બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / Who is Bimal Patel, the architect of the new Parliament Building?

સેન્ટ્રલ વિસ્ટા / કોણ છે નવા સંસદ ભવનના આર્કિટેક્ટ બિમલ પટેલ? રિવરફ્રન્ટ, ગુજરાત હાઇકોર્ટ અને કાશી વિશ્વનાથધામ માટે કરી ચૂક્યા છે કામ

Priyakant

Last Updated: 04:05 PM, 19 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bimal Patel News: નવા સંસદ ભવનની ડિઝાઇન આર્કિટેક્ટ બિમલ પટેલ દ્વારા કરવામાં આવી છે તૈયાર, 64,500 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે આખું કેમ્પસ

  • દિલ્હી ખાતે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ નવું સંસદ ભવનનું કામ પૂર્ણ
  • નવા સંસદ ભવનના આર્કિટેક્ટ બિમલ પટેલ કોણ છે ? 
  • ગુજરાત હાઇકોર્ટ અને કાશી વિશ્વનાથધામ માટે કરી ચૂક્યા છે કામ 

દિલ્હી ખાતે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ નવું સંસદ ભવનનું કામ પૂર્ણ થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ તેનું ઉદ્ઘાટન કરશે. લોકસભા સચિવાલયે માહિતી આપી છે કે, નવું સંસદ ભવન રેકોર્ડ સમયમાં પૂર્ણ થયું છે. નોંધનીય છે કે, PM મોદીએ 10 ડિસેમ્બર 2020 ના રોજ તેનો શિલાન્યાસ કર્યો હતો.  

નવા સંસદ ભવનનું નિર્માણ ટાટા પ્રોજેક્ટ દ્વારા કરવામાં આવ્યું છે. પરંતુ આ બિલ્ડીંગ આર્કિટેક્ટ બિમલ પટેલ દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. બિમલ પટેલ ગુજરાતના અમદાવાદ શહેરમાંથી આવે છે. આ પહેલા પણ તેણે ઘણી પ્રખ્યાત ઇમારતો ડિઝાઇન કરી છે. આજે આપણે જાણીશું બિલ્ડીંગ આર્કિટેક્ટ બિમલ પટેલ વિશે. 

કોણ છે બિમલ પટેલ?
બિમલ પટેલનો જન્મ 31 ઓગસ્ટ 1961ના રોજ ગુજરાતમાં થયો હતો. તેઓ લગભગ 35 વર્ષથી આર્કિટેક્ચર, અર્બન ડિઝાઈન અને અર્બન પ્લાનિંગ સંબંધિત કામમાં રોકાયેલા છે. આ ઉપરાંત પટેલ અમદાવાદ સ્થિત CEPT યુનિવર્સિટીના પ્રમુખ પણ છે. તેઓ આર્કિટેક્ચર, પ્લાનિંગ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ ફર્મ HCP ડિઝાઇન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડનું પણ નેતૃત્વ કરે છે. 2019માં તેમને આર્કિટેક્ચર અને પ્લાનિંગમાં તેમના અસાધારણ કાર્ય માટે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. 

બિમલ પટેલ ક્યાંથી ભણ્યા?
બિમલ પટેલે અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો છે. તેમણે સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજીની સ્કૂલ ઓફ આર્કિટેક્ચરમાંથી આર્કિટેક્ચરનો અભ્યાસ કર્યો હતો. 1984માં CEPTમાંથી આર્કિટેક્ચરમાં તેમની પ્રથમ વ્યાવસાયિક ડિગ્રી મેળવ્યા પછી પટેલ બર્કલેમાં રહેવા ગયા. ત્યાં તેણે કોલેજ ઓફ એન્વાયર્નમેન્ટલ ડિઝાઇનમાં અભ્યાસ કર્યો. 1995માં તેમણે પીએચડીની ડિગ્રી મેળવી.

બિમલ પટેલની કારકિર્દી
1990માં બિમલ પટેલે તેમના પિતા સાથે કામ કરવાનું શરૂ કર્યું. તેમણે સૌપ્રથમ અમદાવાદમાં આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટની રચના કરી હતી. આ માટે તેમને 1992માં આર્કિટેક્ચર માટે આગા ખાન એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ પછી તેણે ઘરો, સંસ્થાઓ, ઔદ્યોગિક ઇમારતો અને શહેરી પુનર્વિકાસ પ્રોજેક્ટ્સ પર કામ કર્યું. કાંકરિયા લેક ડેવલપમેન્ટ અને સાબરમતી રિવરફ્રન્ટ જેવા અર્બન ડિઝાઈન પ્રોજેક્ટ દેશમાં તેમના પ્રકારનો પ્રથમ પ્રોજેક્ટ છે. તેમના કામ માટે તેમને અત્યાર સુધી અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. 1992માં આર્કિટેક્ચર માટે આગા ખાન એવોર્ડ, 1998માં યુનાઈટેડ નેશન્સ એવોર્ડ ઓફ એક્સેલન્સ, 2001માં વર્લ્ડ આર્કિટેક્ચર એવોર્ડ અને 2006માં શહેરી આયોજન અને ડિઝાઇનમાં શ્રેષ્ઠતા માટે પીએમ નેશનલ એવોર્ડ.

બિમલ પટેલે કયા પ્રોજેક્ટનું આર્કિટેક્ટ કર્યું?

  • સંસદ ભવન અને સેન્ટ્રલ વિસ્ટા, નવી દિલ્હી
  • વિશ્વનાથ ધામ, કાશી વિશ્વનાથ મંદિર, વારાણસી
  • મંત્રીઓનું બ્લોક અને સચિવાલય, ગુજરાત
  • આગા ખાન એકેડેમી, હૈદરાબાદ
  • પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી, ગુજરાત
  • સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ
  • ટાટા સીજીપીએલ ટાઉનશિપ, મુન્દ્રા , ગુજરાત
  • IIM અમદાવાદનું નવું કેમ્પસ, અમદાવાદ 
  • સીજી રોડનું પુનઃવિકાસ, અમદાવાદ
  • ગુજરાત હાઈકોર્ટ બિલ્ડિંગ, અમદાવાદ
  • ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થા, અમદાવાદ

નવું સંસદ ભવન કેવું હશે?
ત્રિકોણના આકારમાં બનેલી નવી સંસદ ભવન ચાર માળની છે. આ આખું કેમ્પસ 64,500 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે. તેની કિંમત 862 કરોડ રૂપિયા છે. નવી બિલ્ડીંગમાં એક કોન્સ્ટીટ્યુશન હોલ પણ હશે, જેમાં ભારતીય લોકશાહીનો વારસો દર્શાવવામાં આવશે. આ ઉપરાંત આ સંસદમાં સંસદ સભ્યો માટે લોન્જ, અનેક કમિટી રૂમ, ડાઇનિંગ એરિયા અને પાર્કિંગની જગ્યા હશે. સંસદ ભવનનાં ત્રણ મુખ્ય દ્વાર હશે - જ્ઞાન દ્વાર, શક્તિ દ્વાર અને કર્મ દ્વાર. 

આ સાથે વીઆઈપી, સાંસદો અને મુલાકાતીઓની એન્ટ્રી અલગ-અલગ ગેટથી થશે. નવા સંસદભવનમાં 888 લોકસભા અને 300 રાજ્યસભા સાંસદો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. જો બંને ગૃહોની સંયુક્ત બેઠક હોય તો તેમાં એક સમયે 1,280 સાંસદો બેસી શકશે. વર્તમાન સંસદ ગૃહમાં લોકસભામાં 550 અને રાજ્યસભામાં 240 સભ્યો માટે બેઠક વ્યવસ્થા છે. વર્તમાન સંસદ ભવન 1927માં પૂર્ણ થયું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ