બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / When the security guard tried to open the gate, the woman hesitated

નોઇડા / સિક્યોરીટી ગાર્ડે ગેટ ખોલવામાં વાર લગાડી તો મહિલાએ કરી ગાળાગાળી, VIDEO વાયરલ થતા પોલીસે કરી જેલભેગી

Priyakant

Last Updated: 03:33 PM, 21 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર મહિલાની ટીકા, પોલીસે કાર્યવાહી કરી મહિલાને કસ્ટડીમાં લીધી

  • ગેટ ખોલવામાં વાર લગતા મહિલાએ સિક્યોરીટી ગાર્ડ સાથે ગાળાગાળી કરી  
  • વિડીયો વાયરલ થયા બાદ અંતે પોલીસે મહિલાને કસ્ટડીમાં લીધી
  • ગેટ ખોલવામાં વિલંબને લઈને મહિલાએ ગુસ્સે થઈ ગાર્ડ સાથે દુર્વ્યવહાર કર્યો 

સોશિયલ મીડિયા પર અવાર-નવાર અનેક વિડીયો વાયરલ થતાં હોય છે. જોકે હાલમાં નોઇડાનો એક વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. નોઈડામાં એક મહિલા ગેટ ખોલવામાં વિલંબને લઈને ગુસ્સે થઈ ગઈ અને ગાર્ડ સાથે દુર્વ્યવહાર કરવા લાગી. જેમાં મહિલા ગાર્ડ પર ભડકતી જોવા મળે છે. વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર મહિલાની ટીકા થઈ રહી છે. આ મામલે કાર્યવાહી કરીને પોલીસે મહિલાને કસ્ટડીમાં લીધી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર વીડિયો નોઈડાના સેક્ટર 126ની જેપી સોસાયટીનો છે. જ્યાં એક ગાર્ડને ગેટ ખોલવામાં થોડો વિલંબ થાય છે. આ જોઈને મહિલા ગાર્ડ પર ગુસ્સે થઈ જાય છે,અને મહિલા ગાર્ડ સાથે ખરાબ વર્તન કરવા લાગે છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, મહિલા ત્યાં હાજર અન્ય ગાર્ડ સાથે પણ દુર્વ્યવહાર કરે છે. તે એક ગાર્ડને ધક્કો મારતી પણ જોવા મળે છે.

મહત્વનું છે કે, ત્યાં હાજર એક ગાર્ડે આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો. જે બાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે, આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. હજુ સુધી કોઈ ફરિયાદ મળી નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ