બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રાજકોટના સમાચાર / અન્ય જિલ્લા / ગાંધીનગરના સમાચાર / ગુજરાતભરમાં હિટવેવની આગાહી, તાપમાનનો પારો જશે 44 ડિગ્રીને પાર
Last Updated: 03:03 PM, 11 May 2026
Gujarat Heatwave: ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. બફારા સાથે ગરમીને લઇ જનજીવન પર અસર પડી રહી છે. રાજ્યમાં હીટવેવની હવામાન વિભાગે આગાહી આગાહી કરી છે.
ADVERTISEMENT
ગુજરાત રાજ્યમાં આગામી થોડા દિવસો દરમિયાન ગરમીનો પ્રકોપ વધુ તેજ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બનાસકાંઠા, ગાંધીનગર અને સુરતમાં ગરમીનું યલો એલર્ટ અપાયું છે. અમદાવાદ, પાટણ અને આણંદમાં પણ હીટવેવ સાથે યલો એલર્ટ અપાયું છે. પશ્ચિમી પવનો ફૂંકાતા ગરમીનો પારો ઉંચકાશે. આગામી 4 દિવસો સુધી વાતાવરણમાં કોઈ ફેરફાર નહીં થાય. સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. ખાસ કરીને કર્કવૃત્ત નજીક આવેલા વિસ્તારોમાં ગરમી વધી શકે છે.
એક અનુમાન મુજબ ઉત્તર ગુજરાતના પાટણ, સમી, હારીજ, મહેસાણા, કડી અને બનાસકાંઠા વિસ્તારમાં બપોરના સમયે લૂ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે, જેના કારણે સામાન્ય જનજીવન પર અસર પડી શકે છે.
ADVERTISEMENT

આ પણ વાંચો : સાબરમતી નદીના પટમાં કિંમતી ધાતુનો ખજાનો... ભિખારી પણ બની ગયા માલામાલ!
ADVERTISEMENT
મધ્ય ગુજરાતમાં વડોદરા, ખેડા અને આણંદ જેવા વિસ્તારોમાં ગરમીનો પ્રભાવ વધુ જોવા મળી શકે છે અને અહીં પણ 43 થી 44 ડિગ્રી સુધી તાપમાન નોંધાઈ શકે છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં રાજકોટ, સુરેન્દ્રનગર અને હળવદમાં ગરમીનો પારો સતત ઊંચો રહેવાની શક્યતા છે. કચ્છ જિલ્લામાં 43 ડિગ્રી સુધી ગરમી અનુભવાઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.