બ્રેકિંગ ન્યુઝ
VTV / When will the third wave of Corona in the country end says scientist
Khyati
Last Updated: 03:49 PM, 10 January 2022
ADVERTISEMENT
દેશમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના 1,79,723 નવા કેસ નોંધાયા છે જ્યારે 46,569 લોકો સ્વસ્થ થયા છે. તેમજ દેશમાં કોરોનાથી 146 લોકોના મોત નીપજ્યા છે. કોરોનાના સક્રિય કેસ વધીને 7,23,619 થઈ ગયા છે. તો પોઝિટીવ રેટ વધીને 13.29 ટકા થઈ ગયો છે. તો કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસ વધીને 4033 થઇ ગયા છે. આ બધાની વચ્ચે નિષ્ણાતો એવી પણ આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે દિલ્હી, મુંબઈ સહિત દેશના કેટલાક ભાગોમાં કોરોનાનું ત્રીજું મોજું આવી ગયું છે. પરંતુ બહુ જલ્દીથી દેશમાં કોરોનાની ત્રીજી લહેર સમાપ્ત થઇ જશે. જો કે વિશેષજ્ઞો માની રહ્યા છે કે મુંબઇ અને દિલ્હીમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઇ ગઇ છે.
ADVERTISEMENT
મુંબઇ-દિલ્હીમાં કોરોનાની ત્રીજી લહેર ટોચ પર
IIT કાનપુરના પ્રોફેસર અને ગણિતશાસ્ત્રી મનિંદ અગ્રવાલે મુંબઇ અને દિલ્હીમાં કોરોનાના કેસ અંગે અભ્યાસ કર્યો. તેમનો દાવો છે કે જાન્યુઆરીના અંત સુધીમાં ભારતમાં કોરોના સંક્રમણના 8 લાખ કેસ જોવા મળી શકે છે. તેમણે કહ્યું, 'મુંબઈમાં કોરોનાની ત્રીજી લહેર આ મહિનાના મધ્યમાં તેની ટોચ પર પહોંચવાની આશા છે. દિલ્હીમાં પણ આવી જ સ્થિતિ બહુ દૂર નથી.
દેશમાં કોરોનાની ત્રીજી લહેર ક્યારે થશે સમાપ્ત ?
પ્રોફેસર મનિંદનું કહેવુ છે કે હાલની પ્રાથમિક ગણતરી પ્રમાણે, અમે આશંકા વ્યક્ત કરીએ છીએ કે દિલ્હીમાં કોરોનાનું ત્રીજું મોજું આવતા મહિને એટલે કે ફેબ્રુઆરીની શરૂઆતમાં તેની ચરમસીમાએ પહોંચશે. તેમણે વધુમાં જણાવ્યું કે દિલ્હી અને મુંબઈના કોરોના ગ્રાફ જેટલી ઝડપથી ઉપર ગયા ત્યાં એટલી જ ઝડપથી નીચે આવવાની શક્યતા છે. આખા દેશનો ગ્રાફ હમણાં જ વધવા લાગ્યો છે. તેને તેની ટોચ પર પહોંચવામાં અને નીચે આવવા માટે હજુ એક મહિનો લાગવો જોઈએ. ભારતમાં રોગચાળાની ત્રીજી લહેર માર્ચના મધ્ય સુધીમાં સમાપ્ત થવાની સંભાવના પણ વ્યક્ત કરી હતી.
લોકડાઉન અંગે શું છે પ્રોફેસરનો મત
લોકડાઉન અંગે મનિંદ અગ્રવાલ કહે છે કે પ્રથમ લહેરમાં ખૂબ જ કડક લોકડાઉનનું પાલન કરવામાં આવ્યુ જેથી કોરોનાનું સંક્રમણ ઝડપી ઓછુ કર્યું.
બીજી લહેર દરમિયાન, વિવિધ રાજ્યોએ અલગ-અલગ વ્યૂહરચના અપનાવી હતી. જે રાજ્યોએ હળવા કે મધ્યમ લોકડાઉનનો યોગ્ય રીતે અમલ કર્યો હતો તેણે પણ કોરોના સંક્રમણ ઘટાડવામાં મદદ કરી. પરંતુ લોકડાઉનના લીધે ઘણા લોકોએ પોતાની આજીવિકા ગુમાવી. કેટલાક લોકોએ આજીવિકા ગુમાવવાને લીધે મોતને પણ ભેટ્યા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.