ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / કયા દેશમાં સૌથી વધુ AI ટેલેન્ટ, આ મામલે ભારતનું સ્થાન ક્યાં?

ટેક / કયા દેશમાં સૌથી વધુ AI ટેલેન્ટ, આ મામલે ભારતનું સ્થાન ક્યાં?

Published By: Nirav Kumar

Last Updated: 04:55 PM, 13 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક રિપોર્ટ મુજબ ભારત હવે AI સ્કીલિંગની દ્રષ્ટિએ વિશ્વના અગ્રણી દેશોમાંનો એક છે. જો આ ગતિ ચાલુ રહે તો આવનારા વર્ષોમાં ભારત AI ટેલેન્ટની દ્રષ્ટિએ વિશ્વનો નંબર વન દેશ બની શકે છે.

ADVERTISEMENT

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)થી દુનિયા સૌથી ઝડપથી બદલાઈ રહી છે.  દરેક ક્ષેત્ર જેમ કે તે બેંકિંગ, પ્રોડક્શન, હેલ્થ હોય કે શિક્ષણ, હવે ડિજિટલ અને AI બની ગયા છે. એવામાં સવાલ થાય કે, કયો દેશ આ નવા યુગના સૌથી મોટા AI હબ તરીકે ઉભરી રહ્યો છે? AI, ડિજિટલ સ્કીલિંગ અને યુવાનોની શીખવાની શક્તિએ ભારતને નવી સ્કિલ ઈકોનોમીમાં અગ્રેસર બનાવ્યું છે. જો આ ગતિ ચાલુ રહે તો આવનારા વર્ષોમાં આ દેશ AI ટેલેન્ટની દ્રષ્ટિએ વિશ્વનો નંબર વન બની શકે છે. ચાલો જોઈએ કે આ ક્ષેત્રમાં ભારત ક્યાં છે.

  • કયા દેશમાં સૌથી વધુ AI ટેલેન્ટ?

ઇન્ડિયા સ્કિલ્સ રિપોર્ટ 2026 મુજબ ભારત હવે AI સ્કીલિંગની દ્રષ્ટિએ વિશ્વના અગ્રણી દેશોમાંનો એક છે. આ રિપોર્ટ ETS દ્વારા CII (કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી), AICTE (ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન) અને AIU (એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ) ના સહયોગથી તૈયાર કરવામાં આવ્યો હતો.

આ રિપોર્ટ અનુસાર 1,00,000 થી વધુ ઉમેદવારો અને 1000 થી વધુ કંપનીઓ પાસેથી ડેટા ભેગો કરવામાં આવ્યો હતો. ભારતમાં AIને હવે બેઝ લાઈન સ્કિલ માનવામાં આવે છે. જેમ એક સમયે કમ્પ્યુટર ચલાવવું કે ઇન્ટરનેટના ઉપયોગનું જ્ઞાન જરૂરી હતું તેવી જ રીતે હવે લગભગ દરેક ક્ષેત્રમાં ડિજિટલ કામ માટે AI નું નોલેજ જરૂરી છે.

આ રિપોર્ટ મુજબ ભારતની રોજગાર ક્ષમતા 2024માં 54.81 ટકા હતી તે વધીને 2025 માં 56.35 ટકા થવાનો અંદાજ છે. મતલબ કે, લોકો ઇન્ડસ્ટ્રીની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે વધુ લોકો સ્કિલ બની રહ્યા છે. તેના ત્રણ મુખ્ય કારણો AI અને ડિજિટલ સ્કિલમાં ઝડપી ટ્રેનિંગ, ટાયર-2 અને ટાયર-3 શહેરોમાં યુવાનોની ભાગીદારીમાં વધારો અને મહિલાઓની વધતી ભૂમિકા છે, જેમની રોજગાર ક્ષમતા 54 ટકા સુધી પહોંચી ગઈ છે જે પુરુષો કરતા વધારે છે.

vtv app promotion

આ રિપોર્ટ મુજબ ભારતમાં 2027 સુધીમાં AI પ્રોફેશનલની સંખ્યા 1.25 મિલિયન સુધી પહોંચી જશે. જેમાં 90 ટકાથી વધુ કર્મચારીઓ હવે કોઈને કોઈ સ્વરૂપમાં જનરેટિવ AI ટૂલ્સનો ઉપયોગ કરી રહ્યા છે. આ સિવાય 70 ટકા IT કંપનીઓ અને 50 ટકા બેંકિંગ, ફાઇનાન્સ અને વીમા (BFSI) કંપનીઓ ભરતી માટે AI-બેસ્ડ સિસ્ટમ્સનો ઉપયોગ કરી રહી છે.

આ રિપોર્ટ મુજબ આગામી નાણાકીય વર્ષ 2026-27 માં ભરતીનો હેતુ 29 ટકાથી વધીને 40 ટકા થયો છે. જેમાં સૌથી વધુ નોકરીઓનું સર્જન ટેકનોલોજી, બેંકિંગ અને ફિનટેક, પ્રોડક્શન, રિન્યુએબલ એનર્જી અને હેલ્થ જેવા ક્ષેત્રોમાં થવાની અપેક્ષા છે. આ સિવાય  BFSI અને ફિનટેક ક્ષેત્રો જ 2030 સુધીમાં 2,50,000 નવી નોકરીઓનું સર્જન કરી શકે છે.

  • શિક્ષણ અને નીતિમાં ફેરફાર

ભારતમાં ગિગ અને ફ્રીલાન્સ વર્કફોર્સ સતત વધી રહી છે. 2030 સુધીમાં આ આંકડો 23.5 મિલિયન સુધી પહોંચવાનો અંદાજ છે. ગયા વર્ષે જ પ્રોજેક્ટ-આધારિત ભરતીમાં 38 ટકાનો વધારો થયો છે. જ્યારે 72 ટકા નોકરીઓ હવે કાયમી છે ત્યારે ગિગ અને થર્ડ-પાર્ટી નોકરીઓમાં 16 ટકાનો વધારો થયો છે. મતલબ કે, ભારતીય અર્થતંત્ર ધીમે ધીમે ફ્લેક્સિબલ વર્ક મોડલ તરફ આગળ વધી રહ્યું છે.

વધુ વાંચો : આજે OnePlus 15 ભારતમાં થશે લોન્ચ, iPhone 17 કરતા આટલી ઓછી હશે કિંમત!

તો AICTE દ્વારા પ્રોજેક્ટ પ્રેક્ટિસ અને AI અને ક્લાઇમેટ સેલ જેવી નવી પહેલોએ ટેકનિકલ લર્નિંગને ફરીથી આકાર આપ્યો છે. જેમાં શિક્ષણ હવે પાઠ્યપુસ્તકો સુધી મર્યાદિત નથી રહ્યું પરંતુ પ્રોજેક્ટ બેસ્ડ લર્નિંગ, ઇન્ડસ્ટ્રી સાથે સહયોગ અને સ્ટેકેબલ સર્ટિફિકેટ પર ફોક્સ કરવામાં આવ્યું છે. જો ભારત ભવિષ્યમાં તેનું સ્કિલ પાવર જાળવી રાખવા માંગે છે તો પોલીસી, એજ્યુકેશન અને ઇન્ડસ્ટ્રીને એકીકૃત કરવું પડશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

AI Learning AI Skilling Artificial Intelligence

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ