ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / who suspends supply of bharat biotechs covaxin under un procurement

BIG NEWS / ઝટકો: WHOની ભારત બાયોટેક પર એક્શન, covaxin વેક્સિનની સપ્લાઈ પર રોક લગાવી

Published By: Pravin

Last Updated: 12:35 PM, 3 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકની કોવેક્સિનના આંતરરાષ્ટ્રીય સપ્લાય પર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ADVERTISEMENT

  • ભારત બાયોટેકની રસીની સપ્લાઈ WHOએ સ્થગિત કરી
  • રસીની ગુણવત્તાને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો નથી
  • જે દેશમાં સપ્લાઈ થઈ છે, તે આના વિરુદ્ધ પગલા લઈ શકે છે 

હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકની કોવેક્સિનના આંતરરાષ્ટ્રીય સપ્લાય પર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. WHO એ કંપનીને કહ્યું છે કે, કંપનીના ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ (GMP)માં કમી છે. સારી મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસનો મતલબ પ્લાન્ટના સાધનોનોના અર્થમાં છે. જોકે, તેમણે રસીની સલામતી અને અસરકારકતા અંગે કોઈ આશંકા વ્યક્ત કરી નથી. બીજી બાજુ, આ સસ્પેન્શન પછી, કોવેક્સીને રવિવારે આ અંગે એક નિવેદન બહાર પાડ્યું છે. કંપનીએ કહ્યું કે WHO ના સસ્પેન્શનથી રસીની સલામતી અને અસરકારકતા પર કોઈ અસર નહીં પડે.

WHO ટીમે 14 માર્ચથી 22 માર્ચ, 2022 દરમિયાન ભારત બાયોટેકના પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું હતું. આ પછી, તેણે કોવેક્સિનને સ્થગિત કરવાની જાહેરાત કરી છે. કોવેક્સીન ઘણા ગરીબ દેશોમાં સપ્લાય કરવામાં આવી રહી છે. શનિવારે, WHO એ કહ્યું કે, રસી મેળવનારા દેશો રસી વિરુદ્ધ યોગ્ય પગલાં લઈ શકે છે.

સતત સુધારો કરી રહ્યા છીએ : ભારત બાયોટેક

ડબ્લ્યુએચઓના આ પ્રકારના નિર્ણય બાદ, રસી નિર્માતાએ રવિવારે કહ્યું કે, કંપની ઑપ્ટિમાઇઝેશન માટે કોવેક્સિનનું ઉત્પાદન ધીમું કરી રહી છે. હવે કંપની મેન્ટેનન્સ સંબંધિત સુવિધાઓ અને અન્ય પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેમણે કહ્યું કે, કોવિડ-19ને કારણે દેશમાં ઊભી થયેલી સ્વાસ્થ્ય કટોકટીને કારણે, ભારત બાયોટેકે ગયા વર્ષે સતત રસીનું ઉત્પાદન કર્યું હતું. આ માટે પ્લાન્ટમાંથી તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ રોગચાળા દરમિયાન કેટલાક સાધનો ઉપલબ્ધ નહોતા. આ પછી પણ અમે ગુણવત્તા સાથે ક્યારેય બાંધછોડ કરી નથી. કંપનીએ કહ્યું કે અમે કોવેક્સિનનું ઉત્પાદન વધારવા અને વૈશ્વિક  જરૂરિયાતોને પહોંચી વળવા પ્લાન્ટમાં સતત સુધારો અને અપગ્રેડ કરી રહ્યા છીએ.

WHO પણ સંમત થયું - સલામતી અને અસરકારકતાની સમસ્યા નથી

WHOએ કહ્યું - WHO એ UN પ્રાપ્તિ એજન્સીઓ દ્વારા ભારત (બાયોટેક) દ્વારા ઉત્પાદિત COVAXIN ની સપ્લાઈને સ્થગિત કરવાની પુષ્ટિ કરી છે. તેણે આ રસી મેળવનાર દેશોને યોગ્ય પગલાં લેવાની ભલામણ કરી છે. જો કે, યુએન બોડીએ સ્પષ્ટતા કરી છે કે રસીની સલામતી અને અસરકારકતા અંગે કોઈ સમસ્યા નથી.

જે પણ સુધારા કહે છે તે કરવા તૈયાર છીએ- ભારત બાયોટેક

ભારત બાયોટેકે કહ્યું કે, અમે WHO ના EUL દ્વારા નિરીક્ષણ દરમિયાન નોંધાયેલા સુધારાઓ સાથે સહમત છીએ અને આ સુધારાઓ ટૂંક સમયમાં પ્લાન્ટમાં કરવામાં આવશે. કંપનીએ કહ્યું કે ડબ્લ્યુએચઓ અનુસાર, રસીમાં કોઈ ફેરફાર કરવાના નથી.

સંકળાયેલા મુદ્દાઓ

Who bharat biotechs covaxin કોવાક્સિન ડબ્લ્યુએચઓ ભારત બાયોટેક વેક્સિન COVAXIN

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ