતું જેને રાષ્ટ્રપતિ મૂર્મુ દ્વારા સ્વીકારી લેવામાં આવ્યું હતું. ચૂંટણી કમિશનરનું રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે દેશમાં થોડા અઠવાડિયામાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. શનિવારે બહાર પાડવામાં આવેલા ગેઝેટ નોટિફિકેશનમાં તેમના રાજીનામાનું જણાવાયું હતું. 

ચૂંટણી પંચમાં બે જગ્યાઓ ખાલી પડી 
અરૂણ ગોયલના આ પગલા બાદ હવે ચૂંટણી પંચમાં  કમિશનરની બે જગ્યાઓ ખાલી પડી છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચ ટૂંક સમયમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરવા જઈ રહ્યું છે. 

લોકસભાની બધી જવાબદારી આવી રાજીવ કુમારને શિરે 
હવે ચૂંટણી તંત્રની સંપૂર્ણ જવાબદારી મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના ખભે આવી છે. અરુણ ગોયલ ચૂંટણીની તૈયારીઓ માટે મુખ્ય ચૂંટણી કમિશનર સાથે અનેક રાજ્યોના પ્રવાસે ગયા હતા.અરુણ ગોયલ 1985 ની બેચના આઈએએસ અધિકારી છે. તેમણે 18 નવેમ્બર, 2022 ના રોજ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી, અને બીજા જ દિવસે તેમને ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમની નિમણૂક વિવાદોમાં ઘેરાયેલી હતી અને તેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. આ મામલાની સુનાવણી દરમિયાન ટોચની અદાલતે સરકારને પૂછ્યું હતું કે, VRS લીધાના બીજા જ દિવસે અરુણ ગોયલને ચૂંટણી કમિશનરના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા તેની શું ઉતાવળ હતી?

 ચૂંટણી કમિશર રાજીવ કુમાર યથાવત
ચૂંટણી પંચમાં હવે એકમાત્ર મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર જ રહ્યાં છે. તેમના ડેપ્યુટીની બે જગ્યાઓ ખાલી પડી છે. 

કેમ આપ્યું રાજીનામું
અરુણ ગોયલના અચાનક રાજીનામાથી રાજકીય વર્તૂળોમાં જાતજાતની ચર્ચા વહેતી થઈ છે. જોકે તેમના રાજીનામાનું કોઈ સત્તાવાર કારણ અપાયું નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ