બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ''પ્રેમલગ્નથી પણ કોઇને વાંધો ના હોઇ શકે પરંતુ...'', આંતરજ્ઞાતિય લગ્ન મુદ્દે લાલજી પટેલએ આ શું કહ્યું?

બનાસકાંઠા / ''પ્રેમલગ્નથી પણ કોઇને વાંધો ના હોઇ શકે પરંતુ...'', આંતરજ્ઞાતિય લગ્ન મુદ્દે લાલજી પટેલએ આ શું કહ્યું?

Published By: Vishal Khamar

Last Updated: 04:29 PM, 11 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આંતરજ્ઞાતિય લગ્ન મુદ્દે એસપીજીના પ્રમુખ લાલજી પટેલે સમાજને ટકોર કરતા જણાવ્યું હતું કે, સમાજની દીકરી સમાજમાં રહેવી જોઈએ। સમાજની દીકરી ગુંડાતત્વો સાથે લગ્ન કરશે તો ચલાવવામાં નહી આવે. સમાજ ચલાવશે તો પણ SPG ચલાવશે નહી.

બનાસકાંઠા જિલ્લામાં યોજાયેલા એક સામાજિક કાર્યક્રમ દરમિયાન SPG પ્રમુખ લાલજી પટેલએ આંતરજ્ઞાતિ લગ્ન અને યુવતીઓના સંસ્કાર મુદ્દે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમના નિવેદન બાદ સમાજમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.

સમાજની દીકરી સમાજમાં રહેવી જોઈએ: લાલજી પટેલ

લાલજી પટેલે જણાવ્યું હતું કે, “સમાજની દીકરી સમાજમાં રહેવી જોઈએ.” તેમણે વધુમાં કહ્યું કે જો કોઈ યુવતી ગુંડાતત્વો અથવા અસામાજિક તત્વો સાથે ભાગીને લગ્ન કરે તો તે સ્વીકાર્ય નથી. “કદાચ સમાજ ચલાવી લેશે, પરંતુ SPG નહીં ચલાવે,” એમ તેમણે કડક શબ્દોમાં જણાવ્યું.

સમાજની દીકરી ગુંડાતત્વ સાથે લગ્ન કરશે તો ચલાવામાં નહીં આવે: લાલજી પટેલ

તેમણે એવો પણ દાવો કર્યો કે અસામાજિક તત્વો પાસે ગયેલી દીકરીઓને પાછી લાવવા માટે પ્રયાસ કરવામાં આવશે. સાથે જ માતા-પિતાને સંબોધતા તેમણે દીકરીઓને સારા સંસ્કાર અને યોગ્ય સમજણ આપવાની અપીલ કરી.

પરિવારોને સજાગ રહેવાની જરૂર

મોબાઇલ અને સોશિયલ મીડિયા યુગનો ઉલ્લેખ કરતા લાલજી પટેલે કહ્યું કે આજના સમયમાં યુવતીઓ ટેકનોલોજીના પ્રભાવ હેઠળ કેટલીક વખત ખોટા નિર્ણયો લઈ રહી છે. તેથી પરિવારોને વધુ સજાગ રહેવાની જરૂર હોવાનું તેમણે જણાવ્યું.

આ પણ વાંચોઃ ગુજરાતભરમાં હિટવેવની આગાહી, તાપમાનનો પારો જશે 44 ડિગ્રીને પાર

દીકરીઓને સારી સમજણ અને સંસ્કાર આપો: લાલજી પટેલ

લાલજી પટેલના આ નિવેદનને લઈને વિવિધ વર્ગોમાં અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. કેટલાક લોકો તેમના નિવેદનને સમાજ માટે ચેતવણીરૂપ માની રહ્યા છે, જ્યારે કેટલાક લોકો વ્યક્તિગત સ્વતંત્રતા અને આંતરજ્ઞાતિ લગ્નના અધિકારને લઈને પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Banaskantha news Banaskantha Lalji Patel

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ