બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / What did the country's meteorological department predict? From today onwards, cheap grains will be available as per Rabeta, the strike is over, India's rights in the World Cup

2 મિનિટ 12 ખબર / દેશના હવામાન વિભાગે શું કરી આગાહી? આજથી સસ્તા અનાજ રાબેતા મુજબ મળશે હડતાળ પૂર્ણ, વર્લ્ડ કપમાં ભારતનો સત્તો

Vishal Khamar

Last Updated: 11:42 PM, 3 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજથી સસ્તા અનાજની દુકાનધારકો દુકાનો ખુલ્લી રાખી પુરવઠા વિતરણ ચાલુ કરવાની ખાતરી આપી. તો બીજી તરફ ગુજરાતનાં આ શહેરમાં ફટાકટા ફોડવા માટે રાત્રે માત્ર બે કલાકનો જ સમય મળશે.

વરસાદ વાળ્યો નહીં વળે.! આવનારાં 7 દિવસોમાં આ રાજ્યોમાં ભૂકકા કાઢશે મેઘરાજા,  IMDનું નવું એલર્ટ I IMD Rain forecast : heavy rain chances in Tamilnadu,  Puducherry for next seven days

દક્ષિણ ભારતમાં વરસાદનો નવો તબક્કો આવવાનો છે, જ્યાં ત્રણ દિવસ સુધી ભારે વરસાદ પડશે. હવામાન વિભાગે ગુરુવારે એક અપડેટ આપ્યું છે કે તમિલનાડુ, કેરળ, માહે, દક્ષિણ આંતરિક કર્ણાટકના વિસ્તારોમાં 3 થી 6 નવેમ્બર દરમિયાન ભારે વરસાદ થશે. જો કે આગામી પાંચ દિવસ સુધી અન્ય વિસ્તારોમાં હવામાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં.

રાજ્યની સસ્તા અનાજની દુકાનધારકોના એસોશિએશન સાથે બેઠક બાદ તેમણે હડતાલ સ્થગિત કરવાનો નિર્ણય કરીને આજથી એટલે કે તા. ૦૩ નવેમ્બરથી દુકાનો ખુલ્લી રાખીને પુરવઠા વિતરણ ચાલુ કરવાની ખાતરી આપી છે તેને રાજ્ય સરકાર આવકારે છે તેમ આજે ગાંધીનગરથી અન્ન, નાગરિક અને પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું.  અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઇએ કહ્યું હતું કે દિવાળીના તહેવારો બાદ એસોશિએશનની માંગણી પરત્વે સરકાર હકારાત્મક વિચારણા સાથે બેઠક કરીને યોગ્ય નિર્ણય કરશે.

Fix-pay employees of MPHW and FHW will not get a boost, surveillance,

દિવાળી, નવા વર્ષના તહેવાર ટાણે જ MPHW અને FHWના કર્મચારીઓને મોટા આંચકા સમાન સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં MPHW અને FHWના કર્મચારીઓ ફિક્સ- પે સર્વેલન્સ પ્રોત્સાહનનો લાભ નહિ મળે તેવું ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે સર્વેલન્સ પ્રોત્સાહનને સ્પષ્ટતા કરી હતી. 2022માં થયેલી જાહેરાત બાદ કર્મચારીઓને સહાય ન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

6 people died of heart attack in Gujarat today, there was also a discussion in the cabinet meeting

રાજ્યમાં હાર્ટ અટેકથી થતા મોતની સંખ્યામાં સતત વધારો થતા હાહાકાર મચ્યો છે. એક સમયે કોરોના અને તેનાથી થતાં મોતે ચિંતા જગાડી હતી. ત્યારે હાલ હાર્ટ અટેકના વધતા જતા કિસ્સા અને તેનાથી થતા મોતના કારણે સ્થિતિ ચિંતાજનક બની રહી છે. સાબરકાંઠાના હિમંતનગર વિજાપુર હાઇવે પર ST બસ ડ્રાઇવરને ચાલુ બસમાં હાર્ટ એટેક આવ્યો હતો. જો કે ડ્રાઈવરે બસને કાબૂ કરી સાઈડમાં ઉતારી દેતા દુર્ઘટના ટળી હતી.. હાર્ટએટેક બાદ ST બસના ડ્રાઈવરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.

Appointment letters will be issued to the new talati and junior clerks at Gandhinagar on November 10

રાજ્યમાં અગાઉ લેવાયેલી તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પાસ થયેલા લાયકાત ધરાવતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. નવા તલાટી અને જુનિયર ક્લાર્કને 6 નવેમ્બરે ગાંધીનગર ખાતે નિમણૂક પત્રો આપવામાં આવશે. અત્રે જણાવીએ કે, અંદાજે 4,500 જેટલા લોકોને આ નિમણૂક પત્રો એનાયત કરવામાં આવશે. જિલ્લા ફાળવણી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થયા બાદ આ પ્રક્રિયા હાથ ધરાશે.

દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ દરમિયાન હવે રાજકોટથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાત જાણે એમ છે કે, રાજકોટમાં દિવાળીના તહેવારને લઈ પોલીસ કમિશ્નરનું જાહેરનામું સામે આવ્યું છે. રાજકોટ પોલીસ કમિશ્નરે દિવાળીમાં ફટાકડા ફોડવાના સમયને લઇ જાહેરનામું જાહેર કર્યું છે. જે મુજબ હવે રાજકોટમાં દિવાળીએ રાત્રિના 8 થી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે. 

નવા ટીપીઓનાં પત્રનાં આધારે 125 બિલ્ડર્સ અને જમીન માલિકોની યાદી તૈયાર કરાઈ છે. ટીપીઓ વિભાગનાં જ જૂના અધિકારીઓએ કરેલા ગોટાળાને ટીપીઓ વિભાગનાં મહિલા અધિકારીએ ખુલ્લા પાડ્યા છે.  ટીપીઓએ કોર્પોરેશનને પત્ર લખી આવા બિલ્ડરોનાં બાંધકામ મંજૂરી અને કાર્યવાહીની તપાસ કરવા પત્ર લખ્યો છે. કોર્પોરેશને બિલ્ડરો અને જમીન માલિકોને નોટિસ આપતા ક્રેડાઈએ દેકારો મચાવ્યો હતો. 

Terrible series of earthquakes continues in Kutch

કચ્છની ધરતી પર ભૂકંપના આંચકા આજે પણ યથાવત રહેવા પામ્યા હતા. આજે ફરી એક વખત દુધઈ નજીક 4.1ની તીવ્રતાનો આંચકો અનુભવાતા  લોકોમવા ફફડાટ ફેલાયો હતો. બીજી બાજુ કચ્છમાં હજુ ગઇકાલે દુધઇ પાસે 2.08ની તીવ્રતાનો હળવો ધરતીકંપનો આંચકો આવ્યા બાદ આજે ફરી આ જ વિસ્તારમાં સાંજે 7:52 કલાકે 4.01ની માત્રામાં ભૂકંપનો આંચકો નોંધાયો લોકો ઘર છોડી બહાર નીકળી ગયા હતાં.

kejriwal says he may be sent to jail till election result pm modi replied

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ના સમન્સને અવગણીને ગુરુવારે મધ્યપ્રદેશ ચૂંટણી પ્રચાર કરવા પહોંચેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમની ધરપકડની આશંકા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે ચૂંટણી પરિણામના દિવસ સુધી તેઓ જેલમાં રહી શકે છે. કેજરીવાલે કહ્યું કે તેમની ધરપકડ કરી શકાય છે, વિચારશીલ નહીં. કેજરીવાલે સિંગરૌલીમાં તેમના ઉમેદવાર રાણી અગ્રવાલ માટે પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન સાથે રોડ શો યોજ્યો હતો. બાદમાં તેમણે લોકોને સંબોધિત કરતા કહ્યું કે તેમને રોજ ધરપકડની ધમકી આપવામાં આવે છે. "દરરોજ તેઓ મને ધમકી આપે છે કે તેઓ કેજરીવાલની ધરપકડ કરશે. કેજરીવાલની  ધરપકડ કરીને તેઓ કેજરીવાલની વિચારસરણીની કેવી રીતે ધરપકડ કરી કરશે? તમે હજારો અને લાખો કેજરીવાલની ધરપકડ કેવી રીતે કરશો? કેજરીવાલે કહ્યું કે પહેલા દિલ્હી કૌભાંડો તરીકે ઓળખાતું હતું, પરંતુ આજે સારી શાળાઓ, હોસ્પિટલો, વૃદ્ધોની તીર્થયાત્રાની વાત કરવામાં આવે છે. અન્ના આંદોલનનો પણ ઉલ્લેખ કરતા કહ્યું કે રામલીલા મેદાનમાં જે લોકો મંચ પર હતા તેમની ધરપકડ થઇ શકે છે, પરંતુ કરોડો લોકોની ભીડને તેઓ કેવી રીતે પકડશે. "તેઓ આપણી ધરપકડ કરે તો પણ કોઈ ફરક પડતો નથી. કેજરીવાલને જેલમાં જવાનો ડર નથી. 

The Fed Reserve's decision buoyed the Indian stock market, with the Sensex 500 and Nifty closing up 150 points.

સતત બે દિવસના ઘટાડા પછી ગુરુવારનું ટ્રેડિંગ સત્ર ભારતીય શેરબજાર માટે ઉત્તમ રહ્યું. રોકાણકારોની ખરીદીને કારણે સેન્સેક્સ ફરી 64,000ના આંકને પાર કરવામાં સફળ રહ્યો હતો અને નિફ્ટી 19,000નો આંકડો પાર કરવામાં સફળ રહ્યો હતો. બેંકિંગ શેરોમાં જોરદાર ખરીદારી જોવા મળી રહી છે. મિડ કેપ શેરોમાં પણ ખરીદી જોવા મળી હતી. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 490 પોઈન્ટના ઉછાળા સાથે 64,081 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 144 પોઈન્ટના ઉછાળા સાથે 19,133 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.

First picture of Varun Tej Lavanya's wedding surfaced

સાઉથ સુપરસ્ટાર અને ફિલ્મમેકર નાગબાબૂ અને પદ્મજાના પુત્ર અને અભિનેતા વરૂણ તેજએ 1 નવેમ્બર 2023ના દેવરાજ અને કિરણ ત્રિપાઠીની દિકરી લાવણ્યા ત્રિપાઠી સાથે ઈટલીના ટસ્કનીમાં બોર્ગો સેન ફેલિસ રિસોર્ટમાં લગ્ન કર્યા છે.. વરૂણ અને લાવણ્યાના લગ્નની તસવીરો અત્યારે સોશિયલ મીડિયા પર આગની જેમ વાઈરલ થઈ રહી છે.. જેમાં બંને ખુબ જ સુંદર લાગી રહ્યાં છે. ત્યારે આવો જાણીએ કે વરૂણ અને લાવણ્યાના લગ્નમાં સાઉથના ક્યા ક્યા સ્ટાર્સ હાજર રહ્યાં હતા.

World Cup: India Thrash Sri Lanka By 302 Runs, Enter Semi-Finals

2023ના વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડીયા જોરદાર ફોર્મમાં છે. સતત 7મી મેચ જીતીને ભારતે સત્તાવાર રીતે વર્લ્ડ કપની સુપર-4માં એન્ટ્રી લઈ લીધી છે. ગુરુવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતે શ્રીલંકાને જેવો તેવો નહીં પરંતુ મોટા 302 રનથી પરાજય આપ્યો હતો. વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારતની આ સૌથી મોટી જીત છે. ભારતે 16 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. ટીમે 2007માં બર્મુડાને 257 રનથી હરાવ્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ