ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / whatsapp new feature will change color bubble in dark mode design and animated stickers

સુવિધા / WhatsAppમાં થવાના છે આ મોટા ફેરફાર, યુઝર્સને મળશે જબરદસ્ત નવા ફીચર્સ

Published By: Noor

Last Updated: 06:00 PM, 2 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વોટ્સએપ તેના યુઝર્સ માટે નવા નવા ફીચર્સ લાવતું રહે છે. કંપની આ શાનદાર એપ માટે નવા ફીચર પર કામ કરી રહી છે. તો હવે વોટ્સએપ તેના યુઝર્સ માટે એનિમેટેડ સ્ટિકર્સ, ડાર્ક મોડ અને ક્યૂઆર કોડ જેવા ફીચર્સ લાવવાની છે. આ ફીચર્સ ટૂંક સમયમાં રોલઆઉટ થશે. વોટ્સએપએ જણાવ્યું કે આગામી થોડાં સપ્તાહમાં આ ફીચર્સ યુઝર્સ માટે ઉપલબ્ધ થશે. આ સિવાય કંપની યુઝર્સની સુવિધા માટે ગ્રુપ વીડિયો કોલિંગના ફીચરમાં પણ સુધાર કરવાની છે.

ADVERTISEMENT

  • વોટ્સએપ તેના યુઝર્સ માટે નવા ફીચર્સ લાવતું રહે છે
  • હવે એપ પર આવવાના છે 5 જોરદાર ફીચર્સ
  • યુઝર્સને મળશે જોરદાર સુવિધાઓ

વોટ્સએપ છેલ્લા થોડાં વર્ષોમાં ઘણાં નવા ફીચર્સ લઈને આવ્યું છે. જેથી યુઝર્સને નવા અનુભવ અને સુવિધા મળતી રહે. ત્યારે હવે WABetaInfo આપેલી માહિતી મુજબ વોટ્સએપ v2.20.194.7 બીટા વર્ઝન એન્ડ્રોઈડ છે. જ્યારે આઈફોનનું વોટ્સએપ v2.20.70.26 બીટા વર્ઝન છે. જો તમારી પાસે આ બીટા વર્ઝન છે તો તમે પણ આ નવા એનિમેટેડ સ્ટીકર્સનો ઉપયોગ કરી શકો છો. 

ડાર્ક મોડ

નવા ફીટર્સ એન્ડ્રોઈડ અને iOS બંને યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવશે. જ્યારે વોટ્સએપ પર યુઝર ડાર્ક મોડ એક્ટિવ કરવામાં આવશે તો આઉટગોઈંગ બબલનું કલર બદલાશે. એવું કહેવામાં આવ્યું છે કે, સ્ક્રીનશોટ iOSનું છે અનને આવી ડિઝાઈન જલ્દી એન્ડ્રોઈડમાં પણ દેખાશે. 

QR Code

વોટ્સએપના ક્યૂઆર કોડથી યુઝર્સ કોન્ટેક્ટને સ્કેન કરીને તેને એડ કરવામાં સરળતા થઈ જશે. QR Code કોડ સ્કેનિંગને સૌથી પહેલાં આઈઓએસ બીટા વર્ઝનમાં લોન્ચ કરવામાં આવ્યું હતું અને હવે એન્ડ્રોઈડ માટે પણ તેને તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ ફીચર એપના 2.20.171 વર્ઝનમાં ઉપલબ્ધ છે. એન્ડ્રોઈડ બીટા યુઝર્સ નેમની સામે ઉપર તરફ રાઈટ સાઈડ એપની સેટિંગ સેક્શનમાં તમે કસ્ટમ ક્યૂઆર કોડ મેળવી શકશો. 

સંકળાયેલા મુદ્દાઓ

New feature WhatsApp animated stickers color bubble dark mode design Facility

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ