બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / which direction of the house which photo of hanuman ji should be placed the obstacle will be removed
ADVERTISEMENT
હનુમાનજી એક ભગવાન છે જે કળિયુગમાં પણ પૃથ્વી પર વિરાજમાન છે. ભગવાન હનુમાનજીની પૂજા આરાધના કરવાથી મનુષ્ય દરેક રીતે ભય મુક્ત થાય છે. તેમની પૂજા કરવાથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે. અનેક લોકો હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તો ફાયદો થાય છે અને બજરંગબલીની અસીમ કડપા પણ મળે છે. મંગળવારને હનુમાનજીની આરાધના માટે ખાસ માનવામાં આવે છે. આ દિવસે તેમની વિશેષ પૂજા અને ફોટો લગાવવાથી વાસ્તુનો દોષ દૂર થાય છે. તો જાણો કઈ દિશામાં કયો ફોટો લગાવવો યોગ્ય છે.
.jpg)
ADVERTISEMENT
પંચમુખી હનુમાનજી
માન્યતા છે કે જે ઘરમાં પંચમુખી હનુમાનજીનો ફોટો હોય છે તે ઘરમાં કોઈ પણ મુશ્કેલી રહેતી નથી. પંચમુખી ફોટો લગાવવાથી ઘરમાં માતા લક્ષ્મીની કૃપા બની રહે છે. આ સિવાય નકારાત્મક ઉર્જા દૂર થાય છે. આ સિવાય પ્રવેશદ્વાર પર આ ફોટો લગાવી લેવામાં આવે તો ઘરમાં કોઈ પણ નકારાત્મક શક્તિનો પ્રવેશ થઈ શકતો નથી.
દક્ષિણ દિશામાં લગાવો હનુમાનજીનો ફોટો
કહેવાય છે કે હનુમાનજીનો ફોટો હંમેશા દક્ષિણ દિશામાં લગાવવો. આ દિશામાં તેમનો પ્રભાવ વધારે રહે છે. વાસ્તુના અનુસાર આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ રહેતો નથી.
ADVERTISEMENT

લાલ રંગના હનુમાનજીનો ફોટો
આ ફોટો ઘરના દક્ષિણ દિશામાં લગાવવો યોગ્ય રહે છે. લાલ રંગના હનુમાનજીનો બેઠેલો ફોટો લગાવવાથી નેગેટિવ એનર્જીની અસર ઘટે છે. આ ફોટો લગાવવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ થાય છે. જીવનમાં સમૃદ્ધિ લાવવા માટે આ મુદ્રાનો ફોટો રાખી તેમની પુજા કરવી યોગ્ય છે.
ADVERTISEMENT
પર્વત ઉઠાવેલા સંકટ મોચન હનુમાનજી
વાસ્તુ શાસ્ત્રમાં તેમના ઘરમાં પર્વત ઉઠાવેલા હનુમાનજીનો ફોટો લગાવવાની સલાહ આપવામાં આવે છે. જેમના પરિવારના સભ્યોમાં સાહસ અને આત્મવિશ્વાસની ખામી જોવા મળે છે તેમને માટે આ ખાસ ફોટો મદદ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.