બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / Where is Raj Kiran 80s bollywood actor is lost somewhere from last 25 years, his daughter is searching for him

બોલિવૂડ / 25 વર્ષથી ગાયબ છે 80ના દાયકાનો બોલિવૂડનો આ હીરો, છેલ્લે પાગલખાનામાં મળ્યો હતો, હવે ક્યાં છે કોઈને ખબર નથી

Vaidehi

Last Updated: 08:45 AM, 21 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડનો આ એક્ટર 25 વર્ષથી ગુમનામ છે. ક્યાં છે, શું કરે છે કોઈ નથી જાણતું. ડિપ્રેશનનો શિકાર બન્યા બાદ સ્થિતિ લથળી હોવાનો અનુમાન.

  • 80નાં દાયકાનાં આ એક્ટર છે ગુમનામ
  • 25 વર્ષથી ક્યાં છે કોઈને નથી ખબર
  • ડિપ્રેશનનો શિકાર બન્યા બાદ સ્થિતિ લથળી

80-90નાં દાયકામાં બોલિવૂડમાં અનેક એક્ટર્સની એન્ટ્રી થઈ હતી જેમાંથી કેટલાક સફળ થઈ ગયાં અને કેટલાક ગુમનામ રહ્યાં. એવા જ એક એક્ટર છે રાજ કિરણ. તેમણે એ દાયકામાં ફિલ્મ 'કર્ઝ'માં કામ કર્યું હતું. રાજ કિરણે અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું. મોટાભાગની ફિલ્મોમાં તે સાઈડ રોલમાં જોવા મળ્યાં હતાં પરંતુ હવે રાજ કિરણે ક્યાં છે? તેમની સાથે શું થયું છે?

Raj Kiran and Kalpana lyer

ડિપ્રેશનનો શિકાર બન્યા બાદ શું થયું?
મીડિયા રિપોર્ટસ્ અનુસાર રાજ કિરણને કામ ન મળવાને લીધે તે ડિપ્રેશનનો શિકાર બન્યા હતાં. તેમની શારીરિક તબિયત તો ખરાબ થઈ જ હતી સાથે-સાથે માનસિક સ્થિતી પણ ખરાબ થઈ ગઈ હતી. માહિતી અનુસાર તેમની મુંબઈનાં બાયખલા મેંટલ હોસ્પિટલમાં ઈલાજ પણ કરાવવામાં આવ્યો હતો. પરંતુ આજે તે ક્યાં છે અને શું કરી રહ્યાં છે કોઈ નથી જાણતું.

25 વર્ષથી ગુમનામ છે રાજ કિરણ
કેટલાક લોકો દાવો કરી રહ્યાં છે કે રાજ અમેરિકા જતાં રહ્યાં હતાં પરંતુ માહિતી અનુસાર જ્યારે દિગ્ગજ એક્ટર ઋષિ કપૂર અમેરિકા ગયાં હતાં ત્યારે રાજનાં ભાઈએ ઋષિ કપૂરને જણાવ્યું હતું કે તેમનો ઈલાજ અટલાંટાનાં પાગલખાનામાં થઈ રહ્યો છે. તેમની પત્નીએ પણ તેમનો સાથ છોડી દીધો હતો અને તેમની દીકરી તો આજે પણ તેમને શોધી રહી છે. રાજ કિરણની ગુમનામીને 25 વર્ષ થઈ ગયાં છે.

90નાં દશકામાં ડાઉનફૉલની શરૂઆત થઈ
રાજ કિરણે એવી અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું જે તે સમયે સુપરહીટ ગઈ હતી. તેમાંની કેટલીક છે, 'બસેરા', 'અર્થ', 'રાજ તિલક'. મીડિયા રિપોર્ટસ્ અનુસાર 90નાં દશકો આવતાંની સાથે જ કિરણનું ભાગ્ય બદલાઈ ગયું અને તેમનો ડાઉનફૉલ શરૂ થઈ ગયો.ધીમે-ધીમે કિરણને ફિલ્મોમાં કામ મળવાનું બંધ થઈ ગયું. કહેવાય છે કે આ બાદ તેઓ ટીવી સીરિયલમાં પણ કામ કરવા જતાં હતાં પરંતુ કંઈ મેળ પડ્યો નહી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ