બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ભારત / Who is Revanth Reddy? Who is being credited for the Congress victory in Telangana, is also leading the CM race

Telangana Elections 2023 / કોણ છે રેવંત રેડ્ડી? જેઓને તેલંગાણામાં કોંગ્રેસની જીત માટે અપાઇ રહ્યો છે શ્રેય, CM રેસમાં પણ છે અવ્વલ

Megha

Last Updated: 01:13 PM, 3 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તેલંગાણામાં જીતનો મોટાભાગનો શ્રેય રેવંત રેડ્ડીને મળી રહ્યો છે. સાથે જ સવાલ ઉઠવા લાગ્યા છે કે શું રેડ્ડી મુખ્યમંત્રી બનશે? 2021માં કોંગ્રેસે તેમને મોટી જવાબદારી આપીને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા હતા.

  • મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા અને છત્તીસગઢમાં મતગણતરી ચાલી રહી છે
  • તેલંગાણામાં કોંગ્રેસ પોતાની સરકાર બનાવતી જોવા મળી રહી છે
  • તેલંગાણામાં જીતનો મોટાભાગનો શ્રેય રેવંત રેડ્ડીને મળી રહ્યો છે

એક્ઝિટ પોલના અનુમાન અનુસાર, તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં પહેલીવાર કોંગ્રેસની સરકાર બની રહી છે. કોંગ્રેસ પક્ષમાં પ્રદેશ અધ્યક્ષ રેવંત રેડ્ડીને મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. રેવંત રેડ્ડી સમગ્ર રાજ્યની વિધાનસભા ચૂંટણી દરમિયાન કેન્દ્રમાં રહ્યા હતા. તેમણે BRS ચીફને કોર્નર કરવા માટે કોડંગલમાં કામરેડ્ડીથી ચૂંટણી લડી હતી. 

54 વર્ષીય રેવંત રેડ્ડી તેલંગાણામાં કોંગ્રેસ માટે એક મોટી શક્તિ તરીકે ઉભરી આવ્યા છે. રેવંત રેડ્ડી હાલમાં લોકસભાના સભ્ય છે. હવે તેઓ સાંસદમાંથી સીધા સીએમ બની શકે છે. રેવંત રેડ્ડી મુખ્યમંત્રીની રેસમાં સૌથી આગળ છે. રેવંત રેડ્ડી આંધ્ર પ્રદેશના સમયમાં કોડંગલથી જીતીને ધારાસભ્ય બન્યા હતા. 2009માં અને ફરીથી 2014માં ટીડીપીની ટિકિટ પર જીતેલા રેવંત રેડ્ડીને 2018ની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા પર હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી કોંગ્રેસે તેમને 2019ની લોકસભા ચૂંટણીમાં મલ્કાજગીરી લોકસભા સીટ પરથી મેદાનમાં ઉતાર્યા હતા. રેવંત રેડ્ડીએ જોરદાર વાપસી કરીને આ સીટ જીતી લીધી અને પછી લોકસભામાં પહોંચ્યા. તેમણે TRS ઉમેદવારને 10 હજારથી વધુ મતોથી હરાવ્યા અને 2018ની ચૂંટણીમાં મળેલી હારનો બદલો લીધો. 

હવે તેણે 2023ની વિધાનસભાની ચૂંટણીમાં કેસીઆરને કારમી હાર આપી છે. રેવંત રેડ્ડીની મહેનતના કારણે રાજ્યમાં કોંગ્રેસ પ્રથમ વખત સરકાર બનાવશે. રેવંત રેડ્ડીએ તેમના વિદ્યાર્થી જીવન દરમિયાન એબીવીપીમાંથી રાજકારણની શરૂઆત કરી હતી. રસપ્રદ વાત એ છે કે એબીવીપીમાંથી રાજકારણ શીખ્યા બાદ અને ટીડીપીમાં આવ્યા બાદ રેવંત રેડ્ડી હવે તેલંગાણાના બીજા સીએમ બનશે. 

Telangana Assembly election result Congress rulled over KCR, government will be formed with a clear mandate

TDPમાંથી કોંગ્રેસમાં આવેલા અનુમુલા રેવંથ રેડ્ડી (A. Revanth Reddy), નો જન્મ 8 નવેમ્બર 1969 ના રોજ થયો હતો. અત્યાર સુધીની કારકિર્દીમાં તેઓ ધારાસભ્ય અને સાંસદ રહ્યા છે. તેઓ 2009 અને 2014 ની વચ્ચે આંધ્ર પ્રદેશ વિધાનસભામાં અને 2014 અને 2018 ની વચ્ચે તેલંગણા વિધાનસભામાં તેલુગુ દેશમ પાર્ટી (TDP) તરફથી કોડંગલ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા વિધાનસભાના બે વખત સભ્ય (MLA) હતા. ઓક્ટોબર 2017માં તેઓ ટીડીપી છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. જૂન 2021 માં, તેમને તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. હતા. રેવંત રેડ્ડી મહબૂબનગર જિલ્લાના રહેવાસી છે. તેણે ઓસ્માનિયા યુનિવર્સિટીની AV કોલેજમાંથી બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવી છે. રેવંત રેડ્ડીની પત્નીનું નામ ગીતા છે. તે કોંગ્રેસના દિગ્ગજ નેતા જયપાલ રેડ્ડીની ભત્રીજી છે. રેવંત રેડ્ડી એક પુત્રીના પિતા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ