ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / New Rule : બેંક એકાઉન્ટમાં જે નોમિનીનું નામ હોય અને તેનું જ મૃત્યું થાય તો પૈસા કોને મળશે? જાણો નવો નિયમ

બિઝનેસ / New Rule : બેંક એકાઉન્ટમાં જે નોમિનીનું નામ હોય અને તેનું જ મૃત્યું થાય તો પૈસા કોને મળશે? જાણો નવો નિયમ

Published By: Nirav Kumar

Last Updated: 07:30 PM, 25 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આપણે જ્યારે બેંકમાં ખાતું ખોલાવવા જઈએ ત્યારે નોમિનીનું નામ પણ નોંધાવવું પડે છે. આ નોમિનીનું નામ એટલા માટે નોંધાવવું પડે છે કેમ કે, જો એકાઉન્ટ હોલ્ડર્સને કઈંક થઇ જાય તો તેના પૈસા નોમિનીને મળે છે.

ADVERTISEMENT

અત્યારે લગભગ દરેક લોકો પાસે બેંક એકાઉન્ટ હશે. જેમાં તમને જાણ હશે કે,દરેક બેંક એકાઉન્ટ હોલ્ડર્સ માટે તેમનું નોમિની નોંધાવવું ફરજિયાત છે. તેનાથી જાણવા મળે છે કે,  એકાઉન્ટ હોલ્ડર્સને કંઈ થઇ જાય તો તેના  પૈસા કોને મળશે. તેમ છતાં પ્રશ્ન એ ઊભો થાય છે કે જો ખાતાધારકના એકાઉન્ટમાં નોંધાયેલ નોમિની મૃત્યુ પામે તો પૈસા કોને મળશે?

અગાઉ બેંકોને એકાઉન્ટ હોલ્ડર્સના પૈસા કોને મળવા જોઈએ તે નક્કી કરવામાં થોડી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. એના માટે લાંબી કાનૂની પ્રક્રિયા થતી હતી. પણ  હવે ભારત સરકાર દ્વારા એક નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જેથી બેંક એકાઉન્ટનો નોમિની મૃત્યુ પામે તો પણ બેંકને હવે પૈસા કોને આપવા તેની ચિંતા નહીં કરવી પડે.

vtv app promotion
  • નોમિની મૃત્યુ પામે તો કોને મળશે પૈસા ?

બેંકોને એકાઉન્ટ પર નોમિની નોંધાવવું ફરજિયાત છે. જો નોમિનીનું પણ મૃત્યુ થયું હોય તો પણ પૈસા નોમિનીને જ આપવામાં આવશે. પરંતુ આ નોમિની બીજું હશે. ઘણાને સવાલ થશે કે આવું કેવી રીતે બને? તો, તમને જણાવી દઈએ કે, સરકારે બેંકોમાં નોમિનીને લગતા નિયમોમાં ફેરફાર કર્યો છે, જે 1 નવેમ્બર 2025 થી લાગુ થશે.

  • એકને બદલે ચાર નોમિની

સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નવા નિયમો મુજબ એક ખાતાધારક હવે તેમના બેંક એકાઉન્ટમાં કે લોકરમાં ચાર નામો સુધી નોમિનીના નામોની નોંધણી કરાવી શકે છે. આ નામો ક્રમિક એટલે કે, સિકવન્સલી રીતે નોંધણી કરાવી શકાય છે. જો તમે ક્રમિક રીતે નામો પસંદ કર્યા હોય અને પ્રથમ નોમિનીનું મૃત્યુ થાય તો નેક્સ્ટ નોમિનીનું નામ એક્ટીવ થઇ જશે.

વધુ વાંચો : US-ચીન કે રશિયા નહીં, આ દેશમાંથી ભારત પર થઇ રહ્યો છે રૂપિયાનો વરસાદ

મતલબ કે,  પ્રથમ નોમિનીના મૃત્યુ બાદ નેક્સ્ટ નોમિની ક્લેમ કરી શકે છે. અને જો તે નોમિનીને કંઈક થાય તો તેની બાદનું નોમિની ક્લેમ કરશે. તેનાથી બેંક માટે આ બધા વિવાદો દૂર થશે. કેમ કે,  તેના નિયમોમાં સ્પષ્ટ કરાયું છે કે કયો નોમિની ક્યારે એક્ટીવ થશે. આ નવી જોગવાઈ બેંકિંગ લો (અમેડમેન્ટ) એક્ટ 2025નો હિસ્સો છે, જે 1 નવેમ્બર 2025થી લાગુ થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Nominee Bank Account Account Holders

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ