બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / What crops. PM Imran's wife is Bushra Jinn ...

રહસ્ય / શું પાક. પીએમ ઇમરાનની પત્ની બુશરા જીન્ન છે....

Dharmishtha

Last Updated: 04:52 PM, 30 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાક.ના પીએમ ઇમરાન ખાનની પત્ની બુશરાના જીન્ન હોવાનો સનસનીખેજ દાવો પાક મીડિયાએ કર્યો છે. બુશરાના જીન્ન હોવાની વાત દેશભરમાં ચર્ચાનો વિષય બની છે. પાકિસ્તાની પત્રકાર આતિશ તાસીરે થોડાક સમય પહેલા બુશરા પાસે બે જીન્ન હોવાનો દાવો કર્યો હતો. હવે પાક. મીડિયાએ દાવો કર્યો છે કે બુશરાનું પ્રતિબિંબ અરીસામાં દેખાતું નથી. ઇમરાન અને બુશરાના લગ્ન પાછળ છુપાયું છે એક રહસ્ય...

  • પાક. મીડિયાનો દાવો બુશરા જીન્ન છે
  • પાક પત્રકારે કહ્યું હતું કે, બુશરા પાસે 2 જીન્ન છે
  • પાક. પીએમ ઓફિસના હાઉસ સ્ટાફે કહ્યું બુશરા બીબીનું પ્રતિબિંબ અરીસામાં નથી દેખાતું

પાકિસ્તાની મીડિયા પીએમ ઇમરાન ખાનની પત્ની બુશરા અંગે અનેક ચિત્ર- વિચિત્ર અને માન્યામાં ન આવે તેવા દાવા કરી રહી છે. મીડિયાના દાવાઓએ પાકિસ્તાનની જનતામાં અનેક ચર્ચાઓ જગાડી છે. પહેલા બુશરા પાસે બે જીન્ન હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. હવે ફરી એક નવો દાવો કરાઇ રહ્યો છે કે બુશરા પણ જીન્ન છે.

કેમ મીડિયા બુશરાને જીન્ન કરી રહી છે
અરીસામાં બુશરાનું પ્રતિબિંબ દેખાતું નથી. 'કેપિટલ ટીવી' નામની એક પાકિસ્તાની ચેનલે તેનાં રિપોર્ટમાં પીએમ ઓફિસના હાઉસ સ્ટાફને ટાંકીને દાવો કર્યો છે કે ફર્સ્ટ લેડી બુશરા બીબીનું પ્રતિબિંબ અરિસામાં દેખાતું જ નથી.

બુશરાએ કેમ ઇમરાનને દીકરી સાથે લગ્ન કરવા કહ્યું?
પત્રકાર આતિશ તાસીરે એવો દાવો કર્યો છે કે ઇમરાન અને બુશરાએ એક સપનાને કારણે લગ્ન કર્યા છે. તાસીરે જણાવ્યું હતું કે ઇમરાન એક વાર તેમની સમસ્યાના નિવારણ માટે બુશરા પાસે ગયાં હતાં. ત્યારે બુશરાએ એક સપનાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ઇમરાને કોઇ સારી સ્ત્રી સાથે લગ્ન કરવા જોઇએ. બુશરાએ ઇમરાન સામે પોતાની નાની બહેન કે દીકરી સાથે લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. જોકે ઇમરાને તેનો ઇન્કાર કર્યો હતો. 

ઇમરાન- બુશરાના લગ્ન પાછળ છુપાયું છે રહસ્ય
 ઇમરાને બુશરાની બહેન કે દીકરી સાથેના લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવ્યા બાદ બુશરાએ ફરી સપનું જોયું. જેમાં તેણે પોતે જ ઇમરાન સાથે લગ્ન કરવાના હતા. જેથી બુશરાના પતિ ખાવર મેનકાએ તેને તલાક આપ્યા હતા. અંતે 5 સંતાનોની માતા બુશરાએ ઇમરાન સાથે લગ્ન કર્યા હતા.

શું બુશરા પાસે 2 જીન્ન છે?

પાકિસ્તાનના પંજાબ પ્રાંતના પૂર્વ ગવર્નર સલમાન તાસીર અને ભારતીય પત્રકાર તવલીન સિંહના પુત્ર પત્રકાર આતિશ તાસીરે અગાઉ 'વેનિટી ફેર' મેગેઝિનમાં બુશરા અંગે દાવો કર્યો હતો. જેમાં તાસીરે કહ્યું હતું કે તેમને અન્ય એક પત્રકારે કહ્યું હતું કે બુશરા પાસે 2 જીન્ન છે. જે બુશરાની મરજી મુજબ કામ કરે છે. તે પત્રકારે તાસીરને એમ પણ જણાવ્યું હતું કે, બુશરા 'પિન્કી પીર' તરીકે ઓળખાય છે. જો કોઇ બુશરા પાસે સમસ્યા લઇને જાય તો બુશરા તેની પાસેથી રાંધેલું મીટ માંગી બન્ને જીન્નને ખવડાવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News Imran khan Pakistan PM bushra jinn pakistan ઇમરાન ખાન ગુજરાતી ન્યૂઝ જીન પાકિસ્તાન પાકિસ્તાન વડાપ્રધાન બુશરા Mystery
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ