બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / શોર્ટ કટ મોંઘો પડ્યો! નબળો પાસવર્ડ રાખતાં 700 લોકોએ નોકરી ગુમાવી, ફટાફટ મજબૂત કરી દેજો!
Last Updated: 11:25 AM, 23 July 2025
નબળો કે વારે વારે વપરાતો પાસવર્ડ રાખીને શોર્ટ કટ શોધનારા લોકોએ હવે તાકીદે ચેતી જવાની જરુર છે નહીંતર નોકરીમાંથી હાથ ધોવાનો વારો આવી શકે છે. નબળા પાસવર્ડને કારણે બે-ચાર નહીં પુરા 700 લોકોને નોકરી ગુમાવાનો વારો આવ્યો હતો, તેનો એક ખૌફનાક કિસ્સો સામે આવ્યો છે. બ્રિટનની એક કંપનીએ તેની આખી સિસ્ટમ માટે કોમન રુપે વપરાતો પાસવર્ડ વાપર્યો બદલામાં આખી કંપનીનું જ ઉઠમણું થઈ ગયું હતું.
ADVERTISEMENT
Weak Password Triggers Collapse Of 158-Year-Old UK Company, 700 People Left Joblesshttps://t.co/94Y8WiH8KQ
— Dr. Anurag Jain (@anuragkjain) July 23, 2025
By NDTV via Dailyhunt
ધારેલો પાસવર્ડ સાચો નીકળતાં કંપની બર્બાદ
ADVERTISEMENT
બ્રિટનમાં 158 વર્ષ જુની KNP લોજિસ્ટિક્સ નામની કંપનીએ તેની આખી સિસ્ટમ માટે એક કોમન પાસવર્ડ સેટ કરી રાખ્યો હતો પરંતુ તે ભૂલી ગઈ કે હેકર્સ આ રણનીતિ જાણતા હોય છે કે લોકો જલદી યાદ રહી જાય તેવા પાસવર્ડ સેટ કરી રાખતાં હોય છે. એટલે 'આ જ પાસવર્ડ હોવો જોઈએ' એવું હેકર્સ ધારી લીધું અને તેમની નવાઈ વચ્ચે પાસવર્ડ સાચો નીકળ્યો અને પછી કંપનીની માઠી દશા શરુ થઈ થઈ.
હેકર્સ શું કર્યું?
ADVERTISEMENT
પાસવર્ડ હાથમાં આવી જતાં હેકર્સે KNPની સિસ્ટમમાં અનધિકૃત પ્રવેશ મેળવ્યો, તેના ડેટાને એન્ક્રિપ્ટ કર્યો અને કર્મચારીઓ સુધી સ્ટાફની કામની વાતો પહોંચતી કરતી અટકાવી દીધી આને કારણે કર્મચારીઓને કંપની તરફથી મહત્વની માહિતી ન મળી શકી. એટલું જ નહીં પરંતુ હેકર્સે ડિક્રિપ્શન કીના બદલામાં ખંડણી ચુકવણીની માંગણી કરી. હેકર્સે 5 મિલિયન પાઉન્ડની ખંડણી માગી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. કમનસીબે, KNP આટલી મોટી ખંડણી ચુકવી શકે તેવી સ્થિતિમાં ન હોવાથી તેના ડેટા ગાયબ થઈ ગયા અને આખરે કંપની પડી ભાંગી.
ADVERTISEMENT
700 લોકોએ નોકરી ગુમાવી
આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં, કંપની બંધ થઈ જતાં 700 લોકોને નોકરીમાંથી હાથ ધોવાનો વારો આવ્યો હતો. એક નબળો પાસવર્ડ શું કરી શકે? તેનું આ જીવતું જાગતું ઉદાહરણ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.