બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / What factors are responsible for the changing pattern of monsoon in Gujarat? How will this effect affect agriculture?

મહામંથન / ગુજરાતમાં ચોમાસાની બદલાતી પેટર્ન પાછળ કયા પરિબળ જવાબદાર? આ તાસીર ખેતીને કેવી કરશે અસર?

Vishal Khamar

Last Updated: 09:53 PM, 10 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચોમાસાની પેટર્નમાં બદલાવ આવ્યો છે. આ વર્ષનું ચોમાસુ હવામાન નિષ્ણાંતો માટે કોયડા સમાન છે. તેમજ ચોમાસામાં નિરંતર વિક્ષેપની શક્યતા છે. ખંડવૃષ્ટિ પ્રકારના વરસાદની શક્યતા. ત્યારે મધ્યમ ચોમાસુ રહી શકે તેવી શક્યતા છે.

બિપોરજોય વાવાઝોડાની ઘાત ગુજરાત માથેથી પસાર થઈ ગઈ અને હવે ચોમાસાએ પણ તેની ગતિ પકડી લીધી છે. ચોમાસાની પકડાતી ગતિ છતા જે ચર્ચા થઈ રહી છે તે છે ચોમાસાની આ વર્ષની પેટર્નની. હવામાનના મોટાભાગના આગાહીકારો માને છે કે ચાલુ વર્ષનું ચોમાસુ અલગ પ્રકારનું છે જેને સમજવું થોડુ મુશ્કેલ છે. જયાં દર વર્ષે સારો વરસાદ હોય છે ત્યાં જુલાઈ મહિનો શરૂ થઈ ગયો છતા વરસાદની ગતિ નહીંવત અથવા તો મંદ છે, બીજી તરફ જયાં જુન-જુલાઈ સુધીમાં સામાન્ય વરસાદ થતો હતો ત્યાં આ વર્ષે સારા પ્રમાણમાં વરસાદ વરસી ગયો છે.

  • બિપોરજોય વાવાઝોડાનું નિર્માણ ચોમાસા પહેલા થયું હતું
  • ચોમાસુ કેરળના દરિયાકાંઠે પહોંચવાનું હતું ત્યારે જ `બિપરજોય' આવ્યું
  • ચોમાસાની શરૂઆતમાં અરબ સાગરમાં ચક્રવાત બને તે સારુ નથી હોતું

ભારતમાં વરસાદ માટે જવાબદાર નૈઋત્યના ચોમાસાની પેટર્નમાં ફેરફાર થયા તો કેવા થયા, 1950 પછી દક્ષિણ એશિયાના ચોમાસામાં થતો ક્રમિક ફેરફાર હવે તેની અસર બતાવવા લાગ્યો છે કે કેમ. અરબી સમુદ્રમાં ચક્રવાતનું લાંબા સમય સુધી ટકી રહેવું ચોમાસાની પેટર્નને બગાડી રહ્યું છે કે કેમ, જે ચક્રવાત ચોમાસાને આગળ વધારવામાં મદદ કરે તે જ ચક્રવાત આ વર્ષે પવનની પેટર્નને ખોરવી કેમ નાંખે છે.અલ-નીનો ઈફેક્ટને કારણે ચોમાસાને અસર પડી શકે છે. `બિપોરજોય' ચક્રવાતથી ચોમાસાને અસર થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં જે વરસાદની પેટર્ન છે તે ઉત્તર ગુજરાતમાં જોવા મળી છે.  

  • ચોમાસાની પેટર્નમાં બદલાવ
  • આ વર્ષનું ચોમાસુ હવામાન નિષ્ણાંતો માટે કોયડા સમાન
  • ખંડવૃષ્ટિ પ્રકારના વરસાદની શક્યતા

`બિપોરજોય'થી ચોમાસાને કેમ અસર પહોંચી?
બિપોરજોય વાવાઝોડાનું નિર્માણ ચોમાસા પહેલા થયું હતું.  ચોમાસુ કેરળના દરિયાકાંઠે પહોંચવાનું હતું ત્યારે જ `બિપરજોય' આવ્યું. ચોમાસાની શરૂઆતમાં અરબ સાગરમાં ચક્રવાત બને તે સારુ નથી હોતું. ચક્રવાતથી પવનની પેટર્નમાં ફેરફાર થાય છે. `બિપોરજોય'થી ચોમાસાને કેરળ અને આસપાસના વિસ્તારમાં પહોંચવામાં મદદ મળી હતી.  `બિપોરજોય' ઉત્તર તરફ આગળ વધ્યું એટલે નુકસાન વધ્યું. બિપોરજોય'થી અરબી સમુદ્રમાં પવનની શક્તિને ખલેલ પહોંચી.  વરસાદ માટે જરૂરી તાપમાન અને ભેજની ક્ષમતા ઘટી છે.  

  • એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં 75% જિલ્લા ચોમાસાના હોટસ્પોટ છે
  • 75%માંથી 40% જિલ્લામાં ચોમાસાની તાસિર બદલાઈ છે
  • ભારતમાં 463 જિલ્લા ચોમાસાથી જોડાયેલા જોખમનો સામનો કરી રહ્યા છે
  • 1950ના દાયકા પછી દક્ષિણ એશિયામાં ચોમાસાની પેટર્ન બદલાયાનું તારણ

ચોમાસાની પેટર્નમાં ફેરફારની કેવી અસર પડે?
એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં 75% જિલ્લા ચોમાસાના હોટસ્પોટ છે.  75%માંથી 40% જિલ્લામાં ચોમાસાની તાસિર બદલાઈ છે.  ભારતમાં 463 જિલ્લા ચોમાસાથી જોડાયેલા જોખમનો સામનો કરી રહ્યા છે. 1950ના દાયકા પછી દક્ષિણ એશિયામાં ચોમાસાની પેટર્ન બદલાયાનું તારણ. હવે ચોમાસામાં એક સમયગાળો અત્યંત શુષ્ક હોય છે. અત્યંત શુષ્ક સમયગાળા પછી અચાનક ભારે વરસાદ થાય છે. અરબી સમુદ્રમાં ચક્રવાત ટકી રહેવાનું પ્રમાણ વધ્યું છે. ગુજરાતમાં ચક્રવાત આવ્યા ત્યારે જૂન મહિનામાં વધુ વરસાદ થયો. 2019 થી 2021માં જયારે ચક્રવાત આવ્યા ત્યારે ગુજરાતમાં જૂનમાં 13-15% વરસાદ છે.  2019 થી 2021માં ગુજરાતમાં જુલાઈમાં 21-28% વરસાદ છે. 2018 અને 2022માં જયારે ચક્રવાત ન આવ્યા ત્યારે જુલાઈમાં વધુ વરસાદ.  2018 અને 2022માં જુલાઈમાં ગુજરાતમાં 45 થી 65% વરસાદ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ