બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Extra / what-is-the-basic-tips-for-cng-car-how-to-remain-safe-in-cng-car

NULL / જો તમારા પાસે પણ છે CNG કાર તો ધ્યાનમાં રાખો આ સેફ્ટી ટિપ્સ

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

CNG (કમ્પ્રેસ્ડ નેચર ગેસ) હવે ઓટોમોબાઈલ માટે પસંદગીનું ફ્યલ બની ગયું છે. આ પોકેટ ફ્રેન્ડલી હોવાની સાથે એનવાર્યમેન્ટ ફ્રેન્ડલી પણ છે. CNG અત્યાર સુધીના મળી રહેતા તમામ ફ્યૂલ કરતા સૌથી ક્લીન ફ્યૂલ છે. તેની કિંમત પેટ્રોલ અને ડીઝલ કરતા પણ સસ્તી હોય છે. CNGનો ઉપયોગ કરનારાઓની સંખ્યા વધી રહી છે. ગેસમાં આગ લાગવાનું જોખમ રહેલું છે. જો તમે CNG કારનો ઉપયોગ કરો છો તો સેફ્ટી સાથે જોડાયેલી આ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.

- CNG કારમાં આગ લાગવાના મુખ્ય કારણમાંથી એક છે મેઈન્ટેનન્સ ન કરાવવું. એટલા માટે નિયમિત કારની તપાસ કરાવવી. વાઈરિંગ જૂનું થાય એટલે તેમાં શોર્ટ સર્કિટનું જોખમ રહે છે. પ્રી ઈન્સ્ટોલ્ડ CNG કિટની સમય અંતરે તપાસ કરાવવી ખૂબ જ જરૂરી છે.

- કારમાં ધુપ્રપાન જેવી કામગીરી ન કરવી જ્વલનશીલ સામગ્રીઓ ન લઈ જવી કાર નજીક ફટાકડા ન ફોડવા. CNGમાં 540 ડિગ્રી સેલ્સિયસનું ઈગ્નિશન તાપમાન છે જે ખૂબ વધારે હોય છે.

- કેટલાક કાર માલિકો ઓછી કિંમતમાં CNG કિટ ફિટ કરાવવા માટે અજાણ્યા અથવા લોકલ કારીગરો પાસે ફિટિંગની કામગીરી કરાવે છે. જેમની પાસે ખરાબ ક્વોલિટીની કિટ અને ખોટી રીતે ફિટિંગને કારણે આગ લાગવાનું જોખમ વધી જાય છે. એટલા માટે હંમેશા ઓર્થોરાઈઝ્ડ જગ્યાએજ CNG કિટ ફિટ કરાવવી.

- કાર ખરીદ્યા બાદ તેમાં લોકો અલગ અલગ એક્સેસરીઝ નંખાવે છે. કંપની સિવાયની એક્સેસરીઝ નાંખવી જોખમકારક છે.

- ફ્યૂલ ટેંકના ખોટા ફિટિંગ અને સમય સાથે રિસાવને કારણે તમારી કારમાં CNG લીક થઈ શકે છે. લીકેજનું સૌથી સારું નિરાકરણએ છે કે લીકેઝ વધી જાય તે પહેલા નજીકના ઓર્થોરાઈઝ્ડ ડીલર પાસે તેને રિપેરિંગ કરાવો.

- CNG વાહન એક્સિડન્ટ તરત જ પછી આગ પકડી લે છે જો તે સમયે ના થયું તો પણ જોખમ રહે છે. અચાનક લાગેલી આગ CNG કિટની ફિટિંગને ઠીલી કરી શકે છે. જો ધ્યાન ના આપવામાં આવ્યુ તો આગ લાગી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ