ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગઇ કાલે ગુજરાતમાં પડી સિઝનની સૌથી વધુ ઠંડી, જાણો સૌથી ઓછું તાપમાન ક્યાં નોંધાયું

હવામાન અપડેટ / ગઇ કાલે ગુજરાતમાં પડી સિઝનની સૌથી વધુ ઠંડી, જાણો સૌથી ઓછું તાપમાન ક્યાં નોંધાયું

Last Updated: 10:11 AM, 29 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થયો છે. અનેક વિસ્તારમાં ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું છે.

ADVERTISEMENT

રાજ્યમાં ઠંડીમાં લોકો ઠુંઠવાયા છે. રાજ્યમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે. શનિવારે સિઝનની ઠંડીનાં રેકોર્ડ તૂટ્યા છે. રાજ્યમાં 2 થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં સૌથી ઓછું નલિયામાં 4.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 16.5 ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ડીસામાં 3.8 ડિગ્રી, ભુજ 9.8 ડિગ્રી, રાજકોટ 9.9 ડિગ્રી તાપમાન રહ્યું છે. જ્યારે અન્ય શહેરમાં સતત ધૂમ્મસ ભર્યું વાતાવરણ યથાવત રહ્યું હતું. ધુમ્મસ ભર્યા વાતાવરણનાં કારણે વિઝીબિલિટી પર સર્જાઈ અસર કરી હતી.

સમગ્ર જિલ્લામાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાયું

તાપી જીલ્લામાં વહેલી સવારથી ધુમ્મસની ચાદર પથરાઈ છે. સમગ્ર જીલ્લામાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાયું હતું. ધુમ્મસનાં કારણે હઈવે પર ઝીરો વિજીબીલીટી છવાઈ હતી. ધુમ્મસનાં કારણે હાઈવે પર ઝીરો વિજીબીલીટી સર્જાવા પામી હતી. ઝીરો વિજીબિલીટીને કારણે હાઈવે પર વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

વધુ વાંચોઃ 1 જાન્યુઆરીથી બદલાઇ જશે આ ટ્રેનોના ટાઇમટેબલ, ફટાફટ નોટ કરી લેજો, નહીંતર ચૂકી જશો!

વાતાવરણ માં પલટો આવતા ઠંડી નો ચમકારો વધ્યો

નર્મદા જીલ્લામાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ છે. વાતાવરણમાં પલટો આવતા ઠંડીનો ચમકારો વધ્યો છે. રાજપીંપળા, તિલકવાડા, કેવડીયા સહિત વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. મુખ્ય માર્ગો પર જીરો વિઝિબિલિટીથી વાહન ચાલકોને અસર થવા પામી હતી. વાહનોની લાઈટો ચાલુ રાખી વાહન ચાલકો ધીરે ધીરે વાહન હંકારતા જોવા મળ્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Narmada district Weather Department Weather update
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ