ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / US-ચીન કે રશિયા નહીં, આ દેશમાંથી ભારત પર થઇ રહ્યો છે રૂપિયાનો વરસાદ

બિઝનેસ / US-ચીન કે રશિયા નહીં, આ દેશમાંથી ભારત પર થઇ રહ્યો છે રૂપિયાનો વરસાદ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 11:01 AM, 25 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

FDI inflows in India : વૈશ્વિક રોકાણકારો વિશ્વભરના ઘણા દેશોમાં રોકાણ કરી રહ્યા છે. અમેરિકાના સતત વર્ચસ્વથી લઈને ઉભરતા બજારોના વિકાસ સુધી કેટલાક દેશો એવા છે.

ADVERTISEMENT

FDI inflows in India : વૈશ્વિક રોકાણકારો વિશ્વભરના ઘણા દેશોમાં રોકાણ કરી રહ્યા છે. અમેરિકાના સતત વર્ચસ્વથી લઈને ઉભરતા બજારોના વિકાસ સુધી, કેટલાક દેશો એવા છે. જે એકધારુ છપ્પરફાડ પૈસાનું રોકાણ કરી રહ્યા છે. ભારત ભલે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કડક ટેરિફના પડકારોનો સામનો કરી રહ્યું હોય, પરંતુ ભારતમાં વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI) અન્ય દેશો માટે ફાયદાકારક છે.

પીઆઇબીના આંકડા અનુસાર નાણાકીય વર્ષ 2024-25 માં ભારતમાં વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI)નો પ્રવાહ 81.04 બિલિયન ડોલરના કામચલાઉ આંકડા સુધી પહોંચ્યો, જે નાણાકીય વર્ષ 2023-24 માં 71.28 બિલિયન ડોલરથી 14 ટકા વધુ છે. શું તમે જાણો છો કે કયા દેશો ભારતમાં સૌથી વધુ રોકાણ કરી રહ્યા છે? આપણે એ પણ જાણીએ છીએ કે કયા દેશો ભારતમાં નોંધપાત્ર પ્રવાહ મેળવી રહ્યા છે, જેનો અર્થ છે કે વિદેશી રોકાણ વધી રહ્યું છે.

dollar-3

ભારતમાં સૌથી વધુ રોકાણ કરે છે આ દેશ

INDIA BRIEFING માં પ્રકાશિત એક સ્ટોરી અનુસાર ટેરિફ સંબંધિત પડકારો હોવા છતાં અમેરિકા ટોચના રોકાણકારોમાંના એક તરીકે ઉભરી આવ્યું છે, જેણે નાણાકીય વર્ષ 2025-26 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 5.61 બિલિયન અમેરિકી ડોલરનું યોગદાન આપ્યું છે, સિંગાપોર 4.59 બિલિયન અમેરિકી ડોલર સાથે બીજા ક્રમે છે, સંપૂર્ણ રોકાણની દ્રષ્ટિએ એપ્રિલ 2000 થી 76.26 બિલિયન અમેરીકી ડોલર સાથે ત્રીજા ક્રમે છે. જ્યારે મોરેશિયસ 182.2 બિલિયન અમેરિકી ડોલર રોકાણ સાથે પ્રથમ ક્રમે છે, જ્યારે સિંગાપોર 179.48 બિલિયન અમેરિકી ડોલર FDI સાથે બીજા ક્રમે છે.

fdi-india.jpg

સિંગાપોર છેલ્લા સાત વર્ષથી ભારતમાં FDIનો સ્ત્રોત

એક અહેવાલ અનુસાર નાણાકીય વર્ષ 2024-25 માં ભારતમાં વિદેશી સીધા રોકાણ (FDI) નો ટોચનો સ્ત્રોત સિંગાપોર હતો, જે સતત સાતમા વર્ષે સૌથી મોટો યોગતાનકર્તા રહ્યો. અન્ય મુખ્ય સ્ત્રોતોમાં નેધરલેન્ડ, મોરેશિયસ, યુનાઇટેડ સ્ટેટ્સ અને સંયુક્ત આરબ અમીરાતનો સમાવેશ થાય છે. આ ટોચના રોકાણ કરનારા દેશો કુલ એફડીઆઇ પ્રવાહના ત્રણ ચતુર્થાંશથી વધુ હિસ્સો ધરાવે છે.

કમ્પ્યુટર સોફ્ટવેર અને હાર્ડવેર સૌથી વધુ વિદેશી રેમિટન્સ

ક્ષેત્રીય કામગીરીની દ્રષ્ટિએ નાણાકીય વર્ષ 2025-26 ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન એફડીઆઇ આકર્ષિત કરનારા મુખ્ય ક્ષેત્રોમાં કમ્પ્યુટર સોફ્ટવેર અને હાર્ડવેર (5.4 બિલિયન અમેરિકી ડોલર), સેવાઓ (3.28 બિલિયન) અને ઓટોમોબાઇલ્સ (1.29 બિલિયન અમેરિકી ડોલર)નો સમાવેશ થાય છે.

vtv app promotion

આ પણ વાંચોઃ બિઝનેસ / બેંક ખાતામાંથી વારેવારે રોકડ ઉપાડતા હોય તો સાવધાન! ઈન્કમ ટેક્સ વિભાગ મોકલશે નોટિસ

FDI લેવામાં મહારાષ્ટ્ર આગળ

પીઆઇબીના અહેવાલ મુજબ નાણાકીય વર્ષ 24-25 માં કુલ એફડીઆઇમાં મહારાષ્ટ્રનો હિસ્સો સૌથી વધુ (39%) હતો, ત્યારબાદ કર્ણાટક (13%) અને દિલ્હી (12%) આવે છે. સ્ત્રોત દેશોમાં સિંગાપોર 30% હિસ્સા સાથે આગળ છે, ત્યારબાદ મોરેશિયસ (17%) અને યુએસ (11%) આવે છે. નાણાકીય વર્ષ 25-26 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કર્ણાટક 5.69 બિલિયન અમેરિકી ડોલર સાથે આગળ છે, ત્યારબાદ મહારાષ્ટ્ર (5.36 બિલિયન ડોલર ) અને તમિલનાડુ (2.67 બિલિયન) આવે છે. અન્ય મુખ્ય પ્રાપ્તકર્તાઓમાં ગુજરાત (1.2 બિલિયન અમેરિકી ડોલર), હરિયાણા (1.03 બિલિયન), દિલ્હી (1 બિલિયન) અને તેલંગાણા (395 મિલિયન)નો સમાવેશ થાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

FDI Investment India

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ