બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / why crows are considered to be the form of ancestors during Pitru Paksha 2021

Pitru Paksha 2021 / તમે ભાગ્યે જ જાણતા હશો કે શા માટે કાગડાને માનવામાં આવે છે પિતૃઓનું સ્વરૂપ, આવું છે મહત્વ અને કારણ

Published By: Bhushita

Last Updated: 09:49 AM, 23 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પિતૃપક્ષમાં કાગડાને પૂર્વજોનું સ્વરૂપ માનવામાં આવે છે. કહેવાય છે કે જો શ્રાદ્ધમાં કાગડા ભોજન લે તો ભોજન પિતૃઓ સુધી પહોંચે છે અને તેમના આર્શીવાદ મળે છે.

  • શ્રાદ્ધમાં જાણી લો આ ખાસ વાતો
  • કાગડાને માનવામાં આવે છે પિતૃઓનું સ્વરૂપ
  • કાગડાના ભોજનને પિતૃઓ સાથે છે ખાસ સંબંધ

પિતૃપક્ષની શરૂઆત થઈ છે અને તે 6 ઓક્ટોબર સુધી ચાલવાનો છે. આ સમયે કાગડાનું મહત્વ ઘણું વધી જાય છે. કાગડાને ભોગ આપ્યા વિના શ્રાદ્ધ પૂરું થતું નથી. પિતૃઓના સ્વરૂપ રૂપે તેમને માનવામાં આવે છે. માન્યતા છે કે પિતૃઓને તર્પણ આપતી સમયે જો મુંડેર પર કાગડા બેસે તો તે અશુભ માનવામાં આવે છે.  

કાગડા ભોજન લે તો શુભ મનાય છે
જો કાગડા શ્રાદ્ધનું ભોજન લે તો તેને શુભ માનવામાં આવે છે. તેનાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. પરિવારને તેમના આર્શીવાદ મળે છે. પિતૃઓના આર્શીવાદથી પરિવાર સમૃદ્ધ બને છે પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું શા માટે હોય છે.  

પ્રભુ શ્રીરામે આપ્યું હતું વરદાન
કાગડા સાથે જોડાયેલી કથા ત્રેતાયુગની કહેવાઈ રહી છે. માન્યતા છે કે આ વખતે ઈંદ્રના પુત્ર જયંતે કાગડાનું રૂપ ધારણ કર્યું અને માતા સીતાના પગને ઘાયલ કર્યા. આ જોઈ શ્રીરામે તિનકાની મદદથી બ્રહ્માસ્ત્ર ચલાવીને કાગડાની આંખ ફોડી. આ પછી જયંતને ભૂલનો અહેસાસ થયો અને તે માફી માંગવા લાગ્યો. આ પછી શ્રીરામે તેને શ્રમા આપી. આ સાથે કહ્યું કે આજથી તને પિતૃઓનું ભોજન મળશે. ત્યારથી કાગડાને પિતૃઓનું સ્વરૂપ માનવામાં આવે છે. આ સમયે જો કાગડો તમારા ભોગમાંથી ભોજન લઈ લે છે તો તેને પિતૃઓના આર્શીવાદ માનવામાં આવે છે.

 

આવી પણ છે માન્યતા
શાસ્ત્રોમાં કાગડાને યમરાજનું પ્રતીક માનવામાં આવે છે. તે મૃત્યુના દેવતા છે. માન્યતા છે કે કાગડા આ અન્ન ખાઈ લે તો યમરાજ પ્રસન્ન થાય છે. તે તમારા તમામ કષ્ટને દૂર કરીને તમને શાંતિ આપે છે. પ્રાચીન સમયમાં યમરાજે કાગડાને વરદાન આપ્યું હતું કે તમને આપવામાં આવેલું ભોજન પિતૃઓને શાંતિ આપશે. ત્યારથી કાગડાને ભોજન આપવાની પ્રથા છે.  
 
કાગડો ન મળે તો શું કરવું
પર્યાવરણની અસર પશુ અને પક્ષીઓ પર રહે છે. કાગડો અનેક વાર ઓછો જોવા મળે છે. શ્રાદ્ધમાં જો કાગડો ન મળે તો શું કરવું. આ ભોગ તમે કોઈ પણ પક્ષીને આપી શકો છો. 

સંકળાયેલા મુદ્દાઓ

Crows Dharma Pitru Paksha 2021 Reason આર્શીવાદ કારણ ધર્મ પિતૃપક્ષ ભોગ મહત્વ શ્રાદ્ધ Pitru Paksha 2021

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ