બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ટેક અને ઓટો / whatsapp ban over 23 lakh whatsapp account in india you can also report

પ્રતિબંધ / WhatsApp એ ભારતમાં બેન કર્યા 23 લાખ ઍકાઉન્ટ, આ રીતે તમે પણ કરી શકો છો ફરિયાદ

Premal

Last Updated: 01:38 PM, 2 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વોટ્સએપ પર લાખો એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેની જાણકારી એપે આપી છે. આ એકાઉન્ટ્સ પર યુઝર્સનો રિપોર્ટ, એપની પોલિસી ઉલ્લંઘન અને ખોટી જાણકારી ફેલાવવાના આરોપમાં પ્રતિબંધ લગાવ્યો છે.

  • વોટ્સએપ પર લાખો એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો
  • વોટ્સએપે આ કારણોસર એકાઉન્ટ્સ પર લગાવ્યો પ્રતિબંધ
  • આ પ્લેટફોર્મ પર ભારતમાં 40 કરોડથી વધુ યુઝર્સ 

જુલાઈ મહિનામાં એપ પર 23 લાખ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ લગાવાયો

જુલાઈ મહિનામાં એપ પર 23 લાખ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, જ્યારે જૂનમાં 22 લાખ એકાઉન્ટ્સ પ્રતિબંધિત થયા હતા. આ એકાઉન્ટ્સને IT Rules, 2021 મુજબ પ્રતિબંધિત કર્યા છે. ગયા મહિનાની સરખામણીએ પ્રતિબંધ કરવામાં આવેલા એકાઉન્ટ્સની સંખ્યા વધી છે. કંપનીએ જૂન મહિનામાં 22 લાખ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ લગાવ્યો હતો, જે જુલાઈમાં વધીને 23 લાખથી વધુ થયા છે.  

યુઝર્સના ફીડબેક બાદ પ્રતિબંધ લગાવવામાં આવ્યો 

આ એકાઉન્ટ્સને યુઝર્સની ફરિયાદ અને નિયમોને તોડવાના કારણે પ્રતિબંધ લગાવ્યો છે. વોટ્સએપ સીધા યુઝર્સને પ્રતિબંધની નોટીસ નથી મોકલતુ. એપનુ કહેવુ છે કે આ એકાઉન્ટ્સ પર યુઝર્સના ફીડબેક બાદ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.  

એકાઉન્ટ્સ પર પ્રતિબંધ કેમ લગાવવામાં આવ્યો?

આ એકાઉન્ટ્સને ખોટી જાણકારી ફેલાવવા, સાઈબર સુરક્ષામાં ભંગ અને અન્ય કારણોસર પ્રતિબંધિત કર્યા છે. ઘણા યુઝર્સે અભદ્રતા અથવા નુકસાનકારક વ્યવહારની ફરિયાદ કરી છે. વોટ્સએપે જુલાઈ મહિનામાં 574 ફરિયાદ મળી છે. આ પ્લેટફોર્મ પર ભારતમાં 40 કરોડથી વધુ યુઝર્સ છે. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું, આ એકાઉન્ટ્સને IT Rules 2021 પ્રતિબંધિત કરવામાં આવ્યાં છે. જુલાઈ મહિનામાં કંપનીએ કુલ 23,87,000 એકાઉન્ટ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. 

વોટ્સએપ કેવા એકાઉન્ટ્સ પર લગાવે છે પ્રતિબંધ?

ખરેખર, વોટ્સએપ દર મહિને એવા એકાઉન્ટ્સ પર પ્રતિબંધ લગાવે છે અથવા પોતાના પ્લેટફોર્મ પરથી રિમૂવ કરે છે. આ યાદીમાં એવા એકાઉન્ટ્સ હોય છે, જેના પર યુઝર્સે રિપોર્ટ કર્યો હોય છે અથવા પછી જેણે એપ્સની પૉલિસીની ઉલ્લંઘન કર્યુ હોય છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ