ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / બેંક ખાતામાંથી વારેવારે રોકડ ઉપાડતા હોય તો સાવધાન! ઈન્કમ ટેક્સ વિભાગ મોકલશે નોટિસ

બિઝનેસ / બેંક ખાતામાંથી વારેવારે રોકડ ઉપાડતા હોય તો સાવધાન! ઈન્કમ ટેક્સ વિભાગ મોકલશે નોટિસ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 11:12 PM, 24 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cash withdrawal limit for Savings Account: તમે વારંવાર લિમિટથી વધુ રોકડ ઉપાડો છો તો બેંક ચેતવણી મોડમાં જાય છે અને આ રિપોર્ટ આવકવેરા વિભાગને મોકલવામાં આવે છે.

ADVERTISEMENT

Cash withdrawal limit for Savings Account: તમે વારંવાર લિમિટથી વધુ રોકડ ઉપાડો છો તો બેંક ચેતવણી મોડમાં જાય છે અને આ રિપોર્ટ આવકવેરા વિભાગને મોકલવામાં આવે છે. વ્યવહાર તમારી આવક સાથે મેળ ખાતો નથી અથવા સ્ત્રોત સ્પષ્ટ નથી તો ટેક્સ ડિપાર્ટમેન્ટ નોટિસ મોકલી શકે છે.

તમે વારંવાર તમારા બચત ખાતામાંથી રોકડ ઉપાડો છો, તો સાવચેત રહો. આવકવેરા વિભાગ બેંક વ્યવહારો પર નજીકથી નજર રાખી રહ્યું છે. તમારા ખાતામાંથી મોટી રકમ વારંવાર ઉપાડવામાં આવે છે અથવા રોકડ પ્રવાહમાં અચાનક વધારો થાય છે, તો તમારી માહિતી સીધી આવકવેરા વિભાગ સુધી પહોંચી શકે છે. આવી સ્થિતિમાં તમને આવકવેરા નોટિસ મળી શકે છે.

INCOME-TAX

બેંકમાંથી રોકડ ઉપાડ માટેના નિયમો શું છે?

દરેક બેંકની પોતાની રોકડ ઉપાડ મર્યાદા હોય છે. ઉદાહરણ તરીકે એચડીએફસી બેંક દર મહિને 1 લાખ સુધી રોકડ ઉપાડ ફ્રી છે. ચાર મફત વ્યવહારો પછી દરેક ઉપાડ માટે 150 ચાર્જ વસૂલવામાં આવે છે.

તમે વારંવાર મર્યાદાથી વધુ રોકડ ઉપાડો છો તો બેંક ચેતવણી મોડમાં જાય છે અને આ રિપોર્ટ આવકવેરા વિભાગને મોકલવામાં આવે છે. વ્યવહાર તમારી આવક સાથે મેળ ખાતો નથી અથવા સ્ત્રોત અસ્પષ્ટ છે, તો કર વિભાગ નોટિસ મોકલી શકે છે.

આવકવેરા નોટિસનો અર્થ શું છે?

આવકવેરા વિભાગને લાગે કે તમારા ખાતામાં પૈસા આવવા અને જવાની એક્ટિવીટી તમારા ઇન્કમટેક્સ હિસાબે વધુ છે. તો તેઓ તમને વ્યવહારનો સ્ત્રોત પૂછી શકે છે. જો તમે માન્ય જવાબ આપવામાં નિષ્ફળ જાઓ છો અથવા સહાયક દસ્તાવેજો પ્રદાન કરવામાં નિષ્ફળ જાઓ છો, તો તમને દંડનો સામનો કરવો પડી શકે છે.

MONEY-COVER

રોકડ જમા કરવા પર આવકવેરા ટેક્સની નોટિસ આવી શકે?

કર વિભાગ ફક્ત રોકડ ઉપાડ જ નહીં પરંતુ બચત ખાતાઓમાં મોટી થાપણો પર પણ નજર રાખે છે.

તમે નાણાકીય વર્ષમાં 1 એપ્રિલથી 31 માર્ચ દરમિયાન તમારા બચત ખાતામાં 10 લાખ કે તેથી વધુ રકમ જમા કરાવી હોય તો બેંક આ માહિતી આવકવેરા વિભાગને જાણ કરશે.

આવા કિસ્સાઓમાં વિભાગ તમારી આવક અને ખર્ચની તપાસ કરે છે. તમારી આવક અને બેંક વ્યવહારો વચ્ચે કોઈ વિસંગતતા હોય તો આવકવેરા નોટિસ મોકલી શકે છે.

vtv app promotion

આ પણ વાંચોઃ બિઝનેસ / કોથળા ભરીને રૂપિયા તૈયાર રાખજો! કમાણી કરાવવા આવી રહ્યા છે 40,000 કરોડના IPO

આવકવેરા નોટિસ કેવી રીતે ટાળવી?

દરેક વ્યવહારનો રેકોર્ડ રાખો.

મોટી રકમ જમા કરાવતા અથવા ઉપાડતા પહેલા ખાતરી કરો કે સ્ત્રોત સ્પષ્ટ છે.

જો પૈસા વ્યવસાય અથવા વ્યવહારમાંથી આવે છે, તો તેનો પુરાવો રાખો.

કોઈપણ વ્યવહાર કરતી વખતે તમારા બેંક અથવા કર સલાહકારની સલાહ લેવાનું ભૂલશો નહીં.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Savings Account Case Withdrawal Limit Income Tax Notice

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ